Stock Market Fall: શેરબજારમાં બ્લેક મન્ડે, સેન્સેક્સમાં 1352 પોઈન્ટનો નવો કડાકો, 13 લાખ કરોડની મૂડી સ્વાહા

by Gujarati biz news
Stock Market Fall

અમદાવાદ- Stock Market Fall શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે કડાકો બોલી ગયો છે. બજાર ખૂલતાની સાથે ભારે વેચવાલી ફરી વળી હતી. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો આવ્યો છે. શેરબજાર તૂટીને આવતાં અને ભારે નીચા મથાળે ગેપમાં ખૂલતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં 14 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે એટલે રોકાણકારોની મૂડી 14 લાખ કરોડ સ્વાહા થઈ ગઈ છે.

આજે બપોરે 3.30 વાગ્યે માર્કેટ ક્લોઝ થયું ત્યારે બીએસઈ સેન્સેક્સ 1352 પોઈન્ટના ઘટાડા સાથે 77,566.16 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 422 પોઈન્ટ ઘટી 24,028.05 બંધ થયું હતું. તેમજ બેંક નિફ્ટી 1763 પોઈન્ટ ઘટી 56,019 બંધ થયો હતો. 

ક્રૂડમાં ભડકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં 26 ટકાનો ઉછાળો આવી ભાવ 114 ડૉલર પહોંચી ગયો છે. જેને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. યુએસ ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ તેમજ મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ચાલશે તેમજ ક્રૂડનો સપ્લાય શોર્ટ થશે, તેવી ધારણાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. જે ચાર વર્ષમાં પહેલી વાર 100 ડૉલરને પાર થયો છે.

સેન્સેક્સમાં 2494 પોઈન્ટનો નવો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સA(BSE Sensex) આગલા બંધ 78,918ની સામે 1862 પોઈન્ટના ગાબડા સાથે 77,056ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. અને વધુ ઝડપી તૂટીને 76,424ની લો બની હતી. જે 2494 પોઈન્ટના કડાકો દર્શાવે છે. સવારે 9.52 કલાકે સેન્સેક્સમાં 2194 પોઈન્ટના ગાબડા સાથે 76,711 પર ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટી 753 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) આગલા બંધ 24,450ની સામે આજે સવારે 582 પોઈન્ટના કડાકા સાથે 23,868ની ભારે નીચા લેવલે ખૂલ્યો હતો. અને વધુ તૂટીને 23,697 થયો હતો. જે એક તબક્કે 753 પોઈન્ટ તૂટ્યો હતો. આજે સવારે આ ન્યૂઝ લખાઈ રહ્યા હતા 9.55 કલાકે નિફ્ટી 672 પોઈન્ટ તૂટીને 23,779 પર ટ્રેડ કરી રહ્યો હતો.

મીડકેપ 1623 પોઈન્ટ ગબડ્યો

નિફ્ટી બેંક(Nifty Bank) 2318 પોઈન્ટના કડાકા સાથે 55,455 પર ટ્રેડ કરી રહી છે. મીડકેપ ઈન્ડેક્સ પણ 1623 પોઈન્ટ તૂટ્યો છે. આજે સવારે શેરબજાર નીચા મથાલે ખૂલ્યા પછી તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા છે.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં ગાબડા

ક્રૂડના ભાવ ભડકીને આવતાં(Stock Market Fall) એશિયાઈ સ્ટોક માર્કેટમાં મોટો ગાબડા પડ્યા હતા. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 3617 પોઈન્ટ(6.50 ટકા) ગબડી પડ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 681 પોઈન્ટ(2.72 ટકા) તૂટ્યો છે. તાઈવાનનો તેઈપેઈ 1716 પોઈન્ટ(5.12 ટકા), કોરિયાનો કોસ્પી 436 પોઈન્ટ(7.81 ટકા) ગબડ્યો છે. સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 130 પોઈન્ટ(2.70 ટકા) ઘટ્યો છે. જાકાર્તા સ્ટોક માર્કેટ 257 પોઈન્ટ(3.39 ટકા) અને થાઈલેન્ડનો સેટ કમ્પોઝિટ 55 પોઈન્ટ(3.96 ટકા) ઘટ્યા હતા. ચીનના શાંઘાઈ 46 પોઈન્ટ(1.13 ટકા) ઘટ્યો હતો.

ડાઉ જોન્સ ફ્યુચરમાં કડાકો

આજે સોમવારે સવારે(Stock Market Fall) અમેરિકાનો ડાઉ જોન્સ ફ્યુચર 985 પોઈન્ટ માઈનસ હતો. જેથી આજે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં ખૂલશે અને આજે મોડી રાતે યુએસ સ્ટોક માર્કેટમાં પણ કડાકો બોલી જશે. તેની ધારણા છે.

ડૉલર સામે રૂપિયો તૂટ્યો

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો તૂટ્યો હતો. રૂપિયા 54 પૈસા તૂટી 92.30 ટ્રેડ કરી રહ્યો છે. જે પણ શેરબજારમાં નેગેટિવ ફેક્ટર છે.

You will also like

Leave a Comment