Mother of All Deals: ભારત અને EU વચ્ચે થનાર FTA થી ભારતને શું ફાયદો?

by Gujarati biz news
Mother of All Deals

નવી દિલ્હી- Mother of All Deals ભારત અને યુરોપિયન યુનિયનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની(FTA) જાહેરાત 27 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી(Free Trade Agreement) બન્ને દેશો બજારમાં પહોંચવું ખૂબ સરળ બનશે. યુરોપિયન યુનિયનની(European Union) વસ્તુઓ ભારતમાં ઓછા ટેરિફથી અથવા ટેરિફ વગર મળી શકશે. તેવી જ રીતે ભારત પણ યુરોપિયન યુનિયનની ચીજવસ્તુઓ ઓછા ટેરિફથી અથવા ટેરિફ વગર વેચી શકશે.

27 જાન્યુઆરીએ FTA થશે…

ભારત અને યુરોપિયન યુનિયન(European Union) વચ્ચે ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત થવા જઈ રહી છે. 27 જાન્યુઆરીએ તેના પર ફાઈનલ મહોર લાગી જશે. તેને મધર ઓફ ઑલ ડીલ(Mother of All Deals) કહેવાઈ રહી છે. જે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.

26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિતી

યુરોપિયન યુનિયનના(EU) ટોપ લીડર્સ 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જે પછી ફ્રી ટ્રેડ ડીલની(FTA) જાહેરાત થશે. યુરોપિયન યુનિયનના ટોપ અધિકારીઓ આજે 24 જાન્યુઆરીએ બપોરે ભારત આવી ગયા છે અને અન્ય કેટલાક અધિકારીઓ સાંજે આવશે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન(European Union President Ursula von der Leyen) આજે બપોરે નવી દિલ્હી આવ્યા છે. તેમજ આજે શનિવાર સાંજે વાગ્યે વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકર તેમની સાથે મુલાકાત કરશે.

ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ

યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન એ મંગળવારે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં કહ્યું હતું કે યુરોપિયન યુનિયન(European Union) ભારતની સાથે એક એવી ડીલ કરવા જઈ રહ્યું છે કે અત્યાર સુધીમાં કોઈપણ દેશમાં આવી ડીલ થઈ નહી હોય. તેમણે વધુમાં કહ્યું હતું કે તેનાથી 27 દેશોના આ સમુહને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ મળશે. તેમજ ભારતના વાણિજ્યપ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન સાથે વેપાર સમજૂતિ મધર ઓફ ઓલ ડીલ્સ(Mother of All Deals) કહેવાશે. તો આવો જાણીએ આ ડીલથી ભારતને શું ફાયદો થશે?

ભારતનો બિઝનેસ

ભારત અન યુરોપિયન યુનિયનની(European Union and India) વચ્ચે વર્ષ 2024-25માં અંદાજે 11.8 લાખ કરોડ રૂપિયા(ડૉલર 136.5 અબજ)નો વેપાર થયો હતો. જેમાં નિકાસ 75.8 ડૉલરની હતી અન આયાત 60.70 ડૉલરની હતી. પરંતુ હવે એફટીએ ડીલ થયા પછી ભારતની નિકાસમાં અનેકગણો વધારો થશે. સર્વિસ સેકટરથી લઈને મેન્યુફેકચરિંગમાં ભારતની વસ્તુઓની સંખ્યા યુરોપમાં વધશે.

20 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી

યુરોપમાં 450 મિલિયનથી વધુ લોકો રહે છે અન તે દુનિયાની 20 ટ્રિલિયન ડૉલરથી મોટી અર્થવ્યવસ્થાવાળું બજાર છે. FTA પછી ભારતને આ મોટા માર્કેટમાં ખૂબ ઓછા ટેરિફથી અથવા ટેરિફ વગર એન્ટ્રી મળી જશે. યુરોપિયન યુનિયન દુનિયાની સૌથી સૌથી મોટી ટ્રેડ બ્લોક્સમાંની એક મનાય છે.(Mother of All Deals) આ સમયમાં તેનો હિસ્સો બનીને ભારતને લાંબા સમય સુધી નિકાસ, રોકાણ અને બિઝનેસમાં સૌથી મોટો લાભ મળવાનો છે. એક અનુમાન અનુસાર આ ડીલ પછી ભારતનો યુરોપિયન યુનિયન સાથેનો બિઝનેસ 136 અબજ ડૉલરથી વધીને 200થી 250 અબજ ડૉલર થઈ શકે છે.

Mother of All Dealsભારતને અમેરિકાનો વિકલ્પ મળ્યો!

યુરોપ અને ભારત વચ્ચે આ ડીલ એવા સમયે થઈ રહી છે કે ટેરિફથી અમેરિકા બન્ને દેશોને ધમકાવી રહ્યા છે. આ ડીલ પછી બન્નેની અમેરિકા પરથી નિર્ભરતા ઘટી જશે. ભારતને અમેરિકા જેવા એક મોટા માર્કેટની શોધ હતી, હવે આ ડીલ પછી યુરોપનું મોટુ માર્કેટ મળી જશે. તેમજ યુરોપને ભારતને એક સપ્લાય ચેઈન મળી જશે. જે યુરોપ માટે સૌથી વધુ વિશ્વનીય હશે. તે ડીફેન્સ પ્રોડક્ટ્સ પણ ભારતથી આયાત કરી શકશે. તેમજ ભારતને યુરોપથી હાઈટેકનોલોજી અને મોટુ રોકાણ મળી શકે છે. આ FTA અમેરિકા માટે એક મોટા ઝટકા સમાન છે.

Mother of All Deals થી ભારતને થનાર ફાયદા

(1) નિકાસમાં વધારો થશે

યુરોપિયન યુનિયન દુનિયાનું સૌથી મોટુ ટ્રેડ બ્લોક છે. આ(Mother of All Deals) ડીલ પછી ભારતીય પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી ઓછી થશે અથવા સમાપ્ત થઈ જશે. એક રીપોર્ટ અનુસાર યુરોપ અમેરિકા પર નિર્ભરતા ખતમ કરવા માટે માટે ભારતના આર્મ્સ તરફ નજર દોડાવી રહ્યા છે. આ સંજોગોમાં ભારતના હથિયારોની સપ્લાય ભારત તરફથી વધી શકે છે. તેની સાથે ટેક્સસ્ટાઈલ, રેડીમેડ ગારમેન્ટ, ફાર્મા પ્રોડક્ટ્સ, ચામડા, બુટ-ચંપલ, જેમ્સ એન્ડ જ્વેલરી, આઈટી અને સર્વિસ સેકટરની જોડાયેલી ચીજવસ્તુઓની નિકાસને વેગ મળવાની ધારણા છે.

(2) મેક ઈન ઈન્ડિયાને બુસ્ટ મળશે

એફટીએ ડીલ થયા પછી ભારત અને યુરોપિયન યુનિયનને એવી ચીજવસ્તુઓ મોકલવામાં આવશે કે જે ભારતમાં બને છે. જેમાં ડીફેન્સ ઈક્વીપમેન્ટથી લઈને અન્ય મેન્યુફેકચરિંગ પ્રોડક્ટ્સ સામેલ છે. સાથે ઓછી પડતરથી રો મટિરિયલ યુરોપથી લાવી શકાશે. જેના પર ભારતમાં ઓછા ખર્ચે નિર્માણ થશે. મોટાપાયે રોકાણ ભારતમાં આવશે. નવી ફેક્ટરી ખૂલશે અને ટેકનોલોજી ટ્રાન્સફર પણ સરળ થશે.

(3) નવી નોકરીઓનું સર્જન થશે

આ FTA ડીલથી એવી આશા છે કે મેન્યુફેક્ચરિંગ, આઈટી અને ડિજિટલ સર્વિસ, લોજિસ્ટિક્સ અને MSME સેકટરમાં લાખો સીધી રીતે કે આડકતરી રીતે રોજગારીનો અવસર મળશે. જેનાથી ખૂબ મોટી સંખ્યામાં નવી નોકરીઓનું સર્જન થશે.

(4) ભારતીય કંપનીઓનો યુરોપમાં પ્રવેશ

એફટીએ ડીલ પછી નોન ટેરિફ બેરિયર ઘટી જશે. જેનાથી વધુમાં વધુ કંપનીઓ યુરોપમાં પોતાનો બિઝનેસ વિસ્તરણ કરી શકે છે. સાથે ભારતીય પ્રોફેશનલ્સને યુરોપમાં કામ કરવાની વધુ મોટી તક મળશે.

Top Trending Video News

Gold Silver Market: ગોલ્ડ 5000 ડૉલરની નજીક, સિલ્વર 100 ડૉલરને પાર! બેકાબૂ તેજી ક્યાં અટકશે?

(5) ચીન પરની નિર્ભરતા ઘટશે

ભારત લાંબા સમયથી ચીનનો વિકલ્પ શોધી રહ્યું હતું. યુરોપની ડીલ પછી ભારતનું આ સ્વપ્ન પૂર્ણ થશે. ભારત માટે યુરોપ એક ભરોસાપાત્ર સપ્લાય ચેઈન પાર્ટનર બની શકે છે. તેમજ ઘણી બધી ચીજવસ્તુઓ પર ચીનની નિર્ભરતા ઓછી થશે. સાથે ઈલેક્ટ્રીક વ્હીકલ, રિન્યૂએબલ એનર્જિ અને ગ્રીન હાઈડ્રોજન માટે નવું ફંડ મળી શકશે.

(6) યુરોપિયન રોકાણથી ભારતીય કંપનીઓને ફાયદો

યુરોપ મોટાપાયે અમેરિકાને ફંડ આપે છે. પણ હવે અમેરિકા એટલી ઝડપથી ગ્રો કરનારી ઈકોનોમી રહી નથી. અને વારંવાર અમેરિકાના પ્રેશરને કારણે યુરોપને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ભારત યુરોપ માટે મોટુ માર્કેટ બની શકે છે. જેથી યુરોપ ભારત પર વિશ્વાસ કરીને રોકાણ કરી શકે છે. કારણ કે ભારતની ઈકોનોમી હાલમાં દુનિયાની સૌથી ઝડપથી ગ્રો કરતી ઈકોનોમી છે. યુરોપિયન(EU India FTA) રોકાણથી ભારતના સ્ટાર્ટઅપ્સને ફાયદો થશે.

You will also like

Leave a Comment