નવી દિલ્હી- Salary hike in 2026 ભારતમાં ખાનગી કંપનીઓમાં નોકરી કરનાર માટે સારા સમાચાર છે. દેશમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના સરેરાશ વેતનમાં(પગાર) આગામી વર્ષ 2026માં અંદાજે 9 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ દરમિયાન કંપનીઓ બોનસ, કૌશલ અને કામ કરવાના દેખાવને વધુ મહત્ત્વ આપશે. જાહેર થયેલ એક રીપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.(Report of salary hike for private sector employees)
પગાર વધારા માટે નવી વ્યવસ્થા
વૈશ્વિક સલાહકાર કંપની મર્સરની વેતન સર્વેક્ષણ રીપોર્ટ 2026 અનુસાર કંપનીઓ હવે પગાર અને લાભ માટે એવી વ્યવસ્થા બનાવી રહી છે કે કર્મચારીઓ ફકત પૈસા નહી પણ કરિયરમાં આગળ વધવાની સાથે અને નવા અને બેસ્ટ કામકાજનો અનુભવ પણ મળે.
1500થી વધુ કંપનીઓનો સર્વે
રીપોર્ટમાં કહેવાયું છે કે(Salary hike in 2026) વેતનમાં વધારાના નિર્ણયમાં કર્મચારીઓનું વ્યક્તિગત પ્રદર્શન, મોંઘવારીની અસર અને નોકરી બજારમાં હરિફાઈની સ્થિતિ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સર્વેક્ષણમાં 1500થી વધુ કંપનીઓ અને 8,000થી વધુ પદોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
યોગ્ય કૌશલ ધરાવતાં કર્મચારીઓ
રીપોર્ટ અનુસાર હવે કર્મચારીના કામના દેખાવ સાથે બોનસ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. સાથે કંપનીઓ કૌશલ પર આધારિત કામકાજ તરફ આગળ વધી રહી છે. જેથી જરૂરી અને યોગ્ય કૌશલવાળા કર્મચારીઓની યોગ્ય ઓળખ કરીને તે કંપનીને ફાયદો પણ કરાવી શકે અને કંપની તે કર્મચારીને યોગ્ય વેતન વધારો પણ આપી શકે.(Salary hike in 2026)
વેતન વૃદ્ધિની યોજના
મર્સરના સલાહકાર પ્રમુખે કહ્યું છે કે સર્વેક્ષણથી ખબર પડે છે કે ભારતમાં કંપનીઓની નજર પડતર કોસ્ટ અને સારી પ્રતિભાઓને પોતાની સાથે બનાવી રાખવાની વચ્ચે વેતન વૃદ્ધિની યોજના પર ટકેલી હોય છે.
Most Watched Video News
કયા ક્ષેત્રમાં સૌથી વધુ પગાર વધશે?
વર્ષ 2026માં(Salary hike in 2026) સૌથી વધારે વેતન વૃદ્ધિ ઉચ્ચ ટેકનોલોજીવાળા ક્ષેત્રમાં અને વાહન ઉદ્યોગમાં થવાની ધારણા છે. તે દરમિયાન ઉચ્ચ ટેકનોલોજી સેકટરમાં વેચન 9.3 ટકા વધવાની સંભાવના છે. જ્યારે વાહન ઉદ્યોગમાં વેતન 9.5 ટકા વધી શકે છે. તેમજ ઈન્ફર્મેશન ટેકનોલોજી(આઈટી), આઈટી સાથે જોડાયેલી સેવાઓ, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોના કર્મચારી સુવિધાઓ અને ખુશ રહેવાના મામલામાં સૌથી આગળ છે.
નવો લેબર કોડ
ડિજિટલ ફેરફાર, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ(એઆઈ) અને ઉત્પાદકતાની વધતી જરૂરિયાતોને લઈને કર્મચારીઓના કૌશલ આધારિત ચુકવણીની પદ્ધતિ વધુ રહી છે. રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે નવા લેબર કોડ લાગુ થવાથી સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ મજબૂત થશે.