અમદાવાદ- Budget 2026 છેલ્લા દસ વર્ષમાં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડોનો(Mutual Fund) ગ્રોથ વધી રહ્યો છે. રોકાણકારો સીધા શેરબજારમાં કે ડેટ ફંડોમાં કે બેંક ડિપોઝિટમાં રોકાણ કરવાની બદલે હવે એસઆઈપી દ્વારા મ્યુચ્યુલ ફંડમાં(Mutual Fund SIP) રોકાણ કરવા તરફ વળ્યા છે. મ્યુચ્યુઅલ ફંડોએ પણ રોકાણકારોને ખૂબ સારુ વળતર આપ્યું છે. જેથી રોકાણકારોનું વિશ્વાસ વધ્યો છે. તો આ મ્યુચ્યુઅલ ફંડોને Budget 2026 માં કેટલીક છૂટછાટ અથવા રાહત આપવી જોઈએ તે જેથી તે વધુ રોકાણલક્ષી બની શકે.(Budget 2026 expectations: Tax and reforms needed to boost investment in mutual funds)
AUM 80 લાખ કરોડને પાર
વીતેલા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund) ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ પ્રોત્સાહક રહ્યો છે. ડીસેમ્બર, 2025માં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝની એસેટ અંડર મેનેજમેન્ટ(AUM) 80 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. ઈન્ડ્સ્ટ્રીઝનું માનવું છે કે જો સરકાર બજેટમાં ઈન્કમટેક્સ રીફોર્મ્સ ચાલુ રાખે તો અને લાંબાગાળાના રોકાણને વધારવા માગે તો સરકારે રીટેલ ઈન્વેસ્ટર્સનો વિશ્વાસ વધારવો પડશે. સાથે ડેટ ફંડ્સમાં રોકાણકારોનું પાર્ટિસિપેશન વધે તેવા ઉપાયો કરવાની જરૂર છે.
ટેક્સમાં રીફોર્મ્સ
વીતેલા કેટલાક વર્ષોમાં ટેક્સના નિયમોમાં ફેરફાર અને રીફોર્મ્સની અસર ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર પોઝિટિવ પડી છે. ડેટ ફંડ માટે ઈન્ડેક્સેશનનો લાભ ફરીથી શરૂ કરવાની જરૂરિયાત છે. સાથે કેપિટલ ગેઈન ટેક્સના નિયમોને પણ વધુ સરળ બનાવવા જોઈએ. જેનાથી ટેક્સ પછી રીટર્ન વધશે, જેને કારણે લોંગ ટર્મ રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડમાં(Mutual Fund) લોકોનું આકર્ષણ વધશે.
ઈન્ડેક્સેશનનો લાભ
સરકારે કેન્દ્રીય બજેટ 2023માં ઈન્ડેક્સેશનનો લાભ હટાવી દીધો હતો. જેની અસર ડેટ ફંડોમાં લાંબાગાળાના રોકાણ પર પડી છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડનું(Mutual Fund) આકર્ષણ એવા સમયે ઓછુ થઈ ગયું કે જ્યારે અર્થતંત્રને સ્ટેબલ ડોમેસ્ટિક કેપિટલની જરૂરિયાત છે. જો Budget 2026 માં ડેટ મ્યુચ્યુઅલ ફંડના ટેક્સના જૂના નિયમો ફરીથી લાગુ કરવામાં આવે તો પરિવારોને અને એચએનઆઈ કેપિટલને ફિકસ્ડ ઈન્કમ પ્રોડક્ટમાં રોકાણ માટે રસ પડશે. જેમાં બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી પણ વધશે, તેનાથી કંપનીઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ માટે ફંડ મેળવવું ખૂબ સરળ થઈ જશે.
કેપિટલ ગેઈન ટેક્સ
Budget 2026 કેપિટલ ગેઈન ટેક્સને ઘટાડવાની જરૂરિયાત છે. જેને કારણે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) દ્વારા રોકાણ વધશે. સાથે રિટાયરમેન્ટ ફોકસ્ડ પ્રોડક્ટ્સમાં રોકાણકારોનું આકર્ષણ વધશે. જો કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો કરાય તો લોકોની ખર્ચ કરવાની આવકમાં વધારો થશે. અથવા કો ટેક્સની જેટલી બચત થશે તે રકમનું રોકાણ આવશે. તેમજ ટેક્સ ઓછો હોવાથી રોકાણકારો આવી સ્કીમ તરફ વધુ રોકાણ કરશે. એસઆઈપી દ્વારા રોકાણમાં અનેકગણો વધારો થશે.
Top Trending News
વિવિધ સ્કીમ
Mutual Fund પેન્શન સ્ટાઈલ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, રિટાયરમેન્ટ લિંક્ડ એકાઉન્ટ્સ અને ડેટ આધારિત સેવિંગ્સ પ્રોડક્ટ્સ શરૂ કરવા માટે સરકાર તરફથી Budget 2026 પહેલ થવી જોઈએ, તે સ્કીમ વધુ આકર્ષક હશે તો નિવૃત્ત લોકો વધુ રોકાણ કરીને વધુ સારુ વળતર મેળવી શકશે. જેમાં ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સમાં પરિવારોની લોંગ ટર્મ સેવિંગ્સને વાળવામાં મદદ મળશે. જેમાં ફિઝિક્લ એસેટ્સમાં લોકોની નિર્ભરતા વધશે. સાથે રિટારમેન્ટને લઈને તેમની તૈયારી વધુ સારી રહેશે. જો બજારના હિસાબે જોઈએ તો કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો અને તેના નિયમો સરળ કરવા જોઈએ. તેમજ સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ(એસટીટી)ને પણ ઘટાડવો જોઈએ.