Stock Market India: શેરબજારમાં શાનદાર સુધારો, હજી નેગેટિવ ત્રણ કારણો

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ઝડપી સુધારો આવ્યો હતો. નીચા મથાળે બ્લુચિપ શેરોમાં વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 650 પોઈન્ટ વધી 83,277 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 211 પોઈન્ટ વધી 25,682 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 762 પોઈન્ટ ઉછળી 60,949 બંધ થયો હતો. આજે સોમવારે માર્કેટ કેપમાં રૂ.3 લાખ કરોડનો વધારો થયો હતો. શેરબજારમાં(Share Market India) સુધારો કેમ આવ્યો? સુધારો આવવાના કયા કારણ? કયા ત્રણ નેગેટિવ કારણો છે? ટેકનિકલી શેરબજાર હજી વીક છે? કાલે શેરબજાર કેવું રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 650 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 82,480ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 82,276 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 83,333 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,277.15 બંધ રહ્યો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 650.39નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીમાં 211 પોઈન્ટનો ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,423 ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઘટી 25,372 થઈ અને ત્યાં ભારે લેવાલીથી ઝડપી વધી 25,697 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,682.75 બંધ થયો હતો. જે 211.65નો ઉછાળો દર્શાવે છે.

શોર્ટ સેલ કપાયું

સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે(Stock Market India) શેરોના ભાવ નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. શરૂમાં વેચવાલી ચાલુ રહી હતી. જો કે બે દિવસના મોટા કડાકા પછી આજે બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી નીકળતાં ઝડપી સુધારો આવ્યો હતો. આજે તેજી થવાના કારણો હતા, તો સામે નેગેટિવ ત્રણ કારણો પણ હતા. તેમ છતાં આજે શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો.

તેજીના કારણો

(1) બે દિવસના કડાકા પછી આજે બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. તેમજ મંદીવાળા ખેલાડીઓએ શોર્ટ સેલ કાપ્યું હતું, જેથી આજે ઝડપી સુધારો આવ્યો હતો.

(2) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં સુધારો હતો. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. જેની ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર પડી હતી.,

(3) યુએસ પ્રેસિડેન્ટ ડે હોવાથી યુએસના માર્કેટ બંધ છે. તેમજ ચીનમાં ન્યૂઅર ડે હોવાથી બજારો બંધ છે. આથી(Stock Market India) બજારમાં કોઈ ગભરાટ હતો નહી. ઉપરથી ડાઉ જોન્સ ફ્યુચર 236 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો.

નેગેટિવ કારણો

(1) ફેબ્રુઆરી મહિનામાં આઈટી સ્ટોક જબરજસ્ત તૂટ્યા છે. આઈટી ઈન્ડેક્સમાં 14 ટકાનો કડાકો બોલી ગયો છે. ઈન્ફોસીસ 16.5 ટકા, ટીસીએસ 14 ટકા, એચસીએલ ટેકનોલોજી 14 ટકા, ટેક મહિન્દ્રા 12 ટકા અને વીપ્રો 10 ટકા ગબડ્યા હતા. તે સિવાય અન્ય આઈટી શેરો પણ તૂટ્યા હતા. સ્થાનિક નાણાં સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડો પાસે આઈટી શેરોનું મોટુ હોલ્ડિંગ છે. જેથી તેમને જંગી નુકસાન થઈ રહ્યું છે.

(2) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેપિટલ માર્કેટ એક્સપોઝર નોર્મ્સ કડક કર્યા છે. જેને પગલે આજે સોમવારે કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા સેકટરના શેરોમાં વેચવાલીથી ભાવ ગબડ્યા હતા.

(3) જાન્યુઆરી મહિનાનો ડબલ્યૂપીઆઈ જથ્થાબંધ મોંઘવારી દર 0.83 ટકાથી વધી 1.81 ટકા આવ્યો છે. જે(Stock Market India) શેરબજાર માટે નેગેટિવ ફેકટર બની શકે છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે મીડકેપ ઈન્ડેકસ 285 પોઈન્ટ પ્લસ હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 18 પોઈન્ટ સુધર્યો હતો. તેમછતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1343 શેરના ભાવ વધ્યા હતા અને 1827 શેરના ભાવ ઘટ્યા હતા.

51 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 148 શેર બાવન વીક લો પર બંધ હતા.

60 શેરોમાં અપર સર્કિટ અને 84 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

પાવરગ્રીડ(4.74 ટકા), કૉલ ઈન્ડિયા(3.26 ટકા), એચડીએફસી બેંક(2.39 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.09 ટકા) અને મેક્સ હેલ્થકેર(2.03 ટકા)

ટોપ લુઝર્સ

કવૉલીટી વોલ્સ(2.01 ટકા), ટેક મહિન્દ્રા(1.34 ટકા), બજાજ ફાઈનાન્સ(1.15 ટકા), મારૂતિ 1.14 ટકા) અને ટીએમપીવી(0.91 ટકા)

કાલે Stock Market India કેવું રહેશે?

શેરબજારમાં આજે ભલે ઝડપી સુધારો આવ્યો હોય પણ ટેકનિકલી માર્કેટ વીક છે. નિફ્ટી 25,800 અને સેન્સેક્સ 83,800 ઉપર બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાલી જોવાશે. તેનાથી ઉલ્ટુ બેંક નિફ્ટી 59,800 ઉપર બંધ છે, ત્યાં સુધી બેંક નિફ્ટીમાં તેજીની આગેકૂચ જળવાશે.

Top Trending News

Piyush Goyal on Trade Deal: 55થી 60 ટ્રિલિયન ડૉલરનું માર્કેટ ખૂલશે, એગ્રી પ્રોડક્ટ અંગે શું કહ્યું?

You will also like

Leave a Comment