Painting Exhibition in Ahmedabad: દૈવી ઉર્જા અને સ્ત્રીત્વ આધારિત ફલક અંતાણીનું પ્રથમ સ્વતંત્ર ચિત્ર પ્રદર્શન

by Gujarati biz news
Painting Exhibition in Ahmedabad

અમદાવાદ- Painting exhibition in Ahmedabad સ્ત્રી શક્તિને અર્ઘ્ય સમાન ચોટર પ્રદર્શન “ચિત્રોક્તિ” કનોરીયા સેન્ટર ફોર આર્ટસ, અમદાવાદની ઊર્મિલા આર્ટ ગેલેરી ખાતે 13 માર્ચ, 2026ના રોજ શરૂ થયું છે. જે પ્રદર્શન તારીખ 14  અને 15 માર્ચ, 2026 દરમિયાન ખુલ્લું રહેશે.

ફલક અંતાણીનું પ્રથમ ચિત્ર પ્રદર્શન

અંગ્રેજી સાહિત્ય અને ફાઇન આર્ટ્સના સ્નાતક ફલક અંતાણીનું(Falak Antani) આ પ્રથમ સોલો ( સ્વતંત્ર) ચિત્ર પ્રદર્શન છે.(Painting Exhibition in Ahmedabad) લેખક  જય વસાવડા, વરીષ્ઠ ચિત્રકાર વૃંદાવન સોલંકી, લોક સાહિત્યવિદ યોગેશ ગઢવી અને કલાગુરુ કનુ પટેલ દ્વારા અનેક કલા રસિકોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું.(Falak Antani’s first independent painting exhibition based on divine energy and femininity)

કલા માત્ર સર્જાતી નથી, જીવાતી હોય છે

આ પ્રદર્શનના વિષય અંગે વાત કરતાં ફલક અંતાણી જણાવ્યું હતું કે, “ચિત્રોક્તિ આંતરિક યાત્રા અને જીવનના અનુભવોનું એક કલાત્મક પ્રતિબિંબ છે. મારા પિતા દીપક અંતાણીના નાટક અને ફિલ્મના વ્યવસાયને કારણે બાળપણથી જ વાર્તાઓ, અભિનય અને ભાવનાઓના આ પરિચયે માનવીય અભિવ્યક્તિ પ્રત્યેની મારી સંવેદનશીલતા અને કલાત્મક સમજણને પોષી છે. આ અનુભવોથી મને નાની  વયે જ સમજાઈ ગયું હતું કે – કલા માત્ર સર્જાતી નથી પણ જીવાતી હોય છે.

નવી ઉર્જાનો સ્ત્રોત

પ્રકૃતિ પણ મારી સર્જન પ્રક્રિયાનો આધાર અને નવી ઊર્જાનું સ્ત્રોત રહી છે. પ્રકૃતિના શાંત, સ્થિર અને નિતાંત સૌંદર્યમાં હું મારી માતાના અડીખમ સહકાર અને હૂંફાળી ઉપસ્થિતિના પ્રતિધ્વનિ અનુભવું છું કઠિન સંઘર્ષો સામે પણ શક્તિ, કરુણા અને સતત વહેતા પ્રેમનું એવું શક્તિશાળી સ્ત્રોત, જે મારી જિંદગી અને મારી કલામાં સહજ રીતે વહે છે.

દૈવી સ્વરૂપનો રંગ અને આાકાર

Painting Exhibition in Ahmedabad આપણી અંદર અને સમગ્ર બ્રહ્માંડમાં ઉપસ્થિત સર્જન, વિસર્જન અને સંવર્ધનની શક્તિ એટલે સ્ત્રી ઉર્જા. જેને આપણે દેવી કે માતાના વિવિધ સ્વરૂપે પુંજી છીએ. આ સ્વરૂપોના માનવીય આકારની કલ્પનાને બદલે તંત્ર શાસ્ત્રમાં આ ત્રણ ઊર્જાના સંયોજનને નીચે તરફના ત્રિકોણીય ( યોનિ )  સ્વરૂપે આલકહય છે તે અને શંખ, પદ્મ, શસ્ત્ર વગેરે પ્રતિકોને આધ્યાત્મિક ઉર્જા ચક્રોના રંગ તરંગો સાથે સાંકળીને મારી આંતરિક સ્ફુરણાએ મને જે પ્રેરિત કર્યું એ પ્રસ્તુત કરતી આ ચિત્રમાળા મારા માટે આ દૈવી સ્વરૂપનો રંગ અને આકારો દ્વારા અભિવ્યક્ત કરેલી સ્તુતિ છે, પ્રાર્થના છે. 

દ્રૌપદીના ચિત્રો

આ ચિત્રમાળા માં આ ઉપરાંત ‘મહાભારત’ સાથે સંકળાયેલ સ્ત્રી પાત્ર દ્રૌપદી અને અન્ય ચિત્રો પણ મૂકવામાં આવ્યાં છે. ભારતીય સાહિત્ય અને પુરાણકથાઓ મારા સર્જન માટે સતત પ્રેરણાનું સ્રોત રહ્યા છે. સર્વવ્યાપી સત્યને સ્પર્શતી આ શાશ્વત વાર્તાઓ મને અસ્મિતા, વજૂદ, શક્તિ અને આંતરિક રૂપાંતરણ જેવા વિષયો તરફ પ્રેરિત કરે છે. 

કલાગુરુનું માર્ગદર્શન

હું, મારી જાતને ભાગ્યશાળી માનું છું કે,  મને કલાગુરુ કનુ પટેલ સાહેબના સ્નેહભર્યા માર્ગદર્શન અને પ્રોત્સાહનનું સાનિધ્ય સાંપડ્યું. એમણે મારા અંતરમાં રહેલા કલાકારને શ્રધ્ધા અને આત્મવિશ્વાસનું પોષણ પૂરું પાડીને મારી સર્જનયાત્રાને અર્થપૂર્ણ ગતિ આપી છે. મારા માટે સ્ત્રીશક્તિ માત્ર કોઈ આકાર કે વિચાર નથી, પરંતુ અનુભવી શકાય તેવી જીવંત ઉપસ્થિતિ છે.  હું માત્ર દેખાય એ ચિત્રિત નથી કરતી, પણ લાગણીઓ, સ્મૃતિઓ અને આત્મિક ઊર્જાના સૂક્ષ્મ પ્રવાહોની અનુભૂતિ અને પવિત્ર સ્ત્રીશક્તિ સાથેની સંવાદયાત્રા છે. 

ચિત્રોક્તિ એક પ્રતિબિંબ

Painting Exhibition in Ahmedabad ચિત્ર – ઉક્તિ એટલે કૈંક બોલતાં – કૈંક કહેતાં  ચિત્રોના આ  કેનવાસ દ્વારા દર્શકને થોડી ક્ષણ થંભી જવા, અનુભવવા અને પોતાના અંતરમાં વસતી દૈવી સ્ત્રીશક્તિ સાથે ફરી જોડાવાનું  આમંત્રણ આપવાનો પ્રયાસ છે.  આજે જ્યારે શક્તિ અને કરુણાની સમતુલા અત્યંત જરૂરી બની છે, ત્યારે ચિત્રોક્તિ એક પ્રતિબિંબ પણ છે અને એક સ્મરણ પણ કે સ્ત્રીત્વ નાજુક કે કોમળ નથી, તે સર્જન અને અસ્તિત્વનો મૂળ આધાર છે.”

આવો પધારો….

19 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. તો તે અગાઉ દૈવી શક્તિના ચિત્રો દ્વારા માણવાની ઉત્તમ તક છે, તો રાહ કોની જૂઓ છો… આવો ચિત્ર પ્રદર્શન નિહાળીને ફલક અંતાણીને(Falak Antani) પ્રોત્સાહન પુરુ પાડીયે. આ ચિત્ર પ્રદર્શન “ચિત્રોક્તિ” કનોરીયા સેન્ટર ફોર આર્ટસ, અમદાવાદની ઊર્મિલા આર્ટ ગેલેરીમાં નિહાળી શકાશે. 

આ પણ વાંચો….

Papmochani Ekadashi 2026: પાપમોચની એકાદશી 14 કે 15 માર્ચે, જાણો અગિયારસનું મહત્ત્વ

You will also like

Leave a Comment