Gujarat in Startup Rankings: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ બન્યું

by Gujarati biz news
Gujarat in Startup Rankings

ગાંધીનગર- Gujarat in Startup Rankings ગુજરાત સરકારની ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી નીતિઓના પરિણામે ગુજરાતને નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’નો દરજ્જો મળ્યો છે. આ એવોર્ડ વર્ષ 2024માં સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યો છે.

ચાર વાર “બેસ્ટ પરફોર્મર સ્ટેટ”

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે શુક્રવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,  આ અગાઉ પણ ગુજરાતને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT), ભારત સરકાર દ્વારા આયોજિત(Gujarat in Startup Rankings) સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ 2018, 2019, 2020 અને 2022 માટે એમ કુલ ચાર વાર “બેસ્ટ પરફોર્મર સ્ટેટ” તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે.

વહીવટી તંત્રને અભિનંદન

આજે એ જ અનુક્રમને જાળવી રાખતા ગુજરાતે ફરી એકવાર વર્ષ 2024ના ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની માન્યતા પ્રાપ્ત કરી છે. ગુજરાતની આ સિદ્ધિ બદલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર કેબિનેટે આજે રાજ્યના ઉદ્યોગ સાહસિકો તથા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

Gujarat Newsરાજ્યમાં ‘સ્ટાર્ટઅપ પોલિસી’

વધુ માહિતી આપતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે જ નરેન્દ્રભાઈ મોદીસ્ટાર્ટઅપ્સને વેગ આપવા વિશેષ પહેલ કરીને રાજ્યમાં ‘સ્ટાર્ટઅપ પોલિસી’ અમલમાં મૂકી હતી. દેશના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણ માટે નરેન્દ્ર મોદીએ ગુજરાતની જ તર્જ પર સમગ્ર દેશ માટે ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’નો વર્ષ 2016માં પ્રારંભ કરાવ્યો હતો.(Gujarat in Startup Rankings) આ મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા યુવાઓના વિચારોને ઉદ્યોગોમાં પરિવર્તિત કરવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

430થી વધુ સ્ટાર્ટઅપ્સને સહાય

ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ રાજ્ય સરકારે(Gujarat in Startup Rankings) 430થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂપિયા 65 કરોડની નાણાકીય સહાય આપી છે. આજે ગુજરાતમાં 16 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જેમાં 200થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, 850થી વધુ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ તથા શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં 350થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા વિચારોને પ્રોડક્ટમાં રૂપાંતરિત કરવા માટે રાજ્યમાં 180થી વધુ ઇન્ક્યુબેટર્સ અને નોડલ સંસ્થાઓ પણ કાર્યરત છે.

Top Trending News

Stock Market India: બે દિવસના ઘટાડા પછી શેરબજારમાં સુધારો, આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

રૂપિયા 300 કરોડનું બજેટ

રાજ્યના વિદ્યાર્થીઓમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) હેઠળ પાંચ વર્ષ માટે રૂપિયા 300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.(Gujarat in Startup Rankings) આ યોજના સ્કૂલથી લઈને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓને આર્થિક મદદ પૂરી પાડશે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં, પણ સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર જેવા શહેરો પણ હવે સ્ટાર્ટઅપના મુખ્ય કેન્દ્રો બન્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ નવા i-Hub કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની વિશેષ પહેલના પરિણામે ગુજરાત ઉદ્યોગ સાહસિકતાનું આદર્શ રાજ્ય બન્યું છે અને યુવા વર્ગને નવી તકો મળી રહી છે.

You will also like

Leave a Comment