મુંબઈ-Reliance Jio IPO ટેલિકોમ કંપની જિઓ પ્લેટફોર્મ લિમિટેડની વેલ્યૂએશન 170 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે. ઓગસ્ટમાં રિલાયન્સ ઈન્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જિઓની લિસ્ટિંગ 2026ના પ્રથમ છ મહિનામાં થઈ શકે છે. જેથી 2026ના પ્રથમ છ મહિનામાં જિઓ આઈપીઓ લઈને મૂડીબજારમાં પ્રવેશ કરશે.(Reliance Ind. LTD)
ભારતની મોટી કંપનીઓમાં સામેલ થશે
મુકેશ અંબાણીની(Mukesh Ambani) ટેલિકોમ કંપની જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડ(Jio Platforms Limited) ની વેલ્યૂએશન 170 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે. રોકાણકાર બેંકરોનું માનવું છે કે કંપનીની સંભવિત વેલ્યૂએશન તેને ભારતની સૌથી મોટી બે અથવા ત્રણ કંપનીઓમાં સામેલ કરી શકે છે.
રેકોર્ડ વેલ્યૂએશનનો અંદાજ
કંપનીનું આ વેલ્યૂએશન ભારતી એરટેલ જેવી કંપની કરતાં પણ વધારે છે. એરટેલનું હાલનું વેલ્યૂએશન અંદાજે 12.7 લાખ કરોડ રૂપિયા(143 અબજ ડૉલર) છે. જ્યારે(Reliance Jio IPO) જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડનો આઈપીઓ 2026ના પ્રથમ છ મહિનામાં આવી જશે. 2006 પછી રિલાયન્સ સાથે સંકળાયેલ કોઈ મોટા યુનિટનો આ પહેલો જાહેર આઈપીઓ હશે.
વેલ્યૂએશનની દરખાસ્ત
બ્લૂમબર્ગના અનુસાર જિઓ માટે રોકાણકાર બેંકરોએ 130 અબજ ડૉલરથી લઈને 170 અબજ ડૉલર સુધીનું વેલ્યૂએશનની દરખાસ્ત કરી છે. જો કે હાલ ચર્ચા ચાલી રહી છે પણ હજી સુધી તે અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
ઈક્વિટી વેલ્યૂ અપગ્રેડ
તેની પહેલા આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝએ સપ્ટેમ્બરમાં(Reliance Jio IPO) જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડના ઈક્વિટી વેલ્યૂને અપગ્રેડ કરીને 148 અબજ અમેરિકી ડૉલર કરી દીધી હતી.
મુકેશ અંબાણીનો સંકેત
ઓગસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું હતું કે જિઓની લિસ્ટિંગ 2026ના પ્રથમ છ મહિનામાં કરાવી શકાય છે.(Reliance Jio IPO) 2019થી અંબાણી જિઓમા સંભવિત આઈપીઓની વાત કરી રહ્યા છે. પણ આ વખતે તેમણે એજીએમમાં કહ્યું છે એટલે મોટાભાગે નવા વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં જ આઈપીઓ લાવવાની તૈયારીઓ શરૂ કરી દેશે.
Most Watched Video News
World Stock Market: એવું તો શું થયું કે વૈશ્વિક સ્ટોક માર્કેટમાં હાહાકાર મચી ગયો?
જિઓમાં કોનું છે 10 અબજ ડૉલરનું રોકાણ
મેટા પ્લેટફોર્મ્સ(ફેસબૂક) અને અલ્ફાબેટ(ગૂગલ) જેવી કંપનીઓઓ 2020માં જિઓમાં 10 અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે. જિઓ પાસે સપ્ટેમ્બર સુધીના અંત સુધી 50.6 કરોડ ગ્રાહકો હતા અને પ્રતિ ગ્રાહક સરેરાશ આવક(ARPU) રૂપિયા 211.40 હતી. રિલાયન્સ તરફથી આ મામલે કોઈ સત્તાવાર રીત ટિપ્પણી આવી નથી.
(નોંધઃ આ સમાચાર માત્ર જાણકારી માટે છે. કોઈપણ રોકાણ માટેની સલાહ માની લેવી નહી.)