Stock Market India: શેરબજારના સેન્સેક્સમાં 1068 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલી પાછળ કયા કારણો?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ભારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ વેચવાલી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1068 પોઈન્ટ તૂટી 82,225 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 288 પોઈન્ટ ગબડી 25,424 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 216 પોઈન્ટ તૂટી 61,047 બંધ રહ્યો હતો. માર્કેટ કેપમાં(Market Cap) 3.23 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. કડાકા પાછળ કયા ફેકટર જવાબદાર? શેરબજાર(Share Market India) હજી કેટલું તૂટશે? કાલે બજારનો ટોન કેવો રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 1068 પોઈન્ટનો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 83,052 ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 83,079 થઈ ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 81,934 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,225.92 બંધ થયો હતો. જે 1068.74નો કડાકો બોલી ગયો હતો.

નિફ્ટી 288 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,641 ગેપ ડાઉન ખૂલીને દિવસની તે જ હાઈ બની હતી. અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 25,327 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,424.65 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 288.35નું ગાબડુ દર્શાવે છે.

ઑલરાઉન્ડ વેચવાલી

Stock Market India શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યા પછી ભારે વેચવાલી ફરી વળી હતી. ફાર્મા સિવાયના તમામ સેકટરનો શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. આજે આઈટી અને રીયલ્ટી સેકટરના શેરોમાં જોરદાર વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. આજે શેરબજાર(Share Market India) આઈટી શેરોની આગેવાની હેઠળ જ તૂટ્યું હતું.

શેરબજાર તૂટવાના પાંચ કારણ

(1) ગ્લોબલ નેગેટિવ સંકેત હતા. ગત મોડી રાતે યુએસ ડાઉજોન્સ(US Dow Jones) 821 પોઈન્ટ અને નેસ્ડેક(US Nasdaq) 277 પોઈન્ટ તૂટ્યા હતા. જેની પાછળ આજે સવારે એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. પરિણામે(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(2) આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી(NIfty Weekly Expiry) અને મંથલી એક્સપાયરી હોવથી તેજીવાળા ખેલાડીઓની જોરદાર વેચવાલી ફરી વળી હતી, પરિણામે આજે ફ્રી ફોલ જોવાયો હતો.

(3) એઆઈ- એન્થ્રોપિકને લઈને હજી ચિંતાના વાદળો દૂર થયા નથી. યુએસ નેસ્ડેક તૂટીને આવતાં આજે ભારતીય આઈટી શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. આઈટી ઈન્ડેક્સ 1497 પોઈન્ટ(4.74 ટકા) તૂટ્યા હતા. આમ એક મહિનામાં આઈટી ઈન્ડેક્સમાં 21 ટકાનો કડાકો બોલી ગયો છે. આઈટી શેરો તૂટતાં શેરબજારનું ઓવરઓલ સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા તૂટીને 90.95 પર ટ્રેડ કરતો હતો.(Dollar v/s Rupee in Forex Market)

(5) યુએસ અને ઈરાન(US Iran) વચ્ચે જીઓ પોલિટિકલ ટેન્શન છે. બન્ને દેશો વચ્ચે તંગદિલી વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ વધીને 71.64 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ વધુ વધીને 66.53 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે(Stock Market India) મંગળવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ હતો. મીડકેપ ઈન્ડેક્સ 189 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 93 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે આજે 1070 શેરના ભાવ વધ્યા હતા અને 2104 શેરના ભાવ ઘટ્યા હતા.

55 શેર બાવન વીક હાઈ પર હતા અને 303 શેર બાવન વીક લો પર હતા.

45 શેરમાં અપર સર્કિટ અને 103 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

એનટીપીસી(2.41 ટકા), કૉલ ઈન્ડિયા(1.28 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(1.27 ટકા), હિન્દાલકો(0.99 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(0.83 ટકા)

ટોપ લુઝર્સ

ટેક મહિન્દ્રા(6.17 ટકા), એચસીએલ ટેકનોલોજી(5.83 ટકા), ઈટરનલ(5.07 ટકા), ટીસીએસ(3.56 ટકા) અને ઈન્ફોસીસ ટેકનોલોજી(3.56 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજાર(Stock Market India) ટેકનિકલી વીક છે. છેલ્લા દસ દિવસથી આ કોલમ સતત કહેતા આવ્યા છે કે દરેક ઉછાળે વેચવાનું છે. જે રીતે નિફ્ટી 25,800 ઉપર બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. હવે નિફ્ટીમાં નીચામાં 25,100-25,150 સપોર્ટ લેવલ આવે છે, જો આ સપોર્ટ લેવલ તૂટશે તો નિફ્ટી 24,800 સુધી જઈ શકે છે. સેન્સેક્સ 83,800 ઉપર બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચીને લેવાનું છે. જ્યારે નીચામાં 81,500 સપોર્ટ લેવલ રહેશે, અને આ સપોર્ટ લેવલ તૂટશે તો 81,000 સુધી જઈ શકે છે. એક માત્ર બેંક નિફ્ટી તેજીમાં છે. બેંક નિફ્ટીમાં 59,800ના સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે બેંક શેર અથવા બેંક નિફ્ટી બાય કરી શકાય. પણ શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે. જેથી સર્તક રહેવું વધુ આવશ્યક છે.

Note: અત્રે શેરબજારનું એનાલિસીસ આપવાનો પ્રયાસ માત્ર છે. આપ રોકાણ કરતો તો આપના સલાહકાર કે નિષ્ણાતોને પુછીને નિર્ણય લેવો.)

Most Watched News

Holi 2026: હોળાષ્ટકનો પ્રારંભ, આઠ દિવસ સુધી શું ધ્યાન રાખશો?

You will also like

Leave a Comment