નવી દિલ્હી- Middle East War ઈરાન અને ઈઝરાયલ અમેરિકા વચ્ચે શરૂ થયેલ યુદ્ધ છઠ્ઠા દિવસે ચાલુ રહ્યું છે. આ ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં એક હજાર લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. અમેરિકા અને ઈઝરાયલે શરૂ કરેલ યુદ્ધ હવે મિડલ ઈસ્ટ યુદ્ધ બન્યું છે. અને અંદાજે 14 દેશો વચ્ચે આ યુદ્ધ ચાલી રહ્યું છે. મિડલ ઈસ્ટ યુદ્ધમા માનવીય અને આર્થિક નુકસાનના આંકડા ઝડપથી સતત વધી રહ્યા છે.(War between America, Israel and Iran continues for the sixth day, know the latest update)
યુદ્ધની અસર ખાડી દેશો પર
ઈરાન પર 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે શરૂ કરેલા હવાઈ હૂમલા પછી હવે મિડલ ઈસ્ટમાં શરૂ થયેલું સંકટ સમાપ્ત થવાનું નામ લેતું નથી.(Middle East War) ઈરાન યુદ્ધની અસર અનેક ખાડી દેશો પર જોવા મળી છે કારણ કે અમેરિકાના સ્થળો પર તેહરાનનો હૂમલો ચાલુ રહ્યો છે. એક અમેરિકી પનડુબ્બીએ હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજને ટોરપીડોથી ડુબાડી દેવામાં આવ્યું છે, જેમાં 87 શબ મળી આવ્યા છે.
કુલ 1045 મૃત્યુ થયાના સમાચાર
Middle East War અમેરિકા અને ઈઝરાયલ દ્વારા શનિવારે શરૂ કરાયેલ હૂમલા પછી ઈરાનમાં મૃત્યુ પામેલાની સંખ્યા 1045 સુધી પહોંચી છે. લેબનોનમાં 60થી વધુ અને ઈઝરાયલમાં 12 લોકોના મોત થયા છે. છ અમેરિકી સૈનિક પણ આ સંઘર્ષમાં પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. તેમજ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યું પછી સુપુર્દ-એ-ખાક કરવાનો પ્રોગ્રામ સ્થગિત કરી દેવાયો છે.(Middle East War) આ યુદ્ધ હવે નેતૃત્વ, મિસાઈલના સ્થળો અને પરમાણું કાર્યક્રમોને નિશાન બનાવતા એક અનિશ્ચિતકાલીન યુદ્ધમાં પરિવર્તન પામ્યું છે.
- મિડલ ઈસ્ટ મીડિયાના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આ યુદ્ધમાં ઈરાનમાં 1045, લેબનોનમાં 50, ઈઝરાયલમાં 11, જોર્ડનમાં 5, કુવૈતમાં 4, યુએઈમાં 3, બહરીન અને ઓમાનમાં એક-એક મોત થયા છે. જ્યારે કુવૈત સ્થિત યુએસ એમ્બેસી પર થયેલા ઈરાની હૂમલામાં કુલ 6 સૈનિકોના મોત થયા છે.
- ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનની અંદર સુરક્ષા કમાન્ડ અને બસીઝ બળ સાથે જોડાયેલી ઈમારતોને નિશાન બનાવી છે. ઈઝરાયલનો ટાર્ગેટ આ હૂમલા દ્વારા ઈરાનની સુરક્ષા તંત્રને નબળો પાડવાનો છે.
- તેહરાનમાં સરકારી ટેલીવિઝને એવી ઈમારતોને ખંડેર દર્શાવી છે કે જે હૂમલામાં તબાહી થઈ ગઈ છે. કૌમ શહરમાં આવી ઈમારતોને નિશાન બનાવી છે કે જ્યાં મૌલવીઓની પેનલ આગામી સુપ્રીમ લીડરની પસંદગી કરવાની હતી.
- હૂમલાને કારણે ઈરાનની એર ડીફેન્સ સીસ્ટમ અને ડ્રોનના સ્થળો પર ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કરાયો છે.
- યુદ્ધની અસર હવે ઈરાનની સરહદોથી બહાર નીકળીને પુરી ક્ષેત્રમાં ફેલાઈ ચુકી છે. ઈરાને જવાબી કાર્યવાહીમાં બહરીન, કુવૈત અને ઈઝરાયલ પર મિસાઈલો દાગી છે.
- સ્ટ્રેટ ઓફ હોરમુઝમાં એક માલવાહક જહાજ પર મિસાઈલ હૂમલા પછી આગ લાગી ગઈ હતી. યુદ્ધને કારણે આ રણનિતીક માર્ગથી તેલ ટેન્કરોની અવરજવર 90 ટકા ઘટી ગઈ છે. જેનાથી ગ્લોબલ લેવલ પર તેલ અને ગેસનો સપ્લાય પર અસર પડી છે અને કાચા તેલની કીમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ઈરાને ધમકી આપી છે કે જો હૂમલા રોકવામાં નહી આવે તો ક્ષેત્રમાં પુરા સૈન્ય અને આર્થિક બુનિયાદી ઢાંચીને નષ્ટ કરી દેવામાં આવશે.
- અમેરિકાના રક્ષા સચિવે કહ્યું છે કે આ ઓપરેશનની કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. તેમણે સંકેત આપ્યો હતો કે આ યુદ્ધ ત્રણ, છ અથવા આઠ સપ્તાહ સુધી ચાલી શકે છે.
- ઈઝરાયલી રક્ષા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે આ હૂમલો મૂળ રૂપે જૂન 2026 માટે નક્કી કરાયો હતો. પણ એવી વિશેષ પરિસ્થિતિને લઈને ફેબ્રુઆરીમાં જ શરૂ કરવા પડ્યા હતા.
- મિડલ ઈસ્ટમાં લાખો યાત્રીકો ફસાયા છે અને આંતરરાષ્ટ્રીય શિપિંગ પુરી રીતે બંધ થઈ ગયું છે.
- દુનિયાભરના સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે. તેલના ભાવ વધીને આવતાં ગ્લોબલ ઈકોનોમી પર નેગેટિવ અસર પડી છે.
- લેબનોનમાં ફિલિસ્તીની રિફ્યૂજી કૈપ પર આઈડીએફનો હૂમલો થયો છે અને બે લોકોના મોતના સમાચાર છે.
- યુએસ બેઝ પર તેહરાનનો હૂમલો થયો છે.
- મંગળવાર રાત્રે અમેરિકાએ કેલિફોર્નિયાના તટ પર એક ડૂમ્સડે બૈલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ન્યૂ યોર્ક પોસ્ટના રીપોર્ટ અનુસાર સાંતા બારબરાની પાસે વૈન્ડેબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી રાતે 11 વાગ્યે મિનિટમેન થ્રી બૈલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. જે હિરોશીમા પર ફેંકાયેલ પરમાણુ બોમ્બથી 20 ગણો તાકાતવાળા પરમાણુ હથિયાર લઈ જવાની સક્ષમતા ધરાવે છે.
- સઉદી રક્ષા મંત્રાલયે કહ્યું છે કે તેમણે જોર્ડન બોર્ડર પાસે લાગેલા રાજ્યના અલ જૌફ પ્રાંતમાં એક ડ્રોનને નષ્ટ કર્યું હતું.
- બૈરુતના દક્ષિણ વિસ્તારોમાં ઈઝરાયલે હૂમલા કર્યા હતા.
- ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રીપોર્ટ અનુસાર ઈરાને ઈઝરાયલ પર એક વધુ બેલેસ્ટિક મિસાઈલથી હૂમલો કર્યો હતો. જે પછી પુરા યરુશલમમાં સાયરનનો અવાજ સંભળાયો હતો અને જોરદાર ધડાકાના અવાજ પણ સંભળાયા હતા.
- અલઝઝીરાના રીપોર્ટ અનુસાર તેહરાનમાં મોટા ઘડાકાના સમાચાર છે. યુએસ અને ઈઝરાયલના હૂમલા સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યા હતા. અડધી રાતે આ હૂમલા ફરીથી શરૂ કરાયા હતા.
- ઈરાનના બુકાન શહેર પર ભારે બોમ્બ ફેંકાયા હતા અને સરકારી ઈમારતોને નિશાન બનાવી હતી.
- ઈરાન પર હૂમલા રોકવા માટેનું બિલ અમેરિકી સેનેટમાં ફગાવી દેવાયું છે.
- મિડલ ઈસ્ટમાં યુદ્ધ થતાં ભારતની 180 ફ્લાઈટો કેન્સલ થઈ છે.
આ પણ વાંચો….
1 comment
Really informative