Stock Market India: અમેરિકા ઈરાન વચ્ચે તંગદિલી છતાં શેરબજારમાં સુધારો કેમ આવ્યો?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 479 પોઈન્ટ વધી 83,294 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 141 પોઈન્ટ વધી 25,713 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 92 પોઈન્ટ વધી 61,264 બંધ થયો હતો. યુએસ ઈરાન ટેન્શનમાં લેટેસ્ટ અપડેટ શું છે અને ટ્રમ્પ ટેરિફ મામલે હજી અનિશ્ચિતતા છે. નવી લેવાલી આવવા પાછળ કયા કારણો? કાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે? ટેકનિકલ લેવલ શું કહે છે? શેરબજારના એનાલિસિસનો વિશેષ અહેવાલ….

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 479 પોઈન્ટ ઊંચકાયો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 82,906ના મજબૂત મથાળે ખૂલીને દિવસનો તે જ લો બન્યો હતો. જે પછી નવી લેવાલી નીકળતાં ઝડપથી વધી 83,486 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,294.66 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 479.95ની મજબૂતી દર્શાવે છે.

નિફ્ટી 141 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,678ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 25,609 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં વધી 25,771 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,713 બંધ થયો હતો. જે 141.75નો ઉછાળો દર્શાવે છે.

આઈટી અને મેટલ શેરોમાં વેચવાલી

સપ્તાહના પ્રથમ દિવસે શેરોના ભાવ ઊંચા મથાળે જ ખૂલ્યા હતા. યુએસ સુપ્રીમ કોર્ટે(US Supreme Court) ટ્રમ્પના ટેરિફને(Trump Tariffs) ગેરકાયદે જાહેર કર્યા પછી(Stock Market India) શેરબજાર સામાન્ય ઊંચા મથાળે ખૂલ્યું હતું. અને નવી લેવાલી નીકળતાં મજબૂતી સાથે જ બંધ થયું હતું. આજે આઈટી અને મેટલ સેકટરના શેરોમાં સામાન્ય વેચવાલીથી નરમાઈ હતી, તે સિવાયના તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી.

તેજીના કારણો

(1) યુએસ સુપ્રીમ કોર્ટે યુએસ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) ઈમરજન્સીનો ઉપયોગ કરીને વિશ્વના દેશો પર ટેરિફ લાદ્યો છે, જે ગેરકાયદે છે. તે ચૂકાદો આવ્યા પછી વિશ્વના બજારોમાં ભારે ગભરાટ હતો કે હવે સોમવારે બજારો શું ખૂલશે. પણ ટ્રમ્પે કોર્ટના ચૂકાદા પછી વિશ્વના તમામ દેશો પર 10 ટકા ગ્લોબલ ટેરિફ(Global Tariffs) લાદ્યો હતો. અને બીજા દિવસે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કર્યો હતો. જે દેશો સાથે ટ્રેડ ડીલ થઈ તેનું શું? અને જે ટેરિફ વસુલી છે, તેનું રીફંડ મળશે કે નહી? આવી અનિશ્ચિતતા વચ્ચે પણ(Stock Market India) શેરબજારમાં નવી લેવાલી રહી હતી.

(2) અમેરિકા અને ઈરાન(US Itran) વચ્ચે જેનેવામાં બેઠક ચાલી રહી છે, તેવા સમાચાર બજાર ખૂલતા જ આવ્યા હતા, જેથી નવી લેવાલી આવી હતી અને શેરોના ભાવ સુધાર્યો હતો. સવારે જાપાન સિવાયના તમામ એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા.

નેગેટિવ કારણ

યુએસ અને ઈરાન વચ્ચે તંગદિલી ચાલી રહી છે. ગમે ત્યારે યુદ્ધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે વચ્ચે તેહરાનમાં આવેલ ભારતીય દુતાવાસે એડવાઈઝરી જાહેર કરી હતી કે ભારતીય નાગરિકો ઈરાન હોય તો તેમણે તુરંત દેશ છોડી દેવો. આ એડવાઈઝરી જાહેર થઈ તેનો અર્થ એ થાય છે કે યુએસ ઈરાન વચ્ચે યુદ્ધ થશે. ટ્રમ્પ ગમે ત્યારે હૂમલો કરી શકે છે, તેવી ધારણા રખાય છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

Stock Market India શેરબજાર પોઝિટિવ હોવા છતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ હતો. મીડકેપ ઈન્ડેક્સ 258 પોઈન્ટ માઈનસ બંધ હતો, તો સ્મોલકેપ ઈન્ડેક્સ 49 પોઈન્ટ પ્લસ હતો. આજે સોમવારે 1494 શેરના ભાવ વધ્યા હતા અને 1675 શેરના ભાવ ઘટ્યા હતા.

78 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 169 શેર બાવન વીક લો પર બંધ હતા.

76 શેરમાં અપર સર્કિટ અને 78 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

અદાણી પોર્ટ(2.81 ટકા), કોટક બેંક(2.24 ટકા), એચડીએફસી લાઈફ(1.97 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.93 ટકા) અને અલ્ટ્રાટેક સીમેન્ટ(1.60 ટકા)

ટોપ લુઝર્સ

હિન્દાલકો(2.23 ટકા), વિપ્રો(1.89 ટકા), ઈન્ફોસીસ(1.86 ટકા), ટેક મહિન્દ્રા(1.35 ટકા) અને સિપ્લા(1.05 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં(Stock Market India) શુક્રવારે અને સોમવારે સુધારો આવ્યો છે. જો કે હજી ટેકનિકલી માર્કેટ વીક છે. નિફ્ટી 25,800 અને સેન્સેક્સ 83,800 ઉપર બંધ ન આવે ત્યાં સુધી તેેજી કરવી મુશ્કેલ લાગે છે. જે સ્ટોપલોસે દરેક ઉછાળે વેચીને લેવું. જ્યારે બેંક નિફ્ટી 59,800 ઉપર બંધ છે, એટલે તે તેજીમાં પડી છે. બેંક નિફ્ટી અને બેંક શેરોમાં તેજી થશે.

Top Trending News

Gold Silver Market: સોના ચાંદીમાં આગામી સપ્તાહે ઊંચા મથાળે વેચવાલી કે ફરીથી નવો હાઈ

You will also like

Leave a Comment