અમદાવાદ- Stock Market India ત્રણ દિવસના ઘટાડા પછી શેરબજારમાં સુધારો આવ્યો હતો. જોકે શેરબજારમાં બે તરફી ભારે વધઘટ નોંધાઈ હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 397 પોઈન્ટ વધી 82,307 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 132 પોઈન્ટ વધી 25,289 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી(Nifty Bank) 399 પોઈન્ટ વધી 59,200 બંધ હતો. શેરબજારમાં સુધારો કેમ આવ્યો? કાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે? આજે આવેલો સુધારો આગળ વધશે? ટેકનિકલ શું કહી રહ્યા છે? કયા લેવલ ઉપર બંધ આવે તો તેજી?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 397 પોઈન્ટ સુધર્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 82,459ના ઊંચા મથાળે ગેપમા ખૂલ્યો હતો. ત્યાર પછી નવી લેવાલીથી ઉછળીને 82,783 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 81,874 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,307.37 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 397.74નો સુધારો દર્શાવે છે.
નિફ્ટી 132 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,344ના ઊંચા ગેપમાં શરૂમાં ઝડપી વધી 25,435 થઈ અને ત્યાં ભારે વેચવાલીથી ઘટી 25,168 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,289.90 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 132.40 નો ઉછાળો દર્શાવે છે.
બે તરફી તોફાની વધઘટ
આજે સવારે(Stock Market India) શેરબજાર મજબૂત મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી ઝડપી સુધારો આવ્યો હતો. અને ઊંચા મથાળે ભારે વેચવાલી ફરી વળતાં સેન્સેક્સ દિવસના હાઈથી 700થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. જો કે ત્યાર બાદ નીચા મથાળે નવેસરથી લેવાલી નીકળતાં ફરી પાછો સુધારો આવ્યો હતો. આમ આજે ભારે તોફાની વધઘટ નોંધાઈ હતી. આજે ડીફેન્સ, પીએસયુ બેંક, ફાર્મા, પીએસઈ, મેટલ અને એફએમસીજી સેકટરમાં નવી લેવાલીના ટેકાથી સુધારો રહ્યો હતો. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને રીયલ્ટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
સુધારો આવવાના કારણ
(1) યુએસ પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવોસમાં કહ્યું હતું કે હું વડાપ્રધાન મોદીની ઈજ્જત કરું છે, અને ભારત સાથે નજીકના સમયમાં ટ્રેડ ડીલ કરીશું. આ નિવેદન પછી(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટમેન્ટ પોઝિટિવ થયું હતું.
(2) ટ્રમ્પે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડને અમે ખરીદીશું પણ બળથી નહી, કળથી જીતીશું. એટલે કે મીલીટ્રી એક્શન નહી કરીએ. ગ્રીનલેન્ડના મુદ્દે ટ્રમ્પના તેવર ઢીલા પડ્યા છે. આ નિવેદન પછી યુરોપિયન યુનિયન પર વધારાની 10 ટકા ટેરિફ હાલ પુરતા ટળી છે. જેને કારણે વિશ્વના દેશોએ હાશકારો અનુભવ્યો હતો.
(3) ટ્રમ્પના નિવેદનો પછી વૈશ્વિક સ્ટોક માર્કેટમાં ઉછાળો આવ્યો હતો. ડાઉ જોન્સ 588 પોઈન્ટ ઉછળીને આવ્યો હતો. તેમજ ડાઉ ફ્યુચર પણ 230 પોઈન્ટ પ્લસ હતો. યુરોપિયન અને એશિયાઈ સ્ટોક માર્કેટ વધીને આવ્યા હતા. ડૉલર મજબૂત થયો હતો. ક્રૂડના ભાવ ઘટ્યા હતા. ડૉલર ઈન્ડેક્સ મજબૂત હતો.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા વધી 91.63 પર ટ્રેડ કરતો હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે ગુરુવારે(Stock Market India) શેરબજારમાં સુધારો આવ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 767 પોઈન્ટ ઉછળ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 537 પોઈન્ટ વધ્યો હતો. પરિણામે આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2344 શેરના ભાવ વધ્યા હતા અને 849 શેરના ભાવ ઘટ્યા હતા.
192 શેર બાવન વીક લો
36 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 192 શેર બાવન વીક લો પર બંધ રહ્યા હતા.
99 શેરમાં તેજીની સર્કિટ
99 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી. તો સામે 66 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
FTA Between India EU: યુરોપિયન યુનિયન સાથે થશે સૌથી મોટી ટ્રેડ ડીલ!
ટોપ ગેઈનર્સ
ડૉ. રેડ્ડી લેબ(5.31 ટકા), બીઈએલ(3.76 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.76 ટકા), અદાણી પોર્ટ(2.72 ટકા) અને તાતા સ્ટીલ(2.71 ટકા)
ટોપ લુઝર્સ
ઈટરનલ(2.47 ટકા), એસબીઆઈ લાઈફ(1.48 ટકા), ટિટાન(1.40 ટકા), આઈસર મોટર(1.32 ટકા) અને મેક્સ હેલ્થકેર(0.47 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
ત્રણ દિવસના મોટા કડાકા પછી(Stock Market India) આજે પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. માર્કેટ હાઈલીઓવરસોલ્ડ હતું, જેથી આજે નીચા મથાળે વેચવાલી અટકી ગઈ હતી, શોર્ટ સેલવાળા વેચાણ કાપવા આવ્યા હતા. જો કે હાલ શેરબજાર ટેકનિકલી વીક છે. નિફ્ટી 25,500 અને 25,800 ઉપર બંધ ન આવે ત્યાં સુધી શેરબજારમાં તેજી થવી મુશ્કેલ છે. આથી દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. રોકાણકારોએ પણ એલર્ટ રહેવાની જરૂર છે. કાલે સપ્તાહનો છેલ્લો દિવસ છે, આથી બજાર બે તરફી વધઘટમાં અથડાશે.