અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રણ દિવસની તેજીને બ્રેક વાગી છે. આજે સોમવારે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 322 પોઈન્ટ ઘટી 85,439 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 78 પોઈન્ટ ઘટી 26,250 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 106 પોઈન્ટ ઘટી 60,044 બંધ રહ્યો હતો. શેરબજારમાં કેમ નફારૂપી વેચવાલી આવી? શેરબજાર ઊંચા મથાળે કેમ ટકી શકતું નથી? આવતીકાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે? ટેકનિકલી માર્કેટ કેટલું સ્ટ્રોંગ છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ વધ્યા મથાળેથી 568 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 85,640ના સામાન્ય નીચા મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધી 85,883 થઈ અને ત્યાં ભારે વેચવાલી આવતાં ઘટી 85,315 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,439.62 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 322.39નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટીએ ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 26,333 ખૂલીને શરૂમાં ઉછળી 26,373 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. અને ત્યાં જોરદાર વેચવાલી નીકળતાં તૂટી 26,210 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,250.30 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 78.25નો ઘટાડો દર્શાવેે છે.
બેંક નિફટીએ નવી હાઈ બતાવી
બેંક નિફ્ટીએ(Nifty Bank) બજાર ખૂલતાની સાતે વધુ વધીને 60,437 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. બેંક નિફ્ટી 106 પોઈન્ટ ઘટી 60,044 બંધ થયો હતો.
વધ્યા મથાળેથી શેરબજાર ઘટ્યું
સવારે(Stock Market India) બજાર મજબૂત ખૂલ્યા પછી શરૂમાં નવી લેવાલી આવી હતી અને શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. જો કે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ફરી વળી હતી, અને બજાર વધ્યા મથાળેથી ઝડપી ઘટ્યું હતું. સેન્સેક્સ દિવસના હાઈથી 568 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી દિવસના હાઈથી 163 પોઈન્ટ ઘટ્યો હતો.
નફારૂપી વેચવાલી આવવાના કારણ
(1) અમેરિકાએ વેનેઝુએલા પર એરસ્ટ્રાઈક કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરા અને તેમના પત્નીની અટકાયત કરી છે અને તેમને ન્યૂ યોર્ક લાવવામાં આવ્યા છે. તેમને અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયા હતા. જો કે ટ્રમ્પે ફરીથી ધમકી આપી હતી કે જરૂર પડશે તો ફરીથી હૂમલો કરીશું. જો કે ટ્રમ્પના આ પગલાની રશિયા અને ચીન સહિત અનેક દેશોએ ટીકા કરી છે. આ સમાચાર પછી ગ્લોબલ લેવલ પર અનિશ્રિતત્તા વધી છે અને(Stock Market India) બજારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. જેથી તેજીવાળા ખેલાડીઓએ સાવચેતીરૂપે વેચવાલી કાઢી હતી.
(2) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે કે તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે નહી તો ભારત પર વધુ ટેરિફ લાદશે. આ નિવેદન પછી શેરબજારમાં સાવચેતી જોવાઈ હતી.
(3) આઈટી શેરોમાં આજે સવારથી ઓલરાઉન્ડ સેલીંગ પ્રેશર રહ્યું હતું. જેથી આઈટી ઈન્ડેક્સના દસ શેરમાં ગાબડા પડ્યા હતા, જેને કારણે શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ નેગેટિવ થયું હતું.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયા વધુ સાત પૈસા ઘટી 90.27 પર ટ્રેડ કરતો હતો.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
આજે સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1208 શેરના ભાવ વધ્યા હતા અને 1943 શેરના ભાવ ઘટ્યા હતા.
129 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 85 શેર બાવન વીક લો પર બંધ હતા.
65 શેરમાં અપર સર્કિટ અને 81 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
Top Trending News
Trump’s threat to India: ટ્ર્મ્પે ભારત પર ટેરિફ વધારવા આપી ધમકી
ટોપ ગેઈનર્સ
નેસ્લે(2.76 ટકા), બીઈએલ(2.53 ટકા), આઈસર મોટર(2.17 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(1.60 ટકા) અને તાતા સ્ટીલ(1.56 ટકા)
ટોપ લુઝર્સ
એચડીએફસી બેંક(2.31 ટકા), વીપ્રો(2.23 ટકા), ઈન્ફોસીસ(2.21 ટકા), એચસીએલ ટેકનોલોજી(2.15 ટકા) અને ઓએનજીસી(1.41 ટકા)
કાલે બજાર કેવું રહેશે
ત્રણ દિવસની એકતરફી તેજી પછી આજે(Stock Market India) પ્રોફિટ બુકિંગથી પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. જો કે ટેકનિકલી શેરબજાર હજી સ્ટ્રોંગ છે. નિફ્ટી 26,100, સેન્સેક્સ 85,100 અને બેંક નિફ્ટી 60,000 ઉપર બંધ છે. આ ત્રણેય લેવલ ખૂબ મહત્ત્વના છે. જેની ઉપર બજાર ટ્રેડ કરશે તો તેજી આગળ વધશે અને દરેક ઘટાડે નવી લેવાલી આવશે.