T20 World Cup 2026 Final: ન્યૂ ઝીલેન્ડ 96 રને હાર્યુ, ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું

by Gujarati biz news
T20 World Cup 2026 Final

અમદાવાદ- T20 World Cup 2026 Final IND vs NZ ન્યૂ ઝીલેન્ડ ભારત સામે 96 રને હાર્યું છે. ભારત ટી20 વર્લ્ડ કપ 2026 વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ભારત ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપ જીતીની હેટ્રિક નોંધાવી છે.(T20 World Cup 2026 India World Champion) 2024 પછી 2026માં ભારત ફરીથી બેક ટુ બેક જીત મેળવીને વિશ્વ ચેમ્પિયન બન્યું છે.

પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટ સંજૂ સેમસન થયા છે અને પ્લેયર્સ ઓફ ધી મેચ જસપ્રીત બુમરાહ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતું ટ્વીટ કર્યું. 

LIVE UPDATE….

ભારતીય બોલરોની સફળતા

અર્શદીપ સિંહ 4 ઓવર નાંખીને 32 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા 4 ઓવર નાખીને 36 રન આપી 1 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ 3 ઓવર નાંખીને 27 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ 4 ઓવર નાંખી 15 રન આપી 4 વિકેટ ઝડપી લીધી હતી. વરુણ ચક્રવર્તી 3 ઓવર નાંખી 39 રન આપીને એક વિકેટ લીધી હતી. અભિષેક શર્મા 1 ઓવર નાંખીને 5 રન આપી એક વિકેટ ઝડપી હતી.

વિકેટ પડવાનો ક્રમ

1-31(ફિન એલન 2.4 ઓવર) 2-32 (રચિન રવિન્દ્ર 3.1 ઓવર), 3-47 (ગ્લેન ફિલિપ્સ 4.5 ઓવર) 4-70(માર્ક ચૈપમેન 7.4 ઓવર), 5-72(ટીમ સીફર્ટ 8.1 ઓવર) 6-124 (ડેરિલ મિચેલ 12.5 ઓવર) 7-141 જેમ્સ નીશીમ 15.3 ઓવર), 8-141(મૈટ હૈનરી 15.4 ઓવર) 9-152(મિચેલ સેટનર 17.3 ઓવર), 10-159(જૈકબ ડફી 19 ઓવર)

ન્યૂ ઝીલેન્ડ સ્કોર કાર્ડ

ટીમ સીફર્ટ 26 બોલમાં 52 રન, ફિન એલન 7 બોલમાં 9 રન, રચિન રવિન્દ્ર 2 બોલમાં 1 રન, ગ્લેન ફિલિપ્સ 5 બોલમાં 5 રન, માર્ક ચૈપમેન 8 બોલમાં 3 રન, ડેરિલ મિંચેલ 11 બોલમાં 17 રન, મિચેલ સેનેટર 35 બોલમાં 43 રન, જેમ્સ નીશમ 7 બોલમાં 8 રન, મૈટ હેનરી 1 બોલમાં શૂન્ય રન, લૌકી ફર્ગ્યુસન 7 બોલમાં 6 રન(નોટઆઉટ) અને જૈકેબ ડફી 5 બોલમાં 3 રન

19 ઓવરને અંતે ન્યૂ ઝીલેન્ડ  159 રનમાં ઓલઆઉટ થયું, ન્યૂ ઝીલેન્ડ 96 રનથી હાર્યુ, ભારત ટી20 વર્લ્ડ કપ 2026માં વિશ્વ ચેમ્પિયન બન્યું

19મી ઓવર અભિષેક શર્મા નાંખી, છ બોલમાં પાંચ રન આપી વિકેટ ઝડપી

જસપ્રીત બુમરાહે ચાર વિકેટ ઝડપી, 4 ઓવર નાંખીને 15 રન આપી ચાર વિકેટ ઝડપી, પ્લેયર્સ ઓફ ધી મેચ જસપ્રીત બુમરાહ

17 ઓવરમાં 8 વિકેટે 152 રન

16 ઓવરને અંતે 8 વિકેટના નુકસાને 143 રન

જેમ્સ નીશીમ 7 બોલમાં 8 રન બનાવીને બોલ્ડ થયો, જસપ્રીત બુમરાહની બોલીંગમાં સંળગ બે વિકેટ પડી

15 ઓવરમાં છ વિકેટના નુકસાને 139 રન

ન્યૂ ઝીલેન્ડ 14 ઓવરને અંતે 6 વિકેટ ગુમાવીને 134 રન કર્યા, મિચેલ સૈટનર 22 બોલમાં 34 રન અને જેમ્સ નીશીમ 3 બોલમાં 6 રન સાથે રમી રહ્યા છે.

ન્યૂ ઝીલેન્ડને જીત માટે 40 બોલમાં 127 જરૂરી

ન્યૂ ઝીલેન્ડની 124 રનમાં છઠ્ઠી વિકેટ પડી, ડેરિલ મિચેલ 11 બોલમાં 17 રન બનાવીને આઉટ, ડેરિલ મિચેલે બે સિક્સ ફટકારી હતી. અક્ષર પટેલની બોલીંગમાં ઈસાન કિશને કેચ કર્યો હતો.

12 ઓવરને અંતે પાંચ વિકેટે 119 રન, જીત માટે 48 બોલમા 137 રન જોઈએ

ન્યૂ ઝીલેન્ડને જીત માટે 54 બોલમાં 103 રન જરૂરી

11 ઓવરમાં 5 વિકેટના નુકસાને 103 રન

ન્યૂઝીલેન્ડને જીત માટે 58 બોલમાં 161 રન જરૂરી

10 ઓવરમાં પાંચ વિકેટે 88 રન બન્યા,

9 ઓવરમાં પાંચ વિકેટે 83 રન

ઓપનર ટીમ સીફર્ટ 26 બોલમાં 52 રન બનાવીને આઉટ, વરુણ ચક્રવર્તીની બોલીંગમાં ઈસાન કિશને કેચ કર્યો હતો. ટીમ સીફર્ટે 2 ચોગ્ગા અને 5 સિક્સ ફટકારી હતી.

માર્ક ચૈપમેન 8 બોલમાં 3 રન બનાવીને હાર્દિક પંડ્યાની બોલીંગમાં બોલ્ડ થયો હતો.

ન્યૂ ઝીલેન્ડનો સ્કોરઃ સાત ઓવરને અંતે 3 વિકેટે 68 રન, ટીમ સીફર્ટ 23 બોલમાં 50 રન બનાવ્યા

ન્યૂ ઝીલેન્ડની 47 રનમાં ત્રીજી વિકેટ પડી, ગ્લેન ફિલિપ્સ 5 બોલમાં 5 રન બનાવી બોલ્ડ થયો. અક્ષર પટેલની બોલીંગમાં બોલ્ડ થયા, ન્યૂ ઝીલેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાને 47 રન

ચોથી ઓવરને અંતે ન્યૂ ઝીલેન્ડ બે વિકેટના નુકસાને 36 રન

રચિન રવિન્દ્ર 2 બોલમાં એક રન બનાવીને જસપ્રીત બુમરાહની બોલીંગમાં ઈસાન કિશનના હાથે કેચ થયો, ન્યૂ ઝીલેન્ડની બીજી વિકેટ પડી

ત્રણ ઓવરને અંતે ન્યૂ ઝીલેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 32 રન થયા

ન્યૂ ઝીલેન્ડના ઓપનર ફિન એલન 7 બોલમાં 9 રન બનાવીને તિલક વર્માની બોલીંગમાં અક્ષર પટેલના હાથે કેચ થયો

બીજી ઓવર હાર્દિક પંડ્યા નાંખી. બે ઓવરને અંતે વિના વિકેટે 25 રન, હાર્દિક પંડ્યાની ઓવર મોંઘી સાબિત થઈ, એક ઓવરમાં 21 રન આપ્યા

ન્યૂ ઝીલેન્ડની બેટિંગ શરૂ, એક ઓવરમાં 4 રન બનાવ્યા, પહેલી જ ઓવરમાં શિવમ દૂબેના હાથે કેચ ડ્રોપ થયો, પહેલી ઓવર અર્શદીપ સિંહે નાંખી હતી.

T20 World Cup 2026 Final20 ઓવરને અંતે ભારતના 255 રન, પાંચ વિકેટનું નુકસાન, ન્યૂ ઝીલેન્ડને જીત માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો, રન રેટ 12.8 જોઈએ.

ન્યૂ ઝીલેન્ડની બોલીંગની વિગત

ન્યૂ ઝીલેન્ડના બોલરોમાં મૈટ હેનરી 4 ઓવર નાંખીને 49 રન આપી 1 વિકેટ ઝડપી હતી.  ગ્લેન ફિલિપ્સ 1 ઓવર નાંખીને 5 રન આપ્યા હતા. જૈકેબ ડફી 3 ઓવર નાંખીને 42 રન આપ્યા હતા. લૌકી ફર્ગ્યશુને 2 ઓવર નાંખીને 48 રન આપ્યા હતા. મિચેલ સૈન્ટર 4 ઓવર નાંખીને 33 રન આપ્યા હતા. રચિન રવિન્દ્ર 2 ઓવર નાંખીને 32 રન આપી એક વિકેટ ઝડપી હતી. જેમ્સ નીશમ 4 ઓવર નાંખીને 46 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.

વિકેટ પડવાનો ક્રમ

1-98 (અભિષેક શર્મા 7.1 ઓવર) 2-203(સંજૂ સેમસન 15.1 ઓવર), 3-204(ઈસાન કિસન 15.5 ઓવર), 4-204 (સૂર્યકુમાર યાદવ 16 ઓવર) 5-226 (હાર્દિક પંડ્યા 19.2 ઓવર)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી છે. એટલે કે હવે ભારતની પ્રથમ બેટિંગ આવી છે. રાષ્ટ્રગાન પછી બરોબર 7 વાગ્યે મહા મુકાબલો શરૂ થયો છે.

તિલક વર્મા 6 બોલમાં 8 રન નોટઆઉટ અને શિવમ દૂબે 8 બોલમાં 26 રન નોટઆઉટ

20મી છેલ્લી ઓવરમાં શિવમ દૂબે એક ચોગ્ગો, બીજા બોલે સિક્સ, ત્રીજા બોલે સિક્સ, ચોથા બોલે ચોગ્ગો, પાંચમો બોલ ડોટ્સ અને હવે છઠ્ઠા બોલે ચોગ્ગો, 20 ઓવરને અંતે પાંચ વિકેટે ભારતનો સ્કોર 255 રન

19 ઓવરને અંતે 5 વિકેટે 231 રન, રન રેટ 12.16

ભારતની 5 વિકેટ પડી, હાર્દિક પંડ્યા 13 બોલમાં 18 રન બનાવી આઉટ, શિવમ દૂબે ક્રીઝ પર રમવા આવ્યા

18 ઓવરને અંતે ચાર વિકેટના ભોગે 220 રન, રન રેટ 12.22

17 ઓવરને અંતે ચાર વિકેટના નુકસાને 211 રન, હાલ રન રેટ 12.29

ભારતે ચોથી વિકેટ ગુમાવી, સૂર્યકુમાર યાદવ કેપ્ટન પહેલા જ બોલમાં શૂન્ય રનમાં આઉટ, તિલક વર્માં મેદાન પર આવ્યા

ઈસાન કિસન 25 બોલમાં 54 રને આઉટ, ચાર ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી.

સંજૂ સેમસને 5 ચોગ્ગા અને 8 સિક્સ ફટકારી હતી.

ભારતનો સ્કોર 2 વિકેટે 203 રન, સંજૂ સેમસન 46 બોલમાં 89 રન બનાવી આઉટ, હાર્દિક પંડ્યા ક્રિઝ પર રમવા આવ્યા

15 ઓવરમાં એક વિકેટે 203 રનનો કુલ સ્કોર, રન રેટ 13.53

14 ઓવરને અંતે એક વિકેટે 191 રન, સંજુ સેમસને ત્રણ બોલમાં સંળગ ત્રણ સિક્સ ફટકારી, સંજૂ સેમસન 44 બોલમાં 88 રન અને ઈસાન કિશન 19 બોલમાં 43 રન, તેમજ રન રેટ 13.64

13 ઓવરમાં ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને 171 રન

12 ઓવરને અંતે એક વિકેટના નુકસાને 161 રન, સંજૂ સેમસન 37 બોલમાં 67 રન, ઈસાન કિશન 14 બોલમાં 34 રન

સંજૂ સેમસન 36 બોલમાં 63 રન, સંજૂ સેમસનની સતત ત્રણ અડધી સદી થઈ, ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 સિક્સ ફટકાર ખેલાડી

11 ઓવરને અંતે એક વિકેટના નુકસાને 137 રન

ભારત 10 ઓવરમાં એક વિકેટે 127 રન, સંજૂ સેમનસન 29 બોલમાં 48 રન, ઈસાન કિશન 9 બોલમાં 19 રન, હાલ રનરેટ 12.70

9 ઓવરમાં એક વિકેટે 115 રન

ભારતનો સ્કોર- એક વિકેટે 8 ઓવર 110 રન, ઈસાન કિશન 5 બોલમાં 12 રન, રન રેટ 13.59

અભિષેક શર્મા 21 બોલમાં 52 રન બનાવી આઉટ, ઈસાન કિશન રમવા આવ્યા

7 ઓવરમાં ભારતનો સ્કોર 98 રન

છ ઓવરને અંતે ભારત વિના વિકેટે 92 રન, રન રેટ 15.33

અભિષેક શર્મા 18 બોલમાં 51 રન, ટી20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર અભિષેક શર્મા બન્યા, છ ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી

પાંચ ઓવરને અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 72  રન, સંજૂ સેમસન 17 બોલમાં 33 અને અભિષક 13 બોલમાં 31 રન

સંજૂ સેમસન અને અભિષકની 29 બોલમાં 52 રનની ભાગીદારી

ચાર ઓવરને અંતે ભારત 51 રન, સંજૂ સેમસન 14 બોલમાં 24 રન અને અભિષેક 10 બોલમાં 23 રન, ભારતનો રન રેટ 13.00

ત્રણ ઓવરને અંતે ભારતનો સ્કોર વિના વિકેટ 27 રન, સંજૂ સેમસન 14 રન અને અભિષેક શર્મા 12 રન

બે ઓવરમાં ભારતના 12 રન

ભારતનો સ્કોર- પહેલી ઓવરને અંતે વિના વિકેટે 7 રન

પહેલી જ ઓવરમાં પાંચમાં બોલે સંજૂ સેમસને સિક્સ ફટકારી

ભારતની પ્રથમ બેટિંગ શરૂ, અભિષેક શર્મા અને સંજૂ સેમસન ઓપનિંગ જોડી મેદાન પર

ભારતની ટીમ આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં પહોંચી છે. આજે 8 માર્ચ, 2026ને રવિવારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો સામનો ન્યૂ ઝીલેન્ડ સામે થશે.(IND vs NZ) ફાઈનલનો જંગ જીતવા માટે ભારતની ટીમ અને ન્યૂ ઝીલેન્ડની ટીમ મરણિયા બનશે અને જોરદાર ટક્કર થશે. આખા વિશ્વની નજર અમદાવાદમાં આજે સાંજે 6.30 વાગ્યે શરૂ થનારી ટી20 ક્રિકેટ મેચ પર મંડાયેલી છે.

રોહિત શર્માની એક લાઈન ચર્ચામાં

T20 World Cup 2026 Final ફાઈનલ પહેલા ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની એક લાઈન ફરીથી ચર્ચામાં આવી છે. History Repeat કરીશું, History Defeat કરીશું. આ લાઈન ટી20 વર્લ્ડ કપ 2026ના પ્રમોશનલ વીડિયો અને એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂમાં સામે આવી છે. રોહિત શર્માએ ત્યારે કહ્યું હતું કે ક્રિકેટમાં ઈતિહાસ ઘણુ બધું કહી રહ્યું છે. પણ મેદાન પર હમેશા નવો ઈતિહાસ બની શકે છે. હવે સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ રોહિત શર્માના સ્વપ્નને પુરી કરી શકશે? (IND vs NZ)

ઈતિહાસને હરાવવા મેદાનમાં…

ઈતિહાસ કહે છે કે આ ચીજ મુશ્કેલ છે અથવા તો જરાય મળવાની નથી. પરંતુ ક્રિકેટ એવી રમત છે કે જ્યાં મેદાન પર કંઈપણ થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ વખતે ટીમ ઈન્ડિયા ફક્ત ઈતિહાસને રીપીટ કરવા માટે નહી પણ ઈતિહાસને હરાવવા માટે મેદાનમાં ઉતરશે.

કોણે કોને હરાવ્યું?

IND vs NZ અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી છે. જ્યારે ન્યૂ ઝીલેન્ડ સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પહોંચી છે.(T20 World Cup 2026 Final IND vs NZ)

અમદાવાદમાં ચાહકોના દિલ તૂટ્યા 

19 નવેમ્બર, 2023માં આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ત્યારે ભારતના કરોડો ફેન્સના દિલ તૂટ્યા હતા. એ વખતે કેપ્ટન રોહિત શર્મા સહિત પુરી ટીમ ખૂબ જ નિરાશ થઈ હતી અને તેની સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત 93 હજાર દર્શકોમાં પણ સોંપો પડી ગયો હતો. જો કે ભારતે 2024માં ટી20 વર્લ્ડ કપ જીતીને આ દુઃખને દૂર કર્યું હતું.(T20 World Cup 2026 Final)

ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ(કેપ્ટન) અભિષેક શર્મા, સંજૂ સેમસન(વિકટ કીપર), ઈસાન કિશન, તિલક વર્મા, શિવમ દૂબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, સિંકૂ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને વોશિગ્ટન સુંદર

ન્યૂ ઝીલેન્ડની ટીમ

મિચેલ સેન્ટેનર(કેપ્ટન), ફિન એલન, ટિમ સિફર્ટ, રચિન રવિન્દ્ર, માર્ક ચૈપમૈન, ગ્લેન ફિલિપ્સ, ડૈરિલ મિચેલ, મૈટ હેનરી, લોકી ફગ્યૂર્સનસ કોલ મૈકકોન્ચી, કાઈલ જૈમીસન, જૈકબ ડફી, ડેવોન કોનવે, જિમી નીશમ અને ઈશ સોઢી

T20 World Cup ના વિજેતાની યાદી

2007 – ભારતે સાઉથ આફ્રિકામાં પહેલો ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો

2009 – પાકિસ્તાને ઈંગ્લેન્ડમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો.

2010 – ઈગ્લેન્ડે વેસ્ટઈન્ડિઝમા ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો.

2012 – વેસ્ટઈન્ડિઝે શ્રીલંકામાં ટી20 ચેમ્પિયન બન્યું હતું.

2014 – શ્રીલંકાએ બાંગ્લાદેશમાં વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

2016 – વેસ્ટઈન્ડિઝે ભારતમાં બીજો ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો.

2021 – ઓસ્ટ્રેલિયાએ ઓમાન અને યુએઈમાં રમાયેલ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ કપ જીત્યો હતો.

2022 – ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં બીજી વખત વર્લ્ડ કપ જીતીને ચેમ્પિયન બન્યું હતું.

2024 – ભારતે અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાયેલ ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી

You will also like

Leave a Comment