ગાંધીનગર- National Science Day 2026 ગુજરાત આજે માત્ર ઉદ્યોગોનું હબ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ અગ્રેસર બન્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત “જ્ઞાન આધારિત અર્થતંત્ર” તરફ આગળ વધી રહ્યું છે.(Know the new era of progress in biotechnology and science in Gujarat)
સાયન્ટિફિક ઇકોસિસ્ટમ
સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ અને વૈજ્ઞાનિક જાગૃતિ— ક્ષેત્રોમાં રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાત આજે બાયોટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે.(National Science Day 2026) વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન અર્જુનભાઇ મોઢવાડિયાના સબળ નેતૃત્વ હેઠળ વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયત્નોથી ગુજરાતમાં એક મજબૂત અને સક્રિય સાયન્ટિફિક ઇકોસિસ્ટમ વિકસિત થઇ છે.
ગુજરાતની વિશેષ સિદ્ધિઓ
સમગ્ર દેશમાં તારીખ 28 ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026’(National Science Day 2026) ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અભિયાનને વેગ આપતા, STBI આજે દેશના ટોચના બાયો-ઇન્ક્યુબેટરોમાં સ્થાન પામ્યું છે. આ સંસ્થા ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપે છે અને ‘આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ’ જેવી પહેલ દ્વારા યુવાનો અને પ્રોફેશનલ્સને માસિક ભથ્થું તેમજ ઇનોવેશન ગ્રાન્ટની સહાય આપે છે. સીડ ગ્રાન્ટ, ઇક્વિટી ફંડિંગ, વૈજ્ઞાનિક ઉપકરણો, મેન્ટરિંગ અને ઇન્ક્યુબેશન જેવી સુવિધાઓ થકી અત્યાર સુધીમાં 130થી વધુ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને સહાય આપવામાં આવી છે.

GBRC એ ગુજરાત સરકારનું ગાંધીનગર સ્થિત આધુનિક બાયોટેક સંશોધન કેન્દ્ર છે. અહીં દેશની બીજી અત્યાધુનિક BSL-4 લેબોરેટરીનું નિર્માણ થઈ રહ્યું છે, જે કોરોના, ચાંદીપુરા અને CCHF જેવા ગંભીર વાયરસ પર સંશોધન માટે નિર્ણાયક સાબિત થશે. વધુમાં, ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના પ્રોજેક્ટ“Genome India Initiative” હેઠળ 10,000 ભારતીયોના જીનોમ સિક્વન્સિંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 21 જેટલી નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કામગીરી કરી જેમાં જીબીઆરસી રાજ્ય સરકારની રિસર્ચ સંસ્થા છે. ચાંદીપુરા વાયરસ માટે PCR આધારિત ટેસ્ટ વિકસાવી નિદાનનો સમય ઓછો કરવામાં આવ્યો છે. એન્ટિમાઈક્રોબિયલ રેસિસ્ટન્સ પર વ્યાપક સંશોધન અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તથા કેન્સર નિદાન માટેની ટેક્નોલોજી ટ્રાન્સફર જેવી સિદ્ધિઓ GBRCને વિશેષ બનાવે છે.

ગાંધીનગરમાં કાર્યરત GBU એ વર્ષ 2025-26 દરમિયાન શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશના 16 રાજ્યોમાંથી GATE-B લાયકાત ધરાવતા 108 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતાઓ પ્રાપ્ત થઇ છે.(National Science Day 2026) યુનિવર્સિટી દ્વારા સંશોધન ક્ષેત્રે 45 જર્નલ પ્રકાશનો અને ચાર પેટન્ટ દાખલ કરી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી ખાતે Bio-AI અને E-waste Management જેવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થયા છે. યુનિવર્સિટી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી ઉદ્યોગ સાથે મજબૂત ભાગીદારી વિકસાવી રહી છે. મરિન બાયોટેકનોલોજી અને પ્રિસિઝન હેલ્થ, મલ્ટી એમિક્સ પ્લેટફોર્મ્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં તેનું વિસ્તરણ રાજ્યને સંશોધન આધારિત અર્થતંત્ર તરફ દોરી જશે.

Gujarat council of Science City વિજ્ઞાન પ્રસારનું અગત્યનું કેન્દ્ર છે. અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટીમાં 3D થિયેટર, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, લાઇફ સાયન્સ પાર્ક, એક્વાટિક ગેલેરીઅને રોબોટિક ગેલેરી, અસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી જેવા આકર્ષણો ઉપલબ્ધ છે. જુલાઈ 2021થી અત્યાર સુધી 51 લાખથી વધુ મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. STEM આધારિત વિવિધ કાર્યક્રમો, વર્કશોપ અને ઇન્ટર્નશિપ દ્વારા અનેક વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રનો અનુભવ મળ્યો છે.(National Science Day 2026) સ્પેસ ફેસ્ટીવલ, સમર સાયન્સ, નેશનલ વાઇલ્ડ લાઇફ વીક, નેશનલ એન્જિનિયર્સ ડે, વર્લ્ડ ઓઝોન ડે, વર્લ્ડ સ્પેસ વીક જેવા કાર્યક્રમોમાં બહોળા પ્રમાણમાં શિક્ષકો- વિધાર્થીઓએ સહભાગી થયા છે.

GUJCOST રાજ્યમાં વિજ્ઞાન પ્રસાર અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કાર્યરત છે. પાટણ, ભુજ, રાજકોટ અને ભાવનગર ખાતેના રિજીયોનલ સાયન્સ સેન્ટર્સની દરરોજ હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકો મુલાકાત લઈ રહ્યા છે. “Gujarat STEM Quiz 4.0” અને ROBOFEST-GUJARAT જેવી પહેલો રાષ્ટ્રીય સ્તરે પ્રચલિત બની અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. ROBOFEST-GUJARATની પાંચમી આવૃતિને રાષ્ટ્રવ્યાપી પ્રતિસાદ મળ્યો છે. દેશભરની 198 યુનિવર્સિટી અને સંસ્થાઓ, 127 શાળાઓ, 54 પોલિટેકનિક કોલેજો અને સાત આઇટીઆઇના 10,480 વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે નોંધણી કરાવી હતી. રાજ્યમાં મજબૂત બૌદ્ધિક સંપતિ – IP ઇકોસિસ્ટમ ઉભું કરવા 33 IP અને ઇનોવેશન લેબ્સ અને 50થી વધુ IP સેલ્સની સ્થાપના કરીને નવીનતા અને બૌદ્ધિક સંપત્તિ અંગે જાગૃતિ વધારવામાં આવી છે. વિજ્ઞાનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના ઉદેશ્ય સાથે શૈક્ષણિક મુલાકાત થકી સરકારી શાળા, એકલવ્ય શાળાઓ અને અન્ય શાળાના 1.34 લાખ વિદ્યાર્થીઓ ગુજરાત સાયન્સ સિટીની અનોખી દુનિયાની મુલાકાત લીધી છે.
80થી વધુ પ્રોજેક્ટસને સહાય
Gujarat State Biotechnology Mission (GSBTM) રાજ્યમાં બાયોટેક સંશોધનને સહાય અને આધાર પૂરો પાડે છે. સશોધન સહાય યોજના અંતર્ગત રિસર્ચ પ્રોજેક્ટ્સ અને નેટવર્ક પ્રોગ્રામ્સ થકી 80થી વધુ પ્રોજેક્ટસને સહાય આપવામાં આવી છે, જેનો લાભ 200 સંશોધકો અને 150 રિસર્ચ ફેલોઝને મળ્યો છે.
સંશોધન માટે અનુકૂળ વાતાવરણ
ગુજરાતે બાયોટેકનોલોજીને આર્થિક વિકાસ, જાહેર આરોગ્ય સુરક્ષા અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા સાથે સાંકળીને એક સુવ્યવસ્થિત અને સ્થાયી વિકાસ મોડલ ઉભું કર્યું છે.(National Science Day 2026) વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન અર્જુનભાઇ મોઢવાડિયાના નેતૃત્વમાં રાજય સરકારે નીતિગત પ્રોત્સાહન આપીને ખાનગી રોકાણ અને સંશોધન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે. સમગ્ર રીતે જોવામાં આવે તો આ સંકલિત દ્રષ્ટિકોણ રાજ્યને દેશની બાયો-ઇકોનોમી અને વૈજ્ઞાનિક નેતૃત્વના અગ્રેસર રાજ્ય તરીકે સ્થાપિત કરવાની દિશામાં દ્રઢ બનાવે છે.