Stock Market India: બે તરફી ભારે વધઘટ વચ્ચે શેરબજારમાં સુધારો, પ્રી બજેટ હલચલ શરુ…

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ભારે વધઘટ વચ્ચે સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં(BSE Sensex) 1000 પોઈન્ટથી વધારે વધઘટ જોવા મળી હતી. સેન્સેક્સ 319 પોઈન્ટ વધી 81,857 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 126 પોઈન્ટ વધી 25,175 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 732 પોઈન્ટ વધી 59,205 બંધ થયો હતો. બે તરફી મુવમેન્ટ કેમ જોવા મળી? સુધારો આવવા પાછળ સોલીડ કારણો? બજેટને(Budget 2026) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી દિવસોમાં શેરબજારનો(Share Market India)  ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી વ્યૂ શું રહશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 319 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 81,436ના મથાળે ખૂલીને શરૂમાં ઘટી 81,084 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 82,084 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,857.48 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 319.79નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 126 પોઈન્ટ સુધર્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,063ના મથાળે ખૂલીને શરૂમાં ઘટી 24,932 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 25,246 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,175.40 બંધ થયો હતો. જે 126.75નો ઉછાળો દર્શાવે છે.

એફઆઈઆઈ નેટ સેલર

Stock Market Indiaએફઆઈઆઈએ 23 જાન્યુઆરીએ રૂપિયા 4113 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ(Stock Market India) 2026ના નવા વર્ષના પ્રથમ મહિનો જાન્યુઆરીમાં કુલ રૂપિયા 40,704 કરોડનું ચોખ્ખુ નેટ વેચાણ કર્યું છે.

શેરબજારમાં સુધારો આવવાના કારણ

(1) અમેરિકાની ગુડ ન્યૂઝ આવ્યા છે. ટ્રમ્પ ગમે ત્યારે ભારત પર લાદેલ 50 ટકા ટેરિફમાંથી 25 ટકા ટેરિફ પાછો ખેંચી લેશે. જેની ભારતીય શેરબજારના(Stock Market India) સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

(2) ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ થઈ ગઈ છે. આ માત્ર ટ્રેડ ડીલ નથી, પણ ધી મધર્સ ઓફ ઓલ ડીલ છે. પ્રાથમિક સમાચાર મુજબ ભારતની 90 ટકા પ્રોડ્કટ પર 0 ટકા ડ્યુટી રહેશે. જેને કારણે ભારતીય શેરબજારમાં(Stock Market India) નીચા મથાળે નવી લેવાલી આવી હતી.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા સુધરી 91.72 પર ટ્રેડ કરી રહ્યો હતો.

(4) ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેત હતા. યુરોપિયન અને અશિયન સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી, જેની પાછળ ભારતીય શેરબજારમાં ઘટાડે નવી લેવાલી આવી હતી.

(5) બજેટ 2026 આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેથી શેરબજારમાં આજે મંદીવાળાઓની વેચાણ કાપણી જોવાઈ હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

આજે મંગળવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1632 શેરના ભાવ વધ્યા હતા અને 1560 શેરના ભાવ ઘટ્યા હતા.

580 સ્ટોક બાવન વીક લો પર

44 શેર બાવન વીક હાઈ પર હતા અને 580 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

Top Trending Video news

Budget 2026: શેરબજારની 15 મોટી અપેક્ષા સંતોષાશે તો નવી તેજી સંભવ!

119 શેરમાં લોઅર સર્કિટ

66 શેરમાં અપર સર્કિટ અને 119 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

અદાણી એન્ટરપ્રાઈઝ(5.30 ટકા), એક્સિસ બેંક(5.09 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(4.55 ટકા), અદાણી પોર્ટ(4.33 ટકા) અને ગ્રાસિમ(3.60 ટકા)

ટોપ લુઝર્સ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(4.25 ટકા), એશિયન પેઈન્ટ(2.80 ટકા), કોટક મહિન્દ્રા બેંક(2.58 ટકા), મેક્સ હેલ્થકેર(1.64 ટકા) અને મારૂતિ(1.50 ટકા)

આગામી દિવસોમાં Stock Market India કેવું રહેશે?

ત્રણ દિવસની રજાઓ અને મોટા કડાકા પછી આજે શેરબજારમાં રીકવરી નોંધાઈ છે. બજેટ 2026 આડે હવે માંડ ત્રણ ટ્રેડિંગ સેશન બાકી રહી છે. રવિવારે બજેટ છે, જે પહેલા શેરબજારમાં(Stock Market India) સાવચેતીનો મૂડ રહ્યો છે. તેજીવાળા અને મંદીવાળા પોતાની વધારાની પોઝીશન સ્કેવર ઓફ કરી રહ્યા છે. અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે નિફ્ટીમાં 25,000 અને સેન્સેક્સમાં 81,000ના સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. આ બીજી વખત નિફ્ટી 25,000 નીચે જઈને રીકવર થયો છે. જેથી આગામી દિવસોમાં નિફ્ટી 25,000નો મજબૂત સપોર્ટ લેવલ રહેશે, અને ઉપરમાં 25,800 એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જેથી હવે નિફ્ટી 25,800 કૂદાવશે તો જ શેરબજારમાં તેજી થશે, અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવશે.

You will also like

Leave a Comment