Stock Market India: સેન્સેક્સમાં 2072 પોઈન્ટનો ભારે ઉછાળો, US ટ્રેડ ડીલથી કયા સેકટરને ફાયદો?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો હતો. યુએસ ભારત વચ્ચે ટ્રેડ ડીલના ગુડ ન્યૂઝ આવ્યા હતા. પરિણામે બજાર ખૂબ ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યું હતુ. ટ્રમ્પે ભારત પર ટેરિફ ઘટીને 18 ટકા કરી હતી. જેથી તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 2072 પોઈન્ટ ઉછળી 83,739 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 639 પોઈન્ટ ઉછળી 25,727 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1422 પોઈન્ટ ઉછળી 60,041 બંધ હતો. અદાણી ગ્રૂપના શેરોમાં મોટો ઉછાળો નોંધાયો હતો. માર્કેટ કેપમાં 13 લાખ કરોડનો વધારો થયો હતો. રોકેટ ગતિએ ઉછાળો આવવાના ત્રણ કારણો હતા. યુએસ ભારત વચ્ચે ટ્રેડ ડીલથી કયા સેકટરને ફાયદો? વિદેશી રોકાણકાર હવે શું કરશે? શું શેરબજારની(Share Market India) ચાલ તેજીની થઈ છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 2072 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 3,657 પોઈન્ટના ઉછાળા સાથે 85,323ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો, શરૂમાં નવી લેવાલીથી વધુ ઉછળી 85,871 થઈ અને ત્યાંથી ઘટી 83,5011 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,739.13 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 2072.67નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીમાં 1253 પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 1220 પોઈન્ટના ઉછાળા સાથે 26,308 ખૂલીને શરૂમાં વધુ ઉછળી 26,341 થઈ અને ત્યાં ઘટી 25,641 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,727.55 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 639.15(2.55 ટકા)નો ઉછાળો દર્શાવે છે. બજાર ખૂલ્યા પછી નિફ્ટીમાં 1253 પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં તેજી થવાના ત્રણ કારણો

(1) યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ અંગે સહમતિ સંઘાઈ ગઈ છે. સોમવારે મોડીરાતે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે ફોન કોલ પર વાતચીત થઈ હતી. અને ત્યાર બાદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી હતી કે ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરી છે. જેને પગલે(Stock Market India) શેરબજાર સવારે ભારે ઊંચા મથાળે ગેપમાં જ ખૂલ્યું હતું. જો કે બજાર ટ્રેડિંગ માટે સત્તાવાર ખૂલે તે પહેલા ગત મોડી રાતે ગિફ્ટ નિફ્ટી 700 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો.

(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આજે મંગળવારે 1.41 ઊંચકાઈને 90.10 રહ્યો હતો. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું.

(3) વૈશ્વિક સ્ટોક માર્કેટના સંકેત પોઝિટિવ હતા. ડાઉ જોન્સ ફ્યુચર 50 પોઈન્ટ પ્લસ હતું, તેની સાથે યુરોપિયન અને એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા. જેની ભારતના શેરબજાર પર પોઝિટિવ અસર પડી હતી.

યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલના ફાયદા

ભારત પરનો 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરાયો છે. જેથી ભારતીય નિકાસકાર, મેન્યુફેકચરિંગ અને ઈન્ડસ્ટ્રીય સેકટરમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જેમાં ખાસ કરીને ટેક્સટાઈલ, ઓટો એન્સીલરી, સોલર મેન્યુફેકચરિંગ, કેમિકલ અને અદાણી ગ્રૂપ માટે આ ટ્રેડ ડીલ ફાયદાકારક રહેશે. ભારત અને યુએસ વચ્ચેની ટ્રેડ ડીલ અને ટેરિફ ઘટવાથી(Stock Market India) રોકાણકારોનો વિશ્વાસ ફરીથી પાછો આવ્યો છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ અને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ હવે ભારત તરફ જોવાની નજર બદલાશે. રેટિંગ અપગ્રેડ થશે. અતિમહત્ત્વનું એફઆઈઆઈ ભારતીય સ્ટોક માર્કેટમાં નવેસરથી રોકાણ કરવા આવશે.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 1639 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 465 પોઈન્ટ ઉછળ્યા હતા. જેથી એડવાન્સે ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો.(Stock Market India) 2694 શેરના ભાવ વધ્યા હતા અને 534 શેરના ભાવ ઘટ્યા હતા.

58 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 68 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

195 શેરમાં અપર સર્કિટ અને 45 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

અદાણી એન્ટરપ્રાઈઝ(10.58 ટકા), અદાણી પોર્ટ(9.19 ટકા), જિઓ ફાયનાન્સ(8.15 ટકા), બજાજ ફાયનાન્સ(6.67 ટકા) અને ઈન્ડિગો(5.57 ટકા)

ટોપ લુઝર્સ

ટેક મહિન્દ્રા(0.66 ટકા), બીઈએલ(0.16 ટકા), એસબીઆઈ લાઈફ(0.08 ટકા) અને નેસ્લે(0.07 ટકા)

કાલે બજાર કેવું રહેશે?

શેરબજારમાં છેલ્લા બે દિવસમાં જબરદસ્ત રીબાઉન્ડ થયું છે.(Stock Market India) હવે આગામી ત્રણ દિવસ સુધી આ સુધારો ટકી રહે અથવા સ્ટેડી રહે તો તેજી આગળ વધશે. સેન્સેક્સમાં 83,810, નિફ્ટી 25,800 અને નિફ્ટી બેંક 59,800 પર ટ્રેડ કરે તો અને તેની ઉપરના ક્લોઝિંગ આવે તો તેજીની આગેકૂચ રહેશે. બેંક નિફ્ટી તેજીમાં પડી છે.

You will also like

Leave a Comment