નવી દિલ્હી- T20 World Cup 2026 IND vs ENG ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026માં બીજા સેમીફાઈનલનો મુકાબલો 5 માર્ચને ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમના ઈતિહાસની વાત કરીએ તો ટી20 વર્લ્ડ કપમાં આ સતત ત્રીજી સેમીફાઈનલ છે. આ પહેલા બે વખત વનડે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર થઈ ચુકી છે. એટલે કે અત્યાર સુધી કુલ 4 આઈસીસી ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં બન્ને ટીમોનો સામનો થયો છે.
અંગ્રજો સામે જીતવું સરળ નથી
ખાસ વાત એ છે કે રેકોર્ડ કાંટાની ટક્કરનો છે. કારણ કે બે વખત સેમીફાઈનલમાં ભારતને જીત મળી હતી અને બે વખત સેમીફાઈનલમાં ભારતીય ટીમ અંગ્રેજો સામે હારી પણ હતી. એક વખત વનડે વર્લ્ડકપ સેમીફાઈનલ અને એક વખત ટી20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. જ્યારે ભારતે એક વખત વનડે વર્લ્ડ કપ અને એક વખત ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં અંગ્રેજોને મહાત આપી હતી. એવામાં ભારત માટે અંગ્રેજોની સામે જીત મેળવવી સરળ નહી હોય.(T20 World Cup 2026 IND vs ENG)
1983 વનડે વર્લ્ડ કપ
1983માં વનડે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ કપિલ દેવની કેપ્ટનશીપમાં પહેલી વાર વિશ્વ ચેમ્પિયન બની હતી. ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં જવાની જગ્યા બનાવી હતી. ફરીથી ફાઈનલમાં વેસ્ટઈન્ડિઝને હરાવીને ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો.
1987માં વનડે વર્લ્ડ કપ
1987માં વનડે વર્લ્ડ કપ દરમિયાન ગ્રાહમ ગૂચના સ્વીપ શોટ સૌથી વધુ મશહુર એવી સેમીફાઈનલમાં મુકાબલો થયો હતો. આ મેચમાં ભારતીય ટીમના બોલર ગૂચની બેટિંગ સામે શરણે થઈ ગયા હતા. ભારતે આ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 35 રનથી હરાવીને 1983ની હારનો બદલો લીધો હતો. પરંતુ અગ્રેજ ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી અને વિશ્વ ચેમ્પિયન બની શકી ન હતી.
ઈંગ્લેન્ડની 10 વિકેટથી જીત
2022 ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતીય ટીમનો સામનો ઈંગ્લેન્ડ સાથે થયો હતો. આ મેચમાં ઓપનર જોસ બટલર અને એલેક્સ હેલ્સે ભારતીય બોલરોની પિટાઈ કરી હતી. તે કયારેય ભૂલી શકાય તેમ નથી. કારણ કે 169 રનનો લક્ષ્યાંક ઈંગ્લેન્ડે 16 ઓવરમાં પુરી કરો લીધો હતો અને આ મુકાબલો 10 વિકેટથી જીતી લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.(T20 World Cup 2026 IND vs ENG)
ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું
2024 ટી20 વર્લ્ડ કપ રોહિત શર્માની કેપ્ટનશીપ નીચે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં અંગ્રેજોને હરાવ્યા હતા, અને પાછલા વર્લ્ડ કપની હારનો બદલો લઈ લીધો હતો. આ સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. તે પછી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ જીતી લીધો હતો.
યુવરાજ સિંહની એક ઓવરમાં છ સિક્સ
T20 World Cup 2026 IND vs ENG ટી20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડનો પાંચ વખત આમનો સામનો થયો છે. ભારતે ત્રણ મેચ જીતી છે અને ઈંગ્લેન્ડની ટીમ બે વખત જીતી છે. 2007 વર્લ્ડ કપથી આ પરંપરા શરૂ થઈ છે, જેમાં યુવરાજ સિંહે બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં છ સિક્સ લગાવી હતી. તે પછી 2009 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. ફરી 2012માં ભારતે ઈંગ્લેન્ડને 90 રને હાર આપી હતી. તે પચી 2022 સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ અને 2024 સેમીફાઈનલમાં ભારતને જીત મળી હતી.
મેચ જીતવા સ્ટ્રેટેજી
આમ હવે પાંચ માર્ચે ભારત ઈંગ્લેન્ડ વચ્ચે કાંટાની ટક્કર છે. જે આ સેમીફાઈનલ જીતશે તે ફાઈનલમાં જશે. પણ આ મેચ જીતવા માટે ભારતે એક ખાસ સ્ટ્રેટજી બનાવવી પડશે અને ટીમ સાથે પ્રોપર કોર્ઓડિનેશન સાથે રમશે તો જીત મળશે.
આ પણ વાંચો….
IND vs WI: ભારતે વેસ્ટઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું, ભારતનો T20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં પ્રવેશ