અમદાવાદ- Stock Market India 2025 શેરબજારમાં તેજી સાથે 2025ને ગુડબાય કહ્યું છે. તમામ સેકટરના શેરોમાં ઓલરાઉન્ડ બાઈંગ આવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 545 પોઈન્ટ ઉછળી 85,220 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 190 પોઈન્ટ ઉછળી 26,129 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 410 પોઈન્ટ ઉછળી 59,581 બંધ હતો. આજે તેજી થવાના કયા કારણો? 2025ના વર્ષમાં કેટલું રીટર્ન મળ્યું? 2026નું વર્ષ શેરબજારમાં(Share Market India) કેવું જશે? 2026માં શું બાય કરશો? 2026માં ટેકનિકલી વ્યૂ શું રહેશે? 2026 વેલકમમાં તેજીનો આશાવાદ.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 9.08 ટકા વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 2025ના વર્ષની શરૂઆતે ઘટી 71,425 થઈ અને ત્યાંથી સતત વધી 86,159 થઈ અને વર્ષેને અંતે 85,220.60 બંધ થયો હતો. જે 9.08 ટકાનો ઉછાળો દર્શાવે છે. એટલે કે સેન્સેક્સમાં 9.08 ટકાનું વાર્ષિક રીટર્ન(વધારો) મળ્યું છે.
નિફ્ટી 10.51 ટકા ઉછળ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સપ્તાહની વર્ષ 2025ની શરૂમાં ઘટી 21,743 થઈ અને ત્યાંથી ઉછળી 26,325 થઈ અને વર્ષના અંતે 26,129.60 બંધ થયો હતો. જે વર્ષ દરમિયાન 10.51 ટકાનો ઉછાળો દર્શાવે છે.
બેંક નિફ્ટીમાં 17.51 ટકાનો ઉછાળો
બેંક નિફ્ટી વર્ષની શરૂઆતે ઘટી 47,702 થઈ અને ત્યાંથી ઉછળી 60,114 થઈ અને વર્ષના અંતે 59,581 બંધ થયો હતો. જે વર્ષ 2025 દરમિયાન 17.51 ટકાનો ઉછાળો દર્શાવે છે.
આઈટી સેકટરના શેરોમાં વેચવાલી
ફ્યુચર ઓપ્શન જાન્યુઆરી સીરીઝનો પ્રથમ દિવસ હતો અને વર્ષ 2025ના વર્ષનો ટ્રેડિંગનો અંતિમ દિવસ હતો. સવારે બજાર ખૂલ્યા પછી એકતરફી નવી લેવાલી ચાલુ રહી હતી. જેથી તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. એક માત્ર આઈટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. આજે શેરબજાર ઊંચકાઈને આવતાં મીડકેપ ઈન્ડેક્સ 570 પોઈન્ટ ઊંચકાયો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 604 પોઈન્ટ ઉછળ્યો હતો.
સ્મોલકેપમાં નેગેટિવ રીટર્ન
વર્ષ 2025 દરમિયાન મીડકેપ ઈન્ડેક્સમાં 5.74 ટકાનો વધારો થયો હતો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 6.62 ટકા ઘટ્યો હતો. રોકાણકારોને સ્મોલકેપ શેરોમાં નેગેટિવ રીટર્ન મળ્યું છે.
આજે તેજી થવાના કારણો
(1) કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે સ્ટીલ સેકટરના ઉત્પાદકોને આયાત પર 11-12 ટકા સેફગાર્ડ ડ્યૂટી ત્રણ વર્ષ માટે લગાવી છે. જેથી સ્થાનિક સ્ટીલ કંપનીઓને રક્ષણ મળી રહેશે અને સારા પ્રાઈઝ મળી રહશે. આ સમાચાર પાછળ આજે સ્ટીલ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો.
(2) ડૉલર સામે રૂપિયો ગગડતો અટક્યો છે. આજે રૂપિયો સ્ટેડી થયો હતો.
(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા છે. અમેરિકાએ વેનેઝુએલાના ઓઈલ ટેન્કરને પ્રવેશ પર પ્રતિંબંધ મુક્યો છે. તેમ છતાં ક્રૂડના ભાવ વધ્યા નથી, જે પોઝિટિવ ફેકટર ગણાતું હતું.
(4) ડીસેમ્બર આખરના ત્રીજા ત્રિમાસિકગાળાના કંપનીઓના પરિણામો બીજા ત્રિમાસિકગાળા કરતાં વધુ પ્રોત્સાહક આવશે. જે આશાવાદ પાછળ આજે વેલ્યૂ બાઈંગ રહ્યું હતું.
(5) માર્કેટ ટેકનિકલી સ્ટ્રોંગ હતું. સેન્સેક્સમાં 84,500, નિફ્ટીમાં 25,800 અને બેંક નિફ્ટીમાં 58,800ના સપોર્ટ લેવલ આજુબાજુ નવી ખરીદી આવી હતી. જેથી બજારમાં વેલ્યૂ બાઈંગ રહ્યું હતું. અને આજે નિફ્ટી 26,000 ઉપર જતાં તેજીવાળા ખેલાડીઓએ ફરીથી સક્રિય થયા હતા.
Top Trending News
Gujarat News: ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે, જાણો શું કામ કરશે?
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ
આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2222 શેરોના ભાવ વધ્યા હતા, અને 936 શેરના ભાવ ઘટ્યા હતા.
68 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 83 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
74 સ્ટોકમાં અપર સર્કિટ હતી અને 60 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
જેએસડલ્યુ સ્ટીલ(4.88 ટકા), ઓએનજીસી(2.46 ટકા), તાતા સ્ટીલ(2.35 ટકા), કોટક બેંક(2.34 ટકા) અને રીલાયન્સ(1.90 ટકા)
ટોપ લુઝર્સ
ટીસીએસ(1.13 ટકા), ટેક મહિન્દ્રા(0.85 ટકા), ગ્રાસિમ(0.31 ટકા), બજાજ ફાયનાન્સ(0.28 ટકા) અને ઈન્ફોસીસ(0.23 ટકા)
2026 કેવું રહેશે?
શેરબજારમાં 2025ની વિદાય તેજી સાથે થઈ છે, અને 2026ના નવા વર્ષ માટે નવી તેજીનો આશાવાદ મુકીને ગયું છે. નવા વર્ષે નવી તેજી થાય તેવી ધારણા છે. કારણ કે માર્કેટ ટેકનિકલી સ્ટ્રોંગ છે. નવા વર્ષે એફઆઈઆઈ પરત ફરશે અને અમેરિકા સાથે ટ્રેડ ડીલના સમાચાર આવતાં શેરબજારમાં નવી તેજી થવાનો આશાવાદ છે. કદાચ નવા વર્ષે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી નવા ઊંચા લેવલ બતાવે તો નવાઈ નહી.