અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) ગઈકાલના ઘટાડા પછી આજે બુઘવારે મજબૂતી રહી હતી. દરેક ઘટાડે બ્લુચિપ શેરોમાં નવી લેવાલી રહી હતી. સાથે મીડકેપ (Midcap) અને સ્મોલકેપ (Smallcap) શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલી (Investment Buying) ચાલુ રહી હતી. પરિણામે બજારની માર્કેટબ્રેથ પોઝિટિવ રહી હતી.
મુંબઈ શેરબજાર (Share Market India) નો સેન્સેક્સ (BSE Sensex) 182 પોઈન્ટ વધી 81,330 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty 88 પોઈન્ટ વધી 24,666 બંધ રહ્યો હતો.
અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉજોન્સ નરમ હતો જો કે નેસ્ડેક 301 પોઈન્ટ પ્લસ હતો. જો કે આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા, પણ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ નેગેટિવ હતા. તેમ છતાં ભારતીય શેરબજારમાં મજબૂતી રહી હતી.
TOP NEWS
https://www.gujaratibiznews.com/business/small-savings-scheme-or-fixed-deposit-which-is-more-beneficial-to-invest-in/
આજે બુધવારે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.05 ટકાથી ઘટી 0.85 ટકા રહ્યો હતો. તેમજ ગઈકાલે મંગળવારે ભારતનો એપ્રિલ મહિનો રીટેલ મોંઘવારી દર જાહેર થયો હતો, જે 3.34 ટકાથી વધુ ઘટી છ વર્ષની નીચી સપાટીએ 3.16 ટકા રહ્યો હતો.
જેને પગલે ભારતીય શેરબજારમાં નવી લેવાલી રહી હતી. આજે આઈટી અને મેટલ સેકટરના શેરોમાં તેજી જોવાઈ હતી. તો સામે બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી.
ભારતી એરટેલના ચોથા ત્રિમાસિકગાળાના પરિણામે અનુમાન કરતાં વધુ પ્રોત્સાહક આવ્યા હતા. નફો 25 ટકાથી વધુ વધ્યો હતો. રેવન્યૂ ગ્રોથ 2 ટકા હતો. તાતા મોટરનો નફો 51 ટકા ઘટ્યો હતો. રેવન્યૂ ફલેટ રહી હતી અને માર્જિન 14 ટકા વધુ હતું.
TOP Treanding News
https://www.gujaratibiznews.com/business/good-news-retail-inflation-rate-falls-further-in-april-to-six-year-low/
આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2183 શેરના ભાવ વઘ્યા હતા અને 694 શેરના ભાવ ઘટ્યા હતા.
61 શેર બાવન વીકની હાઈ પર હતા અને 13 સ્ટોક બાવન વીકની લોની નીચે બંધ હતા.
200 શેરમાં અપર સર્કિટ અને 30 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ તાતા સ્ટીલ, શ્રી રામ ફાયનાન્સ, બીઈએલ, હિન્દાલકો અને ટેક મહિન્દ્રા
ટોપ લુઝર્સઃ એશિયન પેઈન્ટ, સિપ્લા, કોટક મહિન્દ્રા બેંક, તાતા મોટર ઇને પાવરગ્રીડ
ટેકનિકલી માર્કેટ વધુ સ્ટ્રોંગ છે. નિફ્ટી 24,500 ઉપર બંધ છે, જે પોઝિટિવ નિશાની દર્શાવે છે. બેંક નિફ્ટી પણ 54,000 ઉપર બંધ છે, તે પણ પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે. આગામી દિવસોમાં નિફટીમાં 24,500 સપોર્ટ લેવલ રાખીને ઘટાડે ખરીદી કરી શકાય છે.