Stock Market India: બે દિવસના ઘટાડા પછી શેરબજારમાં સુધારો, આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી આજે શુક્રવારે સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 187 પોઈન્ટ વધી 83,570 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 28 પોઈન્ટ વધી 25,694 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 515 પોઈન્ટ ઉછળી 60,095.15 બંધ થયો હતો. સવારે બજાર ખૂલતાં ભારે લેવાલીથી શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, પણ ઊંચા મથાળે વેચવાલી ફરી વળતાં બજાર વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. હવે આગામી સપ્તાહે શેરબજાર કેવું રહશે અને ટેકનિકલ લેવલથી બજારમાં શું થશે? જાણો વિશેષ અહેવાલ….

સેન્સેક્સમાં 187 પોઈન્ટનો સુધારો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,670ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં જોરદાર લેવાલીથી ઉછળી 84,134 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટીને 83,456 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,570.35 બંધ થયો હતો. જે 187.64નો સુધારો દર્શાવે છે.

નિફ્ટી 28.75 વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,696ના મજબૂત લેવલે ખૂલીને શરૂમાં વધુ ઉછળી 25,873 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 25,662 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,694.35 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખાણીએ 28.75નો સુધારો દર્શાવે છે.

મૂડીનું 46,000 કરોડનું ધોવાણ

બે દિવસના ઘટાડા પછી આજે સપ્તાહના અંતિમ દિવસે(Stock Market India) સુધારો આવ્યો હતો. પણ ઊંચા મથાળે જોરદાર વેચવાલી પણ જોવાઈ હતી. જેથી શેરબજાર વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. બીજી તરફ માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 46 હજાર કરોડનું ધોવાણ થયું હતું. બજારમાં ભલે સુધારો દેખાતો હોય પણ રોકાણકારોની મૂડીમાં 46 હજાર કરોડનું ધોવાણ થયું છે.

શેરબજારમાં સુધારો આવવાના કારણ

(1) અમેરિકા અને ભારત વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ થવાની ધારણા છે. કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલનું નિવેદન આવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ભારતની નિકાસ પર રેસિપ્રોકલ ટેરિફ ઘટાડવા સાથે જોડાયેલ પ્રસ્તાવિત ડીલના પ્રથમ તબક્કાની વાચતીત અંતિમ ચરણમાં છે. તેમજ વીતેલા મહિને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ અને યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે વર્ચ્યુલ બેઠક પછી બન્ને દેશોની સતત વાતચીત થતી રહી છે. આમ પોઝિટિવ સમાચાર આવતા(Stock Market India) નવી લેવાલી નીકળી હતી. અને ઘટાડો અટક્યો હતો.

(2) યુએસ સ્ટોક માર્કેટમાં તેજી ચાલી રહી છે. ડાઉ જોન્સ અને નેસ્ડક તેની હાઈની નજીક ટ્રેડ કરી રહ્યા છે. જેથી(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

(3) આઈટી સેગ્ટમેન્ટમાં ઈન્ફોસીસ ટેકનોલોજીના કવાર્ટર થ્રીના પરિણામ અનુમાન કરતાં પ્રોત્સાહક આવ્યા હતા. તેમજ રેવન્યૂ ગ્રોથ ગાયડન્સ 2-3 ટકા વધારીને 3-3.50 ટકા કર્યું હતું. તેમજ ઈન્ફોસીસના મેનેજમેન્ટે કંપનીના આઉટલૂક મુદ્દે પોઝિટિવ નેવિદેન આપ્યું હતું. જેથી ઈન્ફોસીસના શેરમાં જોરદાર લેવાલી નીકળતાં શેરના ભાવમાં પાંચ ટકા કરતા વધુનો ઉછાળો આવ્યો હતો. તેની પાછળ અન્ય આઈટી શેરોમાં ધૂમ લેવાલીથી ઉછાળો આવ્યો હતો.

(4) બેંક શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. 17 જાન્યુઆરીએ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીબીઆઈ બેંક અને યસ બેંકના ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર થશે. બેંકોના પરિણામો પ્રોત્સાહક આવવાના આશાવાદ પાછળ બેંક શેરોમાં નવી લેવાલી આવી હતી. જેથી(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

Top Trending News

Budget 2026: નાણાંપ્રધાન ઈન્કમ ટેક્સ એક્ટમાં સુધારો કરશે? Tax Slabsમાં ફેરફાર થવાની આશા

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ

શેરબજારમાં સુધારો આવ્યો હોવા છતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1339 શેરના ભાવ વધ્યા હતા અને 1830 શેરના ભાવ ઘટ્યા હતા.

65 શેર બાવન વીક હાઈ પર હતા અને 216 શેર બાવન વીક લો પર બંધ હતા.

80 શેરમાં અપર સર્કિટ અને 32 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ઈન્ફોસીસ ટેકનોલોજી(5.58 ટકા), ટેક મહિન્દ્રા(5.26 ટકા), વીપ્રો(2.54 ટકા), એચસીએલ ટેકનોલોજી(2.41 ટકા) અને ટીસીોએસ(2.34 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

ઈટરનલ(3.76 ટકા), જિઓ ફાયનાન્સ(3.15 ટકા), સિપ્લા(2.54 ટકા), હિન્દાલકો(2.44 ટકા) અને એશિયન પેઈન્ટ(2.03 ટકા)

આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં આજે શુક્રવારે ભલે સુધારો આવ્યો હોય પણ હજી ટેકનિકલી માર્કેટ વીક છે. નિફ્ટી 25,800 ઉપર બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. સેન્સેક્સ 83,809 ઉપર બંધ ન આવે ત્યાં સુધી વેચવાલી આવશે. બેંક નિફ્ટી તેજીમાં આવી ગઈ છે. આગામી સપ્તાહે દરેક ઘટાડે બેંક શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધશે.

You will also like

Leave a Comment