ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર, ટ્રમ્પે કરી મધ્યસ્થતા

by Gujarati biz news

નવી દિલ્હી- ભારત-પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ થયું છે. તેની માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે ​​બપોરે 3.35 વાગ્યે બંને દેશો DGMO સાથે વાતચીત કરી હતી. યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ આજે સાંજે 5 વાગ્યે બંને દેશ આકાશ, જળ, ધરતી પરથી કોઈ હૂમલો કરશે નહી.

મિસરીએ કહ્યું હતું કે 12 મેના રોજ બન્ને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે.

ભારત પોતાની શરતોને લઈને યુદ્ધવિરામ માટે રાજી થયું છે.

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે આપણે પાકિસ્તાનને ખૂબ મોટુ નુકસાન પહોંચાડ્યું છે. તેમજ વીંગ કમાન્ડર વ્યોમિકાસિંહે જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા બ્રહ્મોસ બેસને નુકસાન પહોંચાડ્યું છે, તેવા ખોટા સમાચાર ફેલાવ્યા હતા. પાકિસ્તાનની રક્ષણાત્મક પ્રણાલીને આપણે ધ્વસ્ત કરી દીધી હતી. ભારતની સેના સુરક્ષા કરવા માટે સક્ષમ હતી. અમે કોઈપણ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું નથી. પાકિસ્તાનના કેટલાય એરબેઝને નુકસાન થયું છે.

પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી ઈશાક ડારે તેમના ટ્વીટર હેન્ડલર પર જાહેરાત કરી છે કે તેમનો દેશ યુદ્ધવિરામ માટે તૈયાર છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે પાકિસ્તાન અને ભારતે તત્કાલ પ્રભાવથી યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. પાકિસ્તાને હંમેશા સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા સાથે સમજૂતી કર્યા વગર ક્ષેત્રમાં શાતિ અને સુરક્ષા માટે પ્રયાસ કર્યા છે.

અમેરિકાના પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે તેમના ટ્રુથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કર્યો છે કે તેમના હસ્તક્ષેપ પછી ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર થઈ ગયા છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું છે કે સંયુક્ત રાજ્ય અમેરિકાની મધ્યસ્થતામાં રાતભર લાંબી વાતચીત પછી મને આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન પૂર્ણ અને તત્કાલ યુદ્ધ વિરામ પર સહમત થઈ ગયા છે. બન્ને દેશોની કોમન સેન્સ અને ગ્રેટ સેંસબિલીટીનો ઉપયોગ કર્યો તે માટે અભિનંદન. આ મામલે ધ્યાન આપવા બદલ બન્ને દેશોનો આભાર.

ભારતના વિદેશ સચિવ દ્વારા નિવેદન

પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે આજે વહેલી બપોરે 15.35 કલાકે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સને બોલાવ્યા હતા. તેમની વચ્ચે સંમતિ સધાઈ હતી કે બંને પક્ષો આજે ભારતીય સમયાનુસાર સાંજના 5  કલાકથી જમીન અને હવા અને સમુદ્રમાં તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે.

બંને પક્ષે સમજૂતીની અસર કરવા સૂચના આપવામાં આવી છે.

12મી મેના રોજ બપોરે 12 વાગ્યે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ચર્ચા કરશે.

You will also like

Leave a Comment