Tigers In Gujarat: ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક મળી, વાઘના આગમનને લઈને શું ચર્ચા થઈ?

by Gujarati biz news
Tigers In Gujarat

ગાંધીનગર- Tigers In Gujarat ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના(Gujarat CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને તથા  વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાની(Forest Minister Arjun Modhwadia) ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.(Gujarat State Wildlife Board meeting held, what was discussed regarding the arrival of tigers?)

ગુજરાતમાં વાઘની કયાં હાજરી નોંધાઈ?

વન પ્રધાન અર્જુન મોઢવાડિયાએ વિશેષ આનંદ સાથે જણાવ્યું હતું કે, વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં(Tigers In Gujarat) વાઘની હાજરી નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે.

વાઘના સંરક્ષણ માટે પગલા

Tigers In Gujarat વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ ‘નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી’ સાથે સતત સંપર્કમાં છે. તેમના દ્વારા સૂચવવામાં આવેલા તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોનું આગામી સમયમાં રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

Most Watched Video News

Stock Market India: શેરબજારમાં બ્લેક ફ્રાઈડે, આગામી સપ્તાહે બજેટ અગાઉ નવી લેવાલી આવશે?

ઈકો ટુરિઝમને વેગ અપાશે

વન પ્રધાને(Forest Minister Arjun Modhwadia) ઉમેર્યુ હતું કે NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં(Tigers In Gujarat) વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવામાં આવશે. સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે (Gujarat CM Bhupendra Patel)રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો ટુરિઝમને વેગ આપવા, સાથે જ પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા. જે સંદર્ભે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે.

દીપડાની વધતી સંખ્યા

ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યૂ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

You will also like

Leave a Comment