Share Market Crash: શેરબજારના સેન્સેક્સમાં 1122 પોઈન્ટનો ઘટાડો, નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવ્યું

by Gujarati biz news
Share Market Crash

અમદાવાદ- Share Market Crash શેરબજારમાં નવો કડાકો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1122 પોઈન્ટ તૂટી 79,116 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 385 પોઈન્ટ તૂટી 24,480 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1084 પોઈન્ટ તૂટી 58,755 બંધ થયો હતો. જો કે નીચા લેવલ પર વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. તેમ છતાં રોકાણકારોના 9.28 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. શેરબજાર(Stock Market India) તૂટવા પાછળ ચાર કારણ હતા. મિડલ ઈસ્ટ યુદ્ધનું લેટેસ્ટ અપડેટ જાણીશું, શેરબજાર કેટલું ઘટી શકે છે? અને ક્રૂડના ભાવ ઘટતા અટકશે?

જૂઓ વીડિયો…..

સેન્સક્સ 1122 પોઈન્ટ તૂટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 78,528ના ભારે નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ તૂટી 78,443 થઈ અને ત્યાં નવી ખરીદી નીકળતાં વધી 80,238 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 79,116.19 બંધ રહ્યો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1122.66નું ગાબડુ દર્શાવે છે.

નિફ્ટી 385 પોઈન્ટ ગબડ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,388ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, અને વધુ ઘટી 24,305 થઈ અને ત્યાં નવું વેલ્યૂ બાઈંગ નીકળતાં સુધરી 24,602 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,480.50 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 385.20નો કડાકો બોલી ગયો હતો.

શેરબજાર ખૂલતાનું લાઈવ અપડેટ

Share Market Crash શેરબજારમાં આજે બુધવારે વધુ કડાકો બોલી ગયો છે. શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. બીએસઈ સેન્સેક્સમાં(BSE Sensex) 1700 પોઈન્ટથી વધુનો નવો કડાકો બોલી ગયો હતો. તેમજ એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) પણ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1098 પોઈન્ટ ગબડી ગયો હતો. શેરબજારમાં(Stock Market India) નવો કડાકો બોલી જતાં ભારે ગભરાટ છવાયો હતો. આજે નવા કડાકાને પગલે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 10 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

મીડકેપ અને સ્મોલકેપ તૂટ્યા

Share Market Crash સેન્સેક્સ(BSE Sensex) વધુ ઝડપથી તૂટીને 78,480.63ની લો બનાવી હતી. તેમજ નિફ્ટી ઈન્ડેક્સે(NSE Nifty) 24,334ની લો બનાવી હતી. નિફ્ટી મીડકેપ100 ઈન્ડેક્સ(Midcap Index) વધુ 1181 પોઈન્ટ(2.03 ટકા) તૂટ્યો છે. અને નિફ્ટી સ્મોલકેપ100 ઈન્ડેક્સ(SmallCap Index) 373 પોઈન્ટ(2,25 ટકા) ગબડ્યો છે.

મિડલ ઈસ્ટ યુદ્ધ વધુ વકર્યું

Middle East War ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હૂમલો કર્યા પછી ઈરાને પણ વળતો પ્રહાર કર્યો હતો. ત્યાર પછી હવે આ યુદ્ધ ત્રણ દેશો વચ્ચે રહ્યું નથી. આ યુદ્ધ હવે 14 દેશો વચ્ચે શરૂ થઈ ગયું છે. ઈરાને મિડલ ઈસ્ટના 14  દેશો પર હવાઈ હૂમલા કરીને નુકસાન પહોંચાડ્યું છે. આ યુદ્ધ મિડલ ઈસ્ટ યુદ્ધ બન્યું છે. હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. તેમજ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો એશિયાઈ દેશોમાં ઓઈલની ખૂબ મોટી અછત સર્જાશે. ક્રૂડના ભાવ વધુ ઉછળશે તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધુ ઊછળશે. આમ મોંધવારી વધે તેવા ભણકારા જોવાઈ રહ્યા છે.

વિશ્વના સ્ટોક માર્કેટમાં સોંપો 

આ બધી ચિંતાઓને લઈને ભારતીય શેરબજાર(Share Market Crash) સહિત વિશ્વના સ્ટોક માર્કેટમાં સોંપો પડી ગયો છે. સતત ત્રીજા દિવસે શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલીથી નવો કડાકો બોલી ગયો છે.

રૂપિયો તૂટીને રેકોર્ડ લો લેવલ પર

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 92.02ના રેકોર્ડ નીચલા સ્તર પર ખૂલ્યો હતો. જે સોમવારે 91.47 પર બંધ હતો.

અમેરિકન સ્ટોક માર્કેટ ગબડ્યું

ગત મોડી રાતે યુએસનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ 403 પોઈન્ટ તૂટી 48,501 બંધ રહ્યો હતો. તેમજ નેસ્ડેક ઈન્ડેક્સ 229 પોઈન્ટ ગબડીને 22,519 બંધ રહ્યો હતો.(Share Market Crash) આમ અમેરિકાના સ્ટોક માર્કેટના વધુ કડાકા પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ વધુ તૂટ્યા હતા. આજે સતત ત્રીજા દિવસે એશિયાઈ સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો હતો.

ત્રીજા દિવસે એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટ્યું

એશિયાઈ સ્ટોક માર્કેટમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 2211 પોઈન્ટના(3.93 ટકા)ના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 729પોઈન્ટ(2.83 ટકા) તૂટ્યો હતો. તાઈવાનનો તેઈપેઈ ઈન્ડેક્સ 1313 પોઈન્ટ(3.70 ટકા) ગબડ્યો હતો. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 455 પોઈન્ટ(7.86 ટકા) તૂટ્યો હતો. થાઈલેન્ડનો એસઈટી કમ્પોઝિટ ઈન્ડેક્સ 85 પોઈન્ટ(6.18 ટકા) અને જાકાર્તાનો ઈન્ડેક્સ 219 પોઈન્ટ(2.81 ટકા) અને ચાઈનાના શાંઘાઈ ઈન્ડેક્સ 59 પોઈન્ટ(1.43 ટકા) તૂટ્યા હતા. ગઈકાલે મંગળવારે યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ 3 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો.

એફઆઈઆઈ નેટ સેલર

એફઆઈઆએ 2 માર્ચ, 2026ના રોજ રૂપિયા 3295 કરોડનું નેટ સેલ કર્યું હતું. તો સામે ડીઆઈઆઈએ રૂપિયા 8593 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

ખાડી રસ્તો બંધ થતાં ક્રૂડમાં ભડકો

ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાડીને બંધ કરી છે, અને ખાડીમાં ઉભા રહેલા ઓઈલ ટેન્કર પર આગ લગાવી છે. તેમજ 700 ઓઈલ ટેન્કર ફસાયા છે. જે સમાચારને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ વધુ ઝડપથી ઉછળી 82.27 ડૉલર અને ક્રૂડ ઓઈલ 75.04 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.

You will also like

Leave a Comment