Shivalik ship in Gujarat: ઈરાનથી આવેલ શિવાલિક જહાજની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થઈ

by Gujarati biz news
Shivalik ship in Gujarat

ગાંધીનગર- Shivalik ship in Gujarat વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી અશાંતિ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ રાજદ્વારી પ્રયાસોને કારણે LPGનો જથ્થો લઈને ભારતનું ‘શિવાલિક’ જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું છે. આ મહત્વપૂર્ણ સફળતા અંગે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી.(Shivalik ship from Iran’s Strait of Hormuz at Mundra Port)

ગૃહમાં જીતુ વાઘાણીએ માહિતી આપી

વિધાનસભા ગૃહમાં સંબોધન કરતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ઈરાન, ઇઝરાયેલ અને અન્ય દેશો વચ્ચે જે પ્રકારનું સંકટ ઘેરાયેલું છે અને યુદ્ધનું વાતાવરણ છે, તેવા સમયે ભારતનું LPG ગેસ ભરેલું શિવાલિક જહાજ ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઈને મુંદ્રા બંદરે ગુજરાતની ધરતી પર આવી પહોંચ્યું છે.(Shivalik ship in Gujaratઃ આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું છે અને આવતીકાલે ગુજરાતના વાડીનાર બંદરે પહોંચશે.

ડિપ્લોમેટીક સંબધોનું પરિણામ

વધુમાં જીત વાઘાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ડિપ્લોમેટીક રીતે ભારત આજે વિશ્વમાં એક અલગ ઊંચાઈ પર પહોંચ્યું છે. આ ડિપ્લોમેટીક સંબંધોના પરિણામે જ યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે ભારતના જહાજ સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે.(Shivalik ship in Gujarat)

ભારતીય વિદ્યાર્થીઓ સલામત

તેમણે રશિયા-યુક્રેન યુદ્ધના સમયને યાદ કરતા કહ્યું કે, તે સમયે વડાપ્રધાનના પ્રયાસોથી રશિયા અને યુક્રેનમાંથી યુદ્ધ રોકીને જે રીતે ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, તેવી જ કુશળતા આજે ફરી એકવાર જોવા મળી રહી છે. આ ‘નવું ભારત’ છે જેની તાકાત સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.

ગૌરવની લાગણી

જીતુ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની આ નીતિ અને ડિપ્લોમેટીક સફળતાને આપણે વધાવવી જોઈએ. તેમણે વિધાનસભા ગૃહના માધ્યમથી ગુજરાતની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

20 હજાર મેટ્રીક ટન મુંદ્રામાં એલપીજી ખાલી થશે

વધુ જાણકારી મળ્યા મુજબ દેશભરમાં એલપીજીના સંકટ વચ્ચે(Shivalik ship in Gujarat) ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી  44 હજાર મેટ્રિક ટન એલપીજી લઈને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. જાણવા મળ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું આ જહાજ આઈઓસીએલ માટે એલપીજી લઈને આવ્યું છે. 20 હજાર મેટ્રીક ટન એલપીજી મુંદ્રા પર ખાલી કરવામાં આવશે, જેના માટે અંદાજે 24 કલાક લાગશે. બાકીના 24 હજાર મેટ્રીક ટન એલપીજી લઈને જહાજ મેંગલૌર માટે રવાના થઈ જશે.

You will also like

Leave a Comment