RBI MPC 2026: રીઝર્વ બેંકે રેપો રેટ યથાવત રાખ્યો, ગ્રોથનું અનુમાન વધાર્યું

by Gujarati biz news
RBI MPC 2026

અમદાવાદ- RBI MPC 2026 રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પૉલીસીની જાહેરાત કરી છે. જેમાં રેપો રેટમાં(Repo Rate 2026) કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવા 2026ના વર્ષમાં પહેલી એમપીસીની બેઠકમાં રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખ્યો છે. એમપીસીની બેઠક આજે 6 ફેબ્રુઆરી, 2026એ પુરી થઈ હતી. દર બે મહિને મળતાં એમપીસીની બેઠક 4 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. ડીસેમ્બર 2025માં થયેલી એમપીસીની બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 5.25 ટકા કર્યો હતો. નાણાકીય વર્ષ 2026 માટે ગ્રોથનુ(GDP Growth 2026) અનુમાન વધારીને 7.4 ટકા કર્યું છે.

EMI માં કોઈ ફેરફાર નહી થાય

માઈક્રોઈકોનોમીક સ્થિતી અને વૈશ્વિક પરિસ્થિતીઓ પર નજર કરીએ તો આ વર્ષે પહેલી બેઠકમાં રેપો રેટ(Repo Rate 2026) 5.25 ટકા સ્થિર રખાયો છે. આમ રેપો રેટમાં કોઈજ ફેરફાર ન કરતાં હવે હોમ લોન, વ્હીકલ લોન અને કમર્શિયલ લોન, પર્સનલ લોનના વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર થશે નહી, અને તમારો ઈએમઆઈ(EMI) યથાવત રહેશે.

એવરેજ લેન્ડિંગ રેટ ઘટ્યો

આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ(RBI Governor Sanjay Malhotra) જણાવ્યું હતું કે ડીસેમ્બર 2025ના કરેલ રેટ કટની અસર બેંક લેન્ડિંગ રેટ પર વધુ અસર થઈ છે. કુલ 125 બેસીસ પોઈન્ટના ઘટાડાની સરખામણીએ શેડ્યુલ્ડ કમર્શિયલ બેંકોનું વેટેડ એવરેજ લેન્ડિંગ રેટ 1105 બેસીસ પોઈન્ટ ઘટી ગયું હતું. વ્યાજ દરની અસર 94 બેસીસ પોઈન્ટ રહી હતી.

લિક્વિડિટીમાં સુધારો

ગવર્નર સંજય મલ્હોત્રાએ વધુમાં કહ્યું હતું કે લિક્વિડિટીમાં સુધારો થયો છે. આરબીઆઈના પગલાથી સીસ્ટમમાં હવે અંદાજે 2 લાખ કરોડ રૂપિયાની લિક્વિડીટી છે. સેન્ટ્રલ બેંકને નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ માટે શાખા ખોલવાના નિયમોને સરળ બનાવવાની દરખાસ્ત છે. તે ઉપરાંત અગ્રણી બેંક આંકડાને વધુ સારું મેનેજમેન્ કરી શકે તે માટે એક ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવાનો પ્રસ્તાવ છે.

વિદેશી હૂંડિયામણ અનામત

આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે વિદેશી હૂંડિયામણ અનામત જાન્યુઆરીના અંત સુધીમાં 723.8 અબજ અમેરિકી ડૉલરની સાથે મજબૂત સ્થિતીમાં છે. બેંકોમાં રોકડ દૈનિક સરેરાશ આધાર પર 75,000 કરોડ રૂપિયા છે. તેમણે જણાવ્યું કે આરબીઆઈએ ડિસેમ્બર-જાન્યુઆરીમાં રોકડ વધારવા માટે અનેક પગલા લીધા છે.

શહેરી ક્ષેત્રોમાં ડિમાન્ડમાં વૃદ્ધિ

સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે કંપનીઓ વધુ સારુ પ્રદર્શન અને અસંગઠિત ક્ષેત્રોમાં સતત ગતિએ મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં વધુ પ્રોત્સાહન મળશે. ગ્રામીણ ક્ષેત્રોમાં માંગ સ્થિર બનેલી છે. શહેરી ક્ષેત્રોમાં વેચાણ વધવાની સાથે વૃદ્ધિ થવાની સંભાવના છે. તેમજ ભારત અને યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડીલ અન અમેરિકા સાથે થયેલ ટ્રેડ ડીલને કારણે નિકાસની ગતિ વધુ ઝડપી બનશે.

મોંઘવારી દર 2.1 ટકાનું અનુમાન

કીમતી ધાતુઓમાં ભારે વધઘટ હોવા છતાં કોર મોંઘવારીનો દર સ્થિર રહ્યો છે અને આગામી દિવસોમાં પણ સ્થિર રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2026માં મોંઘવારી દર 2.1 ટકા રહેવાનું અનુમાન છે.

જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે આખા વર્ષનો જીડીપી ગ્રોથનું પ્રોજેક્શનને એપ્રિલની મોનેટરી પૉલીસી સુધી ટાળી દીધું છે. સેન્ટ્રલ બેંક નવો જીડીપી ગ્રોથની સીરીઝ જાહેર કરશે, પછી તેઓ અનુમાન આપશે. તેની સાથે આરબીઆઈએ નજીકના સમયગાળા માટે પ્રોજેક્શનને રિવાઈઝ કર્યું છે. કવાર્ટર વન માટે રિયલ જીડીપી ગ્રોથ 6.9 ટકા અને કવાર્ટર ટુ માટે 7 ટકા સુધી વધારવામાં આવ્યો છે.

હવે પછી એમપીસીની બેઠક

આરબીઆઈની આગામી એમપીસીની બેઠક હવે 6-8 એપ્રિલના રોજ યોજાશે અને તેની જાહેરાત 8 એપ્રિલે થશે.

You will also like

Leave a Comment