અમદાવાદ- Uttarayan 2026 મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણ કેમ ઉજવવામાં આવે છે? ઘણા બધાના મનમાં આ પ્રશ્ન ગુંજતો હશે અને તેમાંય ભારતમાં મકરસંક્રાંતિ- ઉત્તરાયણના(Makar Sankranti 2026) તહેવારનું વિશેષ મહત્ત્વ છે. વૈદિક ગ્રંથો, ધર્મગ્રંથો, પુરાણો, વેદો અને સહિતાઓમાં ઉત્તરાયણનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ સૂર્ય ચંદ્રની સંક્રાંતિ થાય અને તેમાંય મકરસંક્રાતિનું વધુ મહત્ત્વ છે. સૂર્ય સંક્રાંતિ મકર રાશિમાં થાય તે મકરસંક્રાંતિ કહેવાય છે.
સૂર્યની ગતિ સમજો
વધુ વિગતે સમજીએ તો(Uttarayan 2026) સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ(Makar Sankranti 2026) કહેવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર મુજબ પોષ મહિનામાં મકરસંક્રાતિ આવે છે. ચંદ્રના આધાર પર મહિનાના બે ભાગ પડે છે. એક શુકલ પક્ષ અને બીજો કૃષ્ણ પક્ષ, એવી જ રીતે સૂર્યના આધાર પર બે ભાગ પડે છે. ઉત્તરાયણ અને દક્ષિણઆયાન. જ્યારે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે.
સોમાયાયન કહે છે
સમયાનુસાર પૃથ્વી ઉત્તરી ગોળાર્ધ તરફ સૂર્ય પ્રયાણ કરે છે, તેથી ઉત્તરથી સૂર્ય નીકળવા માંડે છે, જેને સોમયાયન કહે છે. સૂર્ય છ મહિના ઉત્તરાયણમાં રહે છે. અને છ મહિનામાં દક્ષિણમાં રહે છે. આથી સૂર્યનું જ્યારે ઉત્તર તરફ પ્રયાણ થાય તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી લઈને કર્કસંક્રાંતિ સુધીના વચ્ચેના સમયગાળાને ઉત્તરાયણ કહે છે.

ડૉ. જતિન મહેતા
મકરસંક્રાતિનો ઉલ્લેખ મહાભારતમાં
ઉત્તરાયણનું(Uttarayan 2026 ) સાંસ્કૃત્તિક મહત્વ વધારે છે. મકરસંક્રાતિનો ઉલ્લેખ આપણને મહાભારતમાં મળે છે. જ્યારે ભીષ્મપિતામહ મહાભારતના યુદ્ધમાં અર્જુનના તીર વાગવાથી ઘાયલ થયા હતા. ત્યારે ભીષ્મપિતામહ બાણસૈયા પર સુતા હતા અને તેમણે તેમનો દેહવિલય કરવાનો સમય ઉત્તરાયણ નક્કી કર્યો હતો. ભગીરજીએ ગંગાજીને પૃથ્વી પર અવતરણ કરવા માટે ઉત્તરાયણનો સમય લીધો હતો. ગંગોત્રીથી શરૂ કરીને ગંગા સાગર સુધી ગંગાજીને કપિલ મુનિના આશ્રમમાં તેમના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો હતો. આથી ગંગા સાગરમાં પિતૃતર્પણ અને મહામેળો ઉજવવામાં આવે છે. તેમજ તે દિવસે મહાનદીઓમાં સ્નાન કરવાનો મહિમા છે.
મલમાસ પૂર્ણ
આ સમયે મલમાસ પૂર્ણ થાય છે અને શુભ માસની શરૂઆત થાય છે. શનિ મહારાજ પિતાથી નારાજ હતા અને પિતા સૂર્યદેવ તેમના ઘરે આવ્યા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેથી તે શુભ માનવામાં આવે છે.
દક્ષિણમાં પોંગલ
મકરસંક્રાતિને દક્ષિણ ભારતમાં પોંગલના રૂપમાં ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતની લોહડી ખીચડો તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે તલ અને ગોળનો ખૂબ મોટો મહિમા છે. આરોગ્યની દ્રષ્ટિએ ગોળ અને તલ ખાવાથી શરીરને પોષણ મળે છે. શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે, જે શરીર માટે વિશેષ ગુણકારી હોય છે.(Uttarayan 2026 )
દાન પુણ્યનું મહત્ત્વ
આ દિવસે દાન પુણ્યનો પણ ખૂબ મહિમા છે. જેમને શનિ મહારાની દશા કે પનોતિ ચાલતી હોય તેવી વ્યક્તિઓએ ખાસ ઉત્તરાયણના દિવસે દાન કરવું જોઈએ. કાળા તલ, તેલ, ધાબળો, ચંપલ, છત્રી, વસ્ત્રષ શેરડી અને બારનું દાન અવશ્ય કરવું જોઈએ. આ દાન બ્રાહ્મણને આપવું જોઈએ.
Top Trending News
Somnath Temple: ગઝનવીના આક્રમણના 1000 વર્ષ, સોમનાથ સ્વાભિમાન પર્વે PM મોદી આવશે
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે(Uttarayan 2026 ) કઈ રાશિના જાતકોએ શું દાન કરવું જોઈએ?
મેષઃ ગોળ, તલ, ઘઉં, વસ્ત્ર, મગફળી, મધ
વૃષભઃ સફેદ તલ, વસ્ત્ર, તલના લાડુ, ચોખા
મિથુનઃ મગદાળ, ચોખા, લીલુ કાપડ, શાક
કર્કઃ ચોખા, ખીર, વસ્ત્ર, દૂધ, દાળ
સિંહઃ તાબાના વાસણ, ઘઉં, વસ્ત્ર, રેવડી
કન્યાઃ મગ, કાપડ, ખીચડી, શેરડી અને વસ્ત્ર
તુલાઃ ખાડ, સાકર, પૌવા, દહીં, મધ, વસ્ત્ર
વૃશ્ચિકઃ તલ, કાપડ, મગફળી, તલ, ગોળના લાડુ
ધનઃ ગોળ, તલ, ચોખા, પીળી દાળ અને વસ્ત્ર
મકરઃ અડદ, કાળા તલ, તેલ, કાપડ, લોખંડ
કુંભઃ અડદ, કાળા તલ, ધાબળો, ચંપલ, ઘી
મીનઃ ચણાદાળ, લાડુ, કેસર, પીળું વસ્ત્ર
આ ઉપરાંત દરેક રાશિના જાતકોઓએ તલ, ગોળ, ધાબળો, ખીચડી, વસ્ત્ર, ચંપલ તેમન જે ઈચ્છા થાય તે મુજબ દાન ઉત્તરાયણના દિવસે કરી શકો છો, ઉત્તરાયણના દિવસે કરેલ દાનથી અનેક પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- ડૉ. જતીન મહેતા, જ્યોતિષાચાર્ય