અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત બીજા દિવસે શરૂના ઉછાળા પછી વેચવાલી ફરી વળી હતી. આજે ગુરુવારે શેરબજારની ચાલ અનિશ્ચિત હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 27 પોઈન્ટ ઘટી 82,248 બંધ થયો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 14 પોઈન્ટ વધીને 25,496 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 144 પોઈન્ટ વધી 61,187 બંધ થયો હતો. શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળે વેચવાલી આવી રહી છે, તેની પાછળ કયા કારણો જવાબદાર છે. આવતીકાલે શુક્રવારે સપ્તાહનો છેલ્લો દિવસ છે, તો બજારની ચાલ કેવી રહેશે. અને ટેકનિકલ લેવલ પર જણાવીશું. શેરબજારના એનાલિસિસ પર વિશેષ અહેવાલ….
સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 82,418ના ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, અને શરૂમાં વધુ વધી 82,579 થયો હતો, જે મથાળેથી ભારે વેચવાલી ફરી વળી હતી અને ત્યાંથી ઝડપી તૂટી 81,970 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,248.61 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 27.46નો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સ તેના દિવસના હાઈથી 609 પોઈન્ટ ઘટ્યો હતો.
નિફ્ટી 14 પોઈન્ટ સુધર્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,556ના હાઈ લેવલ પર ખૂલીને શરૂમાં વધુ વધી 25,572 થયો હતો, ત્યાંથી ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 25,400 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,496.55 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 14.05 પ્લસ બંધ રહ્યો હતો. આમ દિવસના હાઈથી નિફ્ટી 172 પોઈન્ટ તૂટ્યો હતો.
સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ મંથલી એક્સપાયરી
ગઈકાલની જેમ જ આજે ગુરુવારે(Stock Market India) સવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે જ ખૂલ્યા હતા. શરૂમાં ટેકારૂપી લેવાલી આવી હતી, પણ આ લેવાલી ઝાઝુ ટકી શકી ન હતી. ઉલ્ટાનું ઉછાળે વેચવાલી શરૂ થઈ હતી. ગઈકાલની જેમ જ સેન્સેક્સ, નિફ્ટી ઊંચા મથાળેથી પાછા પડ્યા હતા. આજે સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રક્ટનો છેલ્લો દિવસ હતો, એટલે કે મંથલી એક્સપાયરી હતી. આજેે ડીફેન્સ, પીએસયુ બેંક, ફાર્મા, મેટલ અને પીએસઈ ઈન્ડેક્સ વધીને આવ્યા હતા, તો સામે ઓટો, રીયલ્ટી, કેમિકલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
ઉછાળે વેચવાલી કેમ આવી?
(1) યુએસ અને ઈરાન(US Iran Tension) ) વચ્ચે પરમાણુ સમજૂતિ મુદ્દે વિવાદ છે. અમેરિકાનું લશ્કર ઈરાન તરફ નિશાન તાકીને ઉભું છે. આમ જીઓ પોલિટકલ ટેન્શન વચ્ચે શેરબજાર પર વિશ્વાસ નથી. જેથી ટ્રેડરો ડે ટ્રેડિંગ કરીને નફો નુકસાન નોંધી લે છે. કોઈ રાતવાસી પોઝિશન રાખવા માંગતા નથી. આથી શરૂમાં નવી લેવાલી પછી ઊંચા મથાળે વેચવાલી આવી હતી.
(2) ગ્લોબલ માર્કેટના નેગેટિવ સંકેત છે.(Global Market) ગત મોડી રાતે યુએસ ડાઉ જોન્સ અને નેસ્ડક વધીને આવ્યા હતા. પણ એશિયાઈ સ્ટોક માર્કેટમાં સામાન્ય નરમાઈ રહી હતી. યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ સામાન્ય સુધારો હતો. આમ વૈશ્વિક સ્ટોક માર્કેટમાં કોઈ નવો જોશ ન હતો, જેથી(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું.
(3) ભારતીય શેરબજાર પ્રત્યે એફઆઈઆઈનું સ્ટેન્ડ ક્લીયર નથી.(FII Net Buyer) તેમ છતાં એફઆઈઆઈએ 25 ફેબ્રુઆરીએ રૂપિયા 2,991 કરોડનું નેટ બાય કર્યું હતું. તેમજ ડીઆઈઆઈએ રૂપિયા 5,118 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
(4) જો યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ભડકો થશે, જે આશંકા વચ્ચે શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી આવી જ જાય છે.

Stock Market India આજે ગુરુવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 392 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ100 ઈન્ડેક્સ એક પોઈન્ટ માઈનસમાં બંધ હતો. 1686 શેરના ભાવ વધ્યા હતા અને 1460 શેરના ભાવ ઘટ્યા હતા.
65 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 190 શેર બાવન વીક લો પર બંધ હતા.
69 શેરમાં અપર સર્કિટ અને 72 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
ટીએમપીવી(તાતા મેન્યુ, પેસેન્જર વ્હીકલ) (2.93 ટકા), આઈશર મોટર્સ(2.70 ટકા), બીઈએલ(2.28 ટકા), શ્રી રામ ફાયનાન્સ(2.01 ટકા) અને મેક્સ હેલ્થકેર(1.69 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ટ્રેન્ટ(1.56 ટકા), કૉલ ઈન્ડિયા(1.50 ટકા), ઈટરનલ(1.48 ટકા), તાતા કન્ઝ્યુમર(1.31 ટકા) અને એચડીએફસી બેંક(1.28 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શુક્રવાર ટ્રેડિંગનો સપ્તાહનો અંતિમ દિવસ છે.(Stock Market India) શેરબજારમાં છેલ્લા બે દિવસથી દરેક ઊંચા મથાળે વેચવાલી આવી રહી છે. ટેકનિકલી માર્કેટ વીક છે. હવે નીચામાં નિફ્ટીમાં 25,500નો અતિમહત્ત્વનો સપોર્ટ લેવલ છે. આજે બીજા દિવસે નિફ્ટી 25,500ની નીચે બંધ આવ્યો છે. હવે નીચામાં 25,100 બીજો સપોર્ટ લેવલ આવે છે. મીડલઈસ્ટ દેશો પર નજર રાખવી જરૂરી છે. યુએસ ઈરાન ડેવલપમેન્ટ વૈશ્વિક સ્ટોક માર્કેટ પર મોટી અસર કરી શકે છે. હાલ બજારમાં સાવચેતી ખૂબ જ જરૂરી છે.