Stock Market India: ત્રીજા દિવસે સુધારો, FIIની નવી ખરીદી, આઈટી શેર કેમ તૂટ્યા?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે સુધારો આવ્ચો હતો. નીચા મથાળે નવી લેવાલી આવી હતી અને એફઆઈઆઈ નેટ બાયર હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 78 પોઈન્ટ વધી 83,817 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 48 પોઈન્ટ વધી 25,776 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 196 પોઈન્ટ વધી 60,238 બંધ હતો. સેબી(SEBI) ચેરમેનનું એફ એન્ડ ઓ પર મોટું નિવેદન આવ્યું છે. આઈટી સ્ટોક(IT Stock Crash) કેમ તૂટ્યા? શેરબજારમાં(Share Market India) નવી લેવાલીનું કારણ શું છે? ટેકનિકલી શેરબજાર તેજીમાં આવી ગયું છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 78 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 83,252ની નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 83,119 થઈ અને ત્યાં નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ઉછળી 83,947 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,817.69 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ સેન્સેક્સની સરખામણીએ 78.56ની મજબૂતી દર્શાવે છે.

નિફ્ટી 48 પોઈન્ટ પ્લસ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,675ના લો લેવલે ખૂલીને શરૂમાં વધુ ઘટી 25,563 થઈ અને ત્યાંથી ઝડપી રીકવર થઈ 25,818 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,776 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 48.75નો સુધારો દર્શાવે છે.

કયા સેકટરના શેરોમાં લેવાલી આવી?

આજે શેરબજાર(Stock Market India) આઈટી સ્ટોકના ગાબડાને પગલે ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. વેચવાલી ચાલુ રહેતાં વધુ ઘટ્યું હતું. પણ નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, જેથી ઘટ્યા મથાળેથી ઝડપી રીકવરી આવી હતી. આજે ઓઈલ, ગેસ, પાવર, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓટો, એનર્જિ તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી.

આઈટી સ્ટોક કેમ તૂટ્યા?

ગઈકાલે યુએસના સ્ટોક માર્કેટમાં એઆઈ આધારિત આઈટી કંપનીઓના સ્ટોકમાં ભારે વેચવાલી ગાબડા પડ્યા હતા. એન્થ્રોપિકએ નવું એઆઈ ટૂલ્સ લોન્ચ કર્યું છે. જેનાથી ડેટા અને બીપીઓ બિઝનેસ પર નેગેટિવ અસર થશે, તેવી ધારણા વચ્ચે આઈટી શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા. ભારતીય શેરબજારમાં(Stock Market India) આઈટી સેકટરનો ઈન્ડેક્સ 2304 પોઈન્ટ(5.97 ટકા) તૂટ્યો હતો. ટોપ ફાઈવ લુઝર્સમાં આજે તમામ પાંચેય સ્ટોક આઈટી સેકટરના જ હતા.

સેબી ચેરમેનનું નિવેદન

સેબી ચેરમેન તુહિન કાંત પાડેએ(SEBI Chairman Tuhin Kant Pande) મુંબઈના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એફ એન્ડ ઓ ટ્રેડિંગને લઈને સેબી તાત્કાલિક કોઈ પગલા લેવાનું નથી. રેગ્યૂલેટર ઈક્વિટી ડેરિવેટિવ્ઝને રેગ્યૂલેટ કરવા માટે સમજી વિચારને પગલા લેવા ઈચ્છે છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે એફ એન્ડ ઓ પર કોઈ નવા અંકુશ તેઓ લાવી રહ્યા નથી. તેમજ વીકલી એક્સપાયરીમાં કોઈ ફેરફાર કરાશે નહી. આ નિવેદન પછી શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. અને શેરોમાં નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ઝડપી રીકવરી આવી હતી.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે બુધવારે નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ 376 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 216 પોઈન્ટ પ્લસ હતા. જેથી એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2153 શેરના ભાવ વધ્યા હતા અને 1048 શેરના ભાવ ઘટ્યા હતા.

34 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 55 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

121 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 51 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

ટ્રેન્ટ(5.18 ટકા), ઈટરનલ(4.90 ટકા), ઓએનજીસી(3.50 ટકા), એનટીપીસી(2.30 ટકા) અને અદાણી પોર્ટ(2.25 ટકા)

ટોપ લુઝર્સ

ઈન્ફોસીસ(7.37 ટકા), ટીસીએસ(6.99 ટકા), એચસીએલ ટેકનોલોજી(4.58 ટકા), ટેક મહિન્દ્રા(4.52 ટકા) અને વિપ્રો(3.79 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજાર(Stock Market India) બજેટના દિવસનો કડાકો પચાવીને છેલ્લા ત્રણ દિવસથી પ્લસમાં બંધ રહ્યું છે. ત્રણ દિવસના સુધારા પછી કાલે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી શકે છે. હજી નવી તેજી થવા માટે બે દિવસના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 83,810 અને નિફ્ટી 25,800 ની ઉપર બંધ જોઈએ. બેંક નિફ્ટી 59,800 ઉપર બંધ આવી ગઈ અને બેંક નિફ્ટી તેજીમાં પડી છે. પરિણામે હાલ શેરબજારમાં જો એફઆઈઆઈની નવી લેવાલી આવશે તો ફરીથી તેજીનું સેન્ટિમેન્ટ થઈ શકે છે.

You will also like

Leave a Comment