Dollar vs Rupee: સતત ચોથા દિવસે રૂપિયો વધુ ગબડી 91.08 નવી રેકોર્ડ લૉ બનાવી

by Investing A2Z
Dollar vs Rupee

અમદાવાદ- Dollar vs Rupee ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ગગડીને રેકોર્ડ લોની નવી સપાટી બતાવી છે. વધુ તૂટી 91ની ઉપર જતો રહ્યો હતો. ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત 91 થયો છે. આજે 16 ડીસેમ્બરને મંગળવારે રૂપિયો સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં વધુ ઘટ્યો છે. નોન ડિલિવરેબલ ફોરવર્ડ પોઝિશનની મેચ્યોરિટી સાથે જોડાયેલ ડૉલરની ડિમાન્ડ વધુ રહી છે. તેમજ એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં સતત વેચવાલીથી આઉટફ્લો રહ્યો છે.(Fii Net Seller) જેને કારણે ભારતીય રૂપિયો સતત ગબડી રહ્યો છે.

રૂપિયો ગબડી 91.08 રેકોર્ડ લૉ

ફોરેક્સ માર્કેટમાં(Forex Market) ડૉલર સામે રૂપિયો વધુ તૂટીને 91.08 રેકોર્ડ લોની નવી સપાટી બતાવી હતી. જે ગઈકાલે 15 ડિસેમ્બરે 90.78ની સપાટીએ હતો. મંગળવારે બપોરે 3 કલાકે રૂપિયો 26 પૈસા વધુ તૂટી 91..01 પર ટ્રેડ કરી રહ્યો છે.

2025માં રૂપિયો 7 ટકા તૂટ્યો

2025ના વર્ષમાં અત્યાર સુધીમાં(Dollar vs Rupee) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ગગડીને રેકોર્ડ લોની નવી સપાટી બતાવી છે. આજે 16 ડીસેમ્બરને મંગળવારે રૂપિયો સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં વધુ ઘટ્યો છે. ડૉલર સામે રૂપિયો 7 ટકા તૂટ્યો છે. જે આ વર્ષમાં સૌથી નબળુ પ્રદર્શન દર્શાવે છે અને ઉભરતાં બજારોમાં પણ ભારતીય રૂપિયાએ નબળો દેખાવ કર્યો છે. ભારતીય નિકાસકારો પર વધુ ટેરિફનું કારણ મુખ્ય મનાય છે. જેનાથી ટ્રેડ ફ્લો પર અસર પડી છે. તેમજ એફઆઈઆઈની સતત છ મહિનાથી ભારતીય સ્ટોક માર્કેટમાં વેચવાલી રહી છે, તેણે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું છે.

એફઆઈઆઈનો આઉટફ્લો

વિદેશી રોકાણકારોએ આ વર્ષમાં 18 બિલિયન ડૉલરથી વધુની રકમનું ભારતીય સ્ટોક માર્કેટમાં સેલીંગ કર્યું છે. જેથી બજાર અત્યાર સુધીના સૌથી મોટા આઉટફ્લો તરફ આગળ વધી રહ્યું છે. આથી ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરે છે, અને તેજીમાં બ્રેક વાગે છે. ડૉલર સામે રૂપિયામાં ગાબડાને કારણે ભારતીય શેરબજારનો(Stock Market India) સેન્સેક્સ(BSE Sensex) આજે મંગળવારે સવારે 10.55 કલાકે 439 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 124 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 340 પોઈન્ટ ઘટ્યો છે.

Most Watched Video News

Stock Market India: સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટ્યો, કાલે શેરબજાર કેવું રહેશે?

આરબીઆઈનું ઈન્ટરવેન્શન

એનડીએફની પોઝિશનની મેચ્યોરિટીને શોર્ટ ટર્મ ડૉલરની ડિમાન્ડ વધી છે. જેનાથી રૂપિયા પર પ્રેશર વધ્યું છે. સરકારી બેંકો દ્વારા વચ્ચે વચ્ચે ડૉલરનું વેચાણ થયું છે. ભારતીય રીઝર્વ બેંકે(RBI) પણ ઈન્ટરવેન્સન કર્યું છે, જેથી રૂપિયો વધુ તૂટતા અટકી શકે. પણ(Dollar vs Rupee) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ગગડીને રેકોર્ડ લોની નવી સપાટી બતાવી છે. આજે 16 ડીસેમ્બરને મંગળવારે રૂપિયો સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં વધુ ઘટ્યો છે. ડૉલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે.

યુએસ ટ્રેડ ડીલ અંગે ચિંતા

બીજી તરફ અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ(Trump Tariffs) લાદી છે. અને તે પછી મેક્સિકોએ 50 ટકા સુધીની ટેરિફ(US Tariffs) લાદી છે. જેનાથી આગામી સમયમાં ભારતની નિકાસ પર નેગેટિવ અસર પડશે. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ(US India Trade Deal) અંગે સાત તબક્કાની ચર્ચાઓ થઈ ચુકી છે, પણ હજી સુધી ટ્રેડ ડીલ અંગે ફાઈનલ સમજૂતી થઈ શકી નથી. જે ચિંતાને કારણે પણ રૂપિયા પર દબાણ રહ્યું છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે જ્યાં સુધી યુએસ ભારત વચ્ચે ટ્રેડ ડીલ અંગે પોઝિટિવ સમાચાર નહી આવે ત્યાં સુધી રૂપિયા પર પ્રેશર રહેશે. તેમજ એફઆઈઆઈની શેરબજારમાં વેચવાલી નહી અટકે ત્યાં સુધી રૂપિયો તૂટતો રહેશે.

You will also like

Leave a Comment