રાજકોટ- PM Modi to visit Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટ આવી રહ્યા છે, તેવી સત્તાવાર જાહેરાત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી હતી. ગુજરાત રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના(Gujarat CM Bhupendra Patel) માર્ગદર્શન મુજબ આજે સોમવારે રાજકોટમાં(Rajkot) સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી.
રાજકોટ ગુજરાતનું ગ્રોથ એન્જિન
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Deputy Chief Minister Harsh Sanghvi) રાજકોટમાં જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે તે માટે, રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું(Vibrant Gujarat Regional Conference in Rajkot) આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હતું.
મારવાડી યુનિવર્સિટીમાં કોન્ફરન્સ
તેમણે કહ્યું હતું કે,(PM Modi to visit Gujarat) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 11 જાન્યુઆરી, 2026એ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે.(PM Narendra Modi) આ કોન્ફરન્સ તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
બેઠકનું આયોજન
રાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઈ શકે અને વેપારીઓ, ઉદ્યોગકારો, ઉત્પાદકો વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આજે તેઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોત્સાહક સહાયનું વિતરણ
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના 10,435 ઉદ્યોગકારોને રૂપિયા 956.51 કરોડની પ્રોત્સાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના 137 ઉદ્યોગકારોને કુલ રૂપિયા 661.73 કરોડની રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કાર્ય કરવામાં આવે છે.(PM Modi to visit Gujarat)
Top Trending News
Stock Market India: ત્રણ દિવસની તેજીને બ્રેક, શેરબજારમાં નફારૂપી વેચવાલી કેમ આવી?
વધુ રોકાણ લાવવામાં સફળતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના(PM Narendra Modi) નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. આગામી દિવસોમાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌ નાગરિકોના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
અર્થવ્યવસ્થામાં મહત્ત્વનું યોગદાન
જ્યારે પ્રભારી પ્રધાન જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, ઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે, ઉદ્યોગકારોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્નનો તાત્કાલિક રાજ્યસ્તરેથી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી.