અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે કડાકો રહ્યો હતો. શેરબજારમાં ભારે તોફાની બે તરફી વધઘટ પણ નોંધાઈ હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 270 પોઈન્ટ ઘટી 81,909 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 75 પોઈન્ટ ઘટી 25,157 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 603 પોઈન્ટ ઘટી 58,800 બંધ હતો. ભારે વેચવાલી પાછળ કયા કારણો? શેરબજારમાં(Share Market India) સુધારો આવશે કે નહી? શું પ્રી બજેટ રેલી આવશે કે નહી? રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 270 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 81,794ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને જોરદાર વેચવાલી ચાલુ રહેતાં ઝડપી તૂટી 81,124 થઈ અને ત્યાં નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 82,407 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,909.63 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 270.84નું ગાબડુ દર્શાવે છે.
નિફ્ટીએ 25,000ની અતિમહત્ત્વની સપાટી તોડી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,141ના નીચા મથાળે ખૂલીને જંગી વેચવાલીથી તૂટી 25,000ની અતિમહત્ત્વની સપાટી તોડીને 24,919 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં ઝડપી ઉછળી 25,300 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,157.50 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 75 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.
ઝડપી રીકવરી પણ આવી
આજે બુધવારે(Stock Market India) શેરબજારમાં બે તરફી તોફાની વધઘટ નોંધાઈ હતી. વેચવાલી અને લેવાલી બન્ને એટલી જોરદાર હતી કે તોફાની વધઘટ હતી. આજે મેટલ, ઓઈલ એન્ડ ગેસ સિવાયના તમામ સેકટરમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જો કે ભાવ એટલા બંધા તૂટ્યા હતા કે બજારમાં ભારે ગભરાટ છવાઈ ગયો હતો. ત્યાર પછી નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, જેથી ઝડપી રીકવરી પણ આવી હતી. મીડકેપ ઈન્ડેક્સ વધુ 661 પોઈન્ટ તૂટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 380 પોઈન્ટ ડાઉન હતો.
શેરબજારમાં ભારે વેચવાલીના કારણ
(1) ગ્રીનલેન્ડ કબજે કરવાની ટ્રમ્પની જીદ વિશ્વના બજારોને ભારે પડી રહી છે. અમેરિકા સાથે યુરોપના સંબધો બગડ્યા છે. નાટો ગઠબંધન તૂટવાનો ભય છે. તેમજ યુરોપના દેશો પર ટેરિફ નાંખીને ટ્રમ્પે દુશ્મની વ્હોરી લીધી છે. અમેરિકાના મિત્ર દેશો હવે દુશ્મન બન્યા છે. આમ વિશ્વના દેશો વચ્ચે ટ્રેડ ઓફ બેલેન્સ નેગેટિવ થઈ જશે, તેવા ડર પાછળ વૈશ્વિક સ્ટોક માર્કેટમાં ભારે વેચવાલી ફરી વળી હતી. અમેરિકાનો ડાઉ પણ 870 પોઈન્ટ અને નેસ્ડક 567 પોઈન્ટ તૂટ્યા હતા. જેની પાછળ યુરોપિયન, એશિયન અને(Stock Market India) ભારતીય શેરબજાર વઘુ ગબડ્યા હતા.

(3) એફઆઈઆઈ નેટ સેલર છે. નવા વર્ષ 2026નો પ્રથમ મહિનો જાન્યુઆરીમાં કુલ 11 ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ રૂપિયા 32,253 કરોડનું નેટ સેલ કર્યું છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે બુધવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1078 શેરના ભાવ વધ્યા હતા અને 2141 સ્ટોકના ભાવ ઘટ્યા હતા.
758 શેર બાવન વીક લો
52 શેર બાવન વીક હાઈ પર હતા, જ્યારે 758 શેર બાવન વીક લો પર બંધ હતા.
Top Trending Video News
Budget 2026: ઓપરેશન સિંદૂર પછીના બજેટમાં ડીફેન્સ સેકટર માટે મોટી જાહેરાત થશે?
167 શેરમાં લોઅર સર્કિટ
36 શેરમાં અપર સર્કિટ અને 167 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
ઈટરનલ(4.90 ટકા), ઈન્ડિગો(1.40 ટકા), મેક્સ હેલ્થકેર(1.32 ટકા), હિન્દાલકો(1.28 ટકા) અને જેએસડબલ્યુ સ્ટીલ(1.28 ટકા)
ટોપ લુઝર્સ
આઈસીઆઈસીઆઈ બેેંક(2.10 ટકા), ટ્રેન્ટ(1.98 ટકા), તાતા કન્ઝ્યુમર(1.69 ટકા), બીઈએલ(1.50 ટકા) અને એચડીએફસી લાઈફ(1.24 ટકા)
આગામી દિવસોમાં શેરબજાર કેવું રહેશે?
શેરબજાર(Stock Market India) સતત ત્રણ દિવસથી ઘટી રહ્યું છે. આથી આજે વધુ પડતું તૂટી જતાં નીચા મથાળે ટેકો આવ્યો હતો અને સારી રીકવરી જોવા મળી હતી. જો કે ટેકનિકલી શેરબજાર વીક છે. નિફ્ટીએ 25,500નું અતિમહત્ત્વનું લેવલ તોડી નાંખ્યું છે. આથી જ પેનિંક સેલિંગ આવ્યું હતું. જો કે ત્રણ દિવસના ઘટાડા પછી ટેકનિકલી પ્રત્યાઘાતી સુધારો આવી શકે છે. પણ હાલ બજારમાં દરેક ઉછાળે વેચવાલીનો ટ્રેન્ડ થયો છે, જેથી સાવચેતી સાથે ટ્રેડ કરવો વધુ હિતાવહ છે.