અમદાવાદ- Stock Market Crash શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. બીજા દિવસે તમામ શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલી રહી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1065 પોઈન્ટ તૂટી 82,180 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 353 પોઈન્ટ તૂટી 25,232 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 487 પોઈન્ટ તૂટી 59,404 બંધ હતો. મીડકેપ ઈન્ડેક્સમાં 1562 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1344 પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોની મૂડીમાં 10 લાખ કરોડનું ધોવાણ થયું છે. બજારમાં ભારે વેચવાલી કેમ આવી? કોની ભારે વેચવાલી આવી? શેરબજાર(Share Market India) ટેકનિકલી વીક છે. શેરબજારમાં સુધારો આવશે? બ્લૂચિપ સ્ટોકમાં નીચા મથાળે નવી લેવાલી આવશે?
જૂઓ વીડિયો…..
સેન્સેક્સે 82,010ની લો સપાટી બનાવી
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 83,207ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 83,254 થઈ અને ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં તૂટી 82,010 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,180.47 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1065.71નો કડાકો બોલી ગયો હતો.
નિફ્ટી 353 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 25,580ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 25,585 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 25,171 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,232.50 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 353 પોઈન્ટ તૂટ્યો હતો.
તમામ સેકટરના શેરોમાં હેવી સેલઓફ
બજાર ખૂલતાની સાથે જ તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી,(Stock Market Crash) ખાસ કરીને આજે નિફ્ટી વીકલી એક્સપાયરી હતી, જેથી તેજીવાળા ઓપરેટરોએ પોતાની ઉભી લેણની પોઝિશન સરખી કરી હતી. જેથી આજે ફ્રી ફૉલ જોવાયો હતો. રીયલ્ટી, ઓટોમોબાઈલ, આઈટી, મેટલ, મીડિયા, ઓઈલ, ગેસ, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ જેવા તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ વેચવાલી હતી.
શેરબજારમાં કડાકો બોલી જવાના કારણ
(1) ગ્લોબલ માર્કેટના નેગેટિવ સંકેત હતા. યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે વિશ્વના દેશોની ટ્રેડ ઓફ બેલેન્સની સ્થિતિ બગડી છે. તેમજ ટ્ર્મ્પ ઈરાન પર ગમે ત્યારે હૂમલો કરી શકે છે. તેમજ ગ્રીનલેન્ડ ખરીદવાની વાત પર ટ્રમ્પ અડગ રહ્યા છે, તેઓએ યુરોપને સાથ આપવા કહ્યું હતું. પણ યુરોપના દેશોએ સાથ નથી આપ્યો, જેથી ટ્રમ્પે યુરોપિયન દેશો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે. તેમજ ટ્ર્મ્પે અમેરિકાનો નવો નકશો જાહેર કર્યો છે. તેમાં કેનેડા, વેનેઝુએલા અને ગ્રીનલેન્ડને અમેરિકાના હિસ્સા ગણાવ્યા છે. આ બધા સમાચારને પગલે યુરોપિયન અને એશિયાઈ સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. ડાઉ જોન્સ ફ્યુચર 389 પોઈન્ટ માઈનસ હતો. આમ(Stock Market Crash) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

(3) કંપનીઓના ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામ મિશ્ર રહ્યા છે. વીપ્રોનું આઉટલૂક નબળું આવ્યું હતું.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 5 પૈસા તૂટી 90.97 રહ્યો હતો.
(5) યુએસ સુપ્રિમ કોર્ટે ટ્રમ્પ ટેરિફ મુદ્દે હજી ચૂકાદો આપ્યો નથી. જે અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતીના વાતાવરણ વચ્ચે જોરદાર વેચવાલી ફરી વળી હતી.
(6) નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ હતો. નિફ્ટી 25,500 નું અતિમહત્ત્વનું લેવલ તૂટીને આવતાં તેજીવાળા ખેલાડીઓએ ઉભી લેણની પોઝિશન સરખી કરવા જોરદાર વેચવાલી કાઢી હતી.(Stock Market Crash)
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
આજે મંગળવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગિટિવ રહ્યો હતો. આજે માત્ર 539 શેરના ભાવ વધ્યા હતા અને 2,688 શેરના ભાવ ઘટ્યા હતા.
638 શેર બાવન વીક લો
67 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 638 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
152 શેરમાં લોઅર સર્કિટ
39 શેરમાં અપર સર્કિટ અને 152 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
અદાણી એન્ટરપ્રાઈઝ(3.96 ટકા), બજાજ ફાઈનાન્સ(3.89 ટકા), જિઓ ફાઈનાન્સ(3.72 ટકા), ઈટરનલ(3.59 ટકા) અને કૉલ ઈન્ડિયા(3.29 ટકા)
ટોપ ગેઈનર્સ
ડૉ રેડ્ડી લેબ(0.46 ટકા), એચડીએફસી બેંક(0.28 ટકા) અને તાતા કન્ઝ્યુમર(0.28 ટકા)
આગામી દિવસમાં બજાર કેવું રહેશે?
શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યું છે.(Stock Market Crash) આજે માર્કેટમાં હેવી સેલઓફ હતો. તમામ સપોર્ટ લેવલ તૂટી ગયા છે. છેલ્લે નિફ્ટીમાં 25,500નું અતિમહત્ત્વનું લેવલ તૂટી ગયું છે. જો કે હાલ બજાર ઓવરસોલ્ડ ઝોનમાં આવ્યું છે. જેથી આવતીકાલે અથવા તેના પછીના દિવસે પ્રત્યાઘાતી સુધારો આવી શકે છે. નીચા મથાળે બ્લૂચિપ શેરોમા વેલ્યૂ બાઈંગ આવી શકે છે. પરંતુ શેરબજારના ટેકનિકલ્સ વીક થયા છે. જેથી નવી ખરીદી સાવચેતી સાથે કરવી અને લાંબાગાળાના વ્યૂઝ સાથે કરવી. ટૂંકાગાળાનો વ્યૂ રાખવો નહી.