Stock Market India: સેન્સેક્સમાં વધુ 829 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઉછળી 100 ડૉલરને પાર

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ઘટાડો વધુ આગળ વધ્યો હતો. આજે ગુરુવારે લેવાલી-વેચવાલીને પગલે બેતરફી વધઘટ રહી હતી. પરંતુ બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 829 પોઈન્ટ ઘટી 76,034 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 227 પોઈન્ટ ઘટી 23,639 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 634 પોઈન્ટ ઘટી 55,100 બંધ રહ્યો હતો. બે તરફી વધઘટ રહેવા પાછળ કયા કારણ? પાવર સેકટરના શેરોમાં તેજી કેમ આવી? ઈરાન યુદ્ધનું લેટેસ્ટ અપડેટ જાણો. શેરબજારમાં હાલ તમામ ફેક્ટર નેગેટિવ છે. કાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે? ટેકનિકલી માર્કેટ હજી કેટલું ઘટશે?

જૂઓ વીડિયો….

શેરબજારમાં આજે ગુરુવારે ખૂલતાં જ વધુ નવો કડાકો બોલી ગયો છે. બજાર ખૂલતાની સાથે સેન્સેક્સમાં 962 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે અને એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 294 પોઈન્ટ તૂટ્યો હતો. આજે શેરબજારમાં ખૂલતાની સાથે કડાકો બોલી જતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 4.91 કરોડનો ઘટાડો નોંધાયો હતો.

મિડલ ઈસ્ટ યુદ્ધ ક્રૂડ ઓઈલમાં ઉછાળો

ઈઝરાયલ, યુએસએ અન ઈરાન યુદ્ધે વિશ્વના બજારોને હચમચાવી નાંખ્યા છે. ક્રૂડના ભાવ ફરીથી ઉછળીને 100 ડૉલર ઉપર નીકળી ગયા છે. તેમજ દેશભરમાં ગેસની અછત સર્જાઈ છે. જેને પગલે(Stock Market India) ભારતીય શેરબજારમાં આજે ગુરુવારે બીજા દિવસે શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, પરિણામે આજે નવો કડાકો બોલી ગયો છે.

નિફ્ટી 23,600ની નીચે

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) બજાર ખૂલતાની સાથે ઝડપથી તૂટી 75,871.18ની લો બનાવી હતી. સવારે 10.20 કલાકે સેન્સેક્સ 784 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) ઝડપથી તૂટી 23,556.30ની લો બનાવી હતી. સવારે 10.21 કલાકે નિફ્ટી 246 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 667 પોઈન્ટ ઘટી 55,068 પર ટ્રેડ કરી રહ્યો છે.

2317 શેરના ભાવ તૂટ્યા

મીડકેપ ઈન્ડેક્સ 900 પોઈન્ટ તૂટ્યો હતો. જેને પગલે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 546 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2317 શેરના ભાવ તૂટયા હતા. 255 શેર બાવન વીક લો પર બંધ હતા અને 46 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

બ્રેન્ટ ક્રૂડ 101 ડૉલર

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ(Brent Crude) 8.65 ડૉલર(9.54 ટકા) ઉછળી 101.28 ડૉલર થઈ હાલ 100.71 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ ક્રૂડ ઓઈલનો(Crude Oil) ભાવ 7.80 ડૉલર(8.98 ટકા) ઉછળી 95.09 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.

એશિયાઈ સ્ટોક માર્કેટ ગબડ્યા

આમ ક્રૂડના ભાવ સતત બીજા દિવસે વધીને આવતાં એશિયાઈ સ્ટોક માર્કેટ આજે ખૂલતા ગાબડા પડ્યા હતા. જાપાનનો નિક્કી 1082 પોઈન્ટ(1.97 ટકા) અને હોંગકોંગ સ્ટોક માર્કેટનો હેંગસેંગ ઈન્ડેક્સ 349 પોઈન્ટ(1.37 ટકા) ગબડ્યા હતા. સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 32 પોઈન્ટ, તાઈવાનનો તેઈપેઈ 492 પોઈન્ટ, કોરિયાનો કોસ્પી 62 પોઈન્ટ અને ચીનનો શાંઘાઈ 26 પોઈન્ટ માઈનસમાં હતા.

ડાઉ જોન્સ ફ્યુચર 552 પોઈન્ટ માઈનસ

યુએસ સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ ફ્યુચર 552 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરી રહ્યો છે. જેને પગલે(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને શેરોના ભાવ ઝડપી તૂટ્યા હતા.

રૂપિયો 31 પૈસા તૂટ્યો

વધુમાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 31 પૈસા તૂટી 92.35 પર ટ્રેડ કરી રહ્યો છે. આમ તમામ નેગેટિવ ફેકટરને પગલે ભારતીય શેરબજાર વધુ ઝડપથી ગગડીને આવ્યું છે.(Dollar v/s Rupee)

એફઆઈઆઈ હેવી નેટ સેલર

એફઆઈઆઈ(Stock Market India) ભારતીય શેરબજારમાં સતત વેચવાલ રહી છે. 11 માર્ચે એફઆઈઆઈએ રૂપિયા 6,267 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ માર્ચ મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 39,116 કરોડનું નેટ સેલ કર્યું હતું.(FII Net Seller)

આ પણ વાંચો….

Stock Market India: સેન્સેક્સમાં 1342 પોઈન્ટનો કડાકો, 5 લાખ કરોડ સાફ, હજી વધુ કેટલું ઘટશે?

You will also like

Leave a Comment