અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે મંળવારે સુધારો આગળ વધ્યો હતો. શરૂની નરમાઈ પછી આઈટી શેરોની રાહબરી હેઠળ નવી લેવાલી આવી હતી. પરિણામે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ઘટ્યા મથાળેથી ઝડપી ઊંચકાયા હતા. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 173 પોઈન્ટ વધી 83,450 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 42 પોઈન્ટ વધી 25,725 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 224 પોઈન્ટ વધી 61,174 બંધ થયો હતો. શેરબજારમાં(Share Market India) આજે બીજા દિવસે કેમ સુધારો આવ્યો હતો? અને ટેકનિકલ લેવલ શું કહે છે? શેરબજારનો વિશેષ અહેવાલ….
સેન્સેક્સ 173 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 83,197ના નીચા મથાળે ખુલ્યો હતો. શરૂમાં વધુ ઘટી 82,987 થઈ અને ત્યાં નવી લેવાલી આવતાં ઝડપી ઉછળી 83,598 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,450.96 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 173.81નો સુધારો દર્શાવે છે.
નિફ્ટી 42 પોઈન્ટ પ્લસ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,637ની નીચા મથાળે ગેપમાં ખુલીને શરૂમાં વધુ ઘટી 25,570 થઈ અને ત્યાંથી ઝડપી વધી 25,764 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,725.40 બંધ થયો હતો. જે 42.65નો સુધારો દર્શાવે છે.
નિફ્ટી વીકલી એક્સપાયરી
આજે મંગળવારે(Stock Market India) નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. જેથી બે તરફી લેવાલી અને વેચવાલી એમ કામકાજ જોવાયા હતા. જો કે નીચા મથાળે શોર્ટ સેલ કપાતા ઝડપી સુધારો આવ્યો હતો. સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 611 પોઈન્ટ ઉછળ્યો હતો. બેંક નિફ્ટી પણ 600 પોઈન્ટ ઘટ્યા મથાળેથી ઊંચકાયો હતો. ખાસ કરીને આઈટી સેકટરના શેરોમાં નીચા મથાળે નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. માર્કેટ કેપિટલાઈઝેશમાં રૂપિયા 2 લાખ કરોડનો વધારો થયો હતો.
બીજા દિવસે સુધારાના કારણો
(1) ભારત અને ફ્રાન્સ વચ્ચે આજે ડીફેન્સ સેકટર માટે નવા એમઓયુ થવાની ધારણાએ(Stock Market India) ડીફેન્સ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી.
(2) નવી દિલ્હીમાં એઆઈ સમિટ મળી છે. જેમાં એઆઈ સાથે જોડાયેલી ચિંતા દૂર કરવામાં આવી છે. આઈટી કંપનીઓ જો એઆઈ સ્વીકારી લેશે તેમને નવો અવસર મળશે. તેમાં જોબ છૂટી જવાનો ડર હતો, તેમાં પણ ઘણી સ્પષ્ટતા કરાઈ છે. પરિણામે ચાર દિવસના ઘટાડા પછી આજે આઈટી સેકટરના શેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી અને શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ સુધર્યું હતું. આજે આઈટી ઈન્ડેક્સ 337 પોઈન્ટ(1.03 ટકા) સુધર્યો હતો.
(3) એઆઈ સમિટમાં અદાણી ગ્રૂપે એઆઈ ઈન્ફ્રાસ્ટ્રચરમાં 2035 સુધીમાં 100 બિલિયન ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેથી અદાણી ગ્રૂપના શેરોમાં નવી લેવાલી આવી હતી.
(4) ઈન્ફોસીસ ટેકનોલોજીએ એન્થ્રોપિક એઆઈ સેફટી અને રીસર્ચ કંપની સાથે ટાઈઅપ કર્યું છે. જેથી ઈન્ફોસીસમાં જોરદાર લેવાલીથી ઉછાળો આવ્યો હતો.
(5) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા છે. બ્રેન્ટ 68.04 ડૉલર અને ક્રૂડ 63.22 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે.

આજે મીડકેપ ઈન્ડેક્સ 158 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ100 ઈન્ડેક્સ 95 પોઈન્ટ પ્લસ હતા. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1932 શેરના ભાવ વધ્યા હતા અને 1217 શેરના ભાવ ઘટ્યા હતા.
70 શેર બાવન વીક હાઈ પર હતા અને 87 શેર બાવન વીક લો પર બંધ હતા.
67 શેરમાં અપર સર્કિટ અને 56 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
અદાણી એન્ટરપ્રાઈઝ(2.74 ટકા), આઈટીસી(2.34 ટકા), બીઈએલ(1.97 ટકા), ઈન્ફોસીસ(1.88 ટકા) અને લાર્સન ટુબ્રો(1.77 ટકા)
ટોપ લુઝર્સ
કવૉલીટી વૉલ્સ(5 ટકા), હિન્દાલકો(1.87 ટકા), ઈટરનલ(1.83 ટકા), તાતા સ્ટીલ(1.42 ટકા) અને ટ્રેન્ટ(1.41 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં(Stock Market India) બીજા દિવસે સુધારો આગળ વધ્યો છે. પણ હજી નિફ્ટી તેના 25,800ના અતિમહત્ત્વના રેઝિસ્ટન્સ લેવલને કૂદાવ્યો નથી. તેવી જ રીતે સેન્સેક્સ 83,800ના ખૂબ જ મહત્ત્વના લેવલને ક્રોસ કર્યું નથી. જેથી ટેકનિકલી માર્કેટ વીક છે. હા નિફ્ટીમાં 25,500નું સપોર્ટ લેવલ છે, ત્યાં બજારે સપોર્ટ મેળવ્યો છે, પણ હવે નવી તેજી માટે ઉપર દર્શાવેલ આ લેવલ કૂદાવવા ખૂબ જરૂરી છે. નહી તો ત્યાં સુધી ઉછાળે વેચવાલી આવ્યા કરશે. બેંક નિફ્ટી તેજીમાં પડી ચુકી છે.
Top Trending News
Consumer Responsibility Index: ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગુજરાતની મહત્વપૂર્ણ પહેલ