Stock Market India: પાંચમાં દિવસે શેરબજારમાં કડાકો, આગામી સપ્તાહે મંદી આગળ વધશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજાર સતત પાંચ દિવસ ઘટ્યું હતું. ઓલરાઉન્ડ વેચવાલી ચાલુ રહી હતી પરિણામે બીએસઈ સેન્સેક્સ 604 પોઈન્ટ ઘટી 83,576 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી વધુ 193 પોઈન્ટ તૂટી 25,683 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 434 પોઈન્ટ ઘટી 59,251 બંધ હતો. શેરબજાર વધુ તૂટવાના ચાર કારણો હતા. આગામી સપ્તાહે શેરબજારમાં મંદી આગળ વધશે? આગામી સપ્તાહે શેરબજારમાં બાઉન્સબેક આવશે? ટેકનિકલી તમામ સપોર્ટ લેવલ તૂટ્યા હતા. રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવી?

જૂઓ વીડિયો…..

સેન્સેક્સમાં 604 પોઈન્ટનો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,022ના નીચા મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધી 84,406 થયો હતો, ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં તૂટી 83,402 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 604.72નો કડાકો બોલી ગયો હતો.

નિફ્ટી 193 પોઈન્ટ ગબડ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,840 ખૂલીને શરૂમાં વધી 25,940 થઈ અને ત્યાંથી તૂટી 25,623 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,683.30 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 193.55નું ગાબડુ દર્શાવે છે.

પાંચ દિવસમાં સેન્સેક્સમાં 2,184 પોઈન્ટનો કડાકો

શેરબજાર (Stock Market India)ખૂલતાની સાથે નવી લેવાલી આવી હતી, અનેે ઈન્ડેક્સ વધ્યા હતા. જો કે ઊંચા મથાળે વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે બજાર તૂટી પડ્યું હતું. જોકે આજે પાંચમાં દિવસે ઘટાડો આવ્યો હતો. પાંચ દિવસમાં સેન્સેક્સમાં(BSE Sensex) 2184 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. તેમજ પાંચ દિવસમાં નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 642 પોઈન્ટ તૂટ્યો હતો. બેંક નિફ્ટી 899 પોઈન્ટ ગબડ્યો હતો.

શેરબજાર તૂટવાના ચાર કારણ

(1) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લગાવ્યો છે, જેને પગલે તે ટેરિફના મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેની સુનાવણી પૂર્ણ થઈ છે આજે તેનો ચૂકાદો આવવાનો છે. ટ્રમ્પે લગાવેલ ટેરિફ કાયદેસર છે કે ગેરકાયદેસર છે. તે મુદ્દે આજે ચુકાદો આવશે. જે અગાઉ શેરબજારમાં(Stock Market India) સાવચેતી જોવાઈ હતી. જો ટેરિફ ગેરકાયદે નીકળશે તો ભારત માટે તે પોઝિટિવ સમાચાર હશે.

(2) એક દિવસ અગાઉ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનાર દેશો પર વધુ આર્થિક પગલા ભરવા અને 500 ટકા સુધીનો ટેરિફ નાંખવાનો પ્રસ્તાવ રજૂ કરતું બિલ આગળ વધારવા મંજૂરી આપી છે. જે આગામી સપ્તાહે કોંગ્રેસ મતદાન કરશે. ભારત પર ટેરિફ વધુ વધી શકે છે, તેવી ધારણાએ શેરબજારમાં ભારે ગભરાટભરી વેચવાલી ચાલુ જ રહી હતી.

(3) એફઆઈઆઈ(Stock Market India) ભારતીય શેરબજારમાં નવા કેલેન્ડર વર્ષમાં પણ વેચવાલ રહી છે. 8 જાન્યુઆરીએ એફઆઈઆઈએ 3367 કરોડનું નેટ વેચાણ કર્યું હતું. આમ જાન્યુઆરી, 2026ની કુલ છ ટ્રેડિંગ સેશનમાં થઈને કુલ રૂપિયા 8,017 કરોડનું નેટ સેલ કર્યું છે.

(4) ડોલર સામે રૂપિયો વધુ 12 પૈસા તૂટી 90.16 પર ટ્રેડ કરી રહ્યો હતો.

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ

આજે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 474 પોઈન્ટ ઘટ્યો હતો અનેે સ્મોલકેપ ઈન્ડેક્સ 882 પોઈન્ટ ઘટ્યો હતો. આજે 747 શેરના ભાવ વધ્યા હતા અને 2395 શેરના ભાવ ઘટ્યા હતા.

27 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 307 શેર બાવન વીક લો નીચે બંધ હતા.

40 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 84 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

Top Trending News

Somnath Temple: ગઝનવીના આક્રમણના 1000 વર્ષ, સોમનાથ સ્વાભિમાન પર્વે PM મોદી આવશે

ટોપ ગેઈનર્સ

એશિયન પેઈન્ટ(1.88 ટકા), ઓએનજીસી(1.16 ટકા), એચસીએલ ટેકનોલોજી(0.94 ટકા), બીઈએલ(0.55 ટકા) અને ડૉ. રેડ્ડી લેબ(0.50 ટકા)

ટોપ લુઝર્સ

અદાણી એન્ટરપ્રાઈઝ(2.59 ટકા), એનટીપીસી(2.29 ટકા), અદાણી પોર્ટ(2.10 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(2.09 ટકા) અને જિઓ ફાયનાન્સ(2.04 ટકા)

આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં(Stock Market India) પાંચ દિવસના ઘટાડા પછી આગામી સપ્તાહે પ્રત્યાઘાતી સુધારો આવી શકે છે. જો કે ટેકનિકલી માર્કેટ વીક થયું છે. સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીના અતિમહત્ત્વના તમામ સપોર્ટ લેવલ તૂટી ગયા છે. જેથી આગામી સપ્તાહે પણ દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. હા નિફ્ટી 26,000 અને સેન્સેક્સ 85,500 ઉપર બંધ આવે તો જ તેજી થશે.

You will also like

Leave a Comment