EPFO News: પીએફના રૂપિયાનો UPI દ્વારા ઉપાડ કરી શકાશે!

by Gujarati biz news
EPFO News

નવી દિલ્હી- EPFO News ભારતીય એમ્પ્લોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન(Employees Provident Fund Organisation) એટલે કે ઈપીએફઓ તરફથી પીએફના ઉપાડ પર સૌથી મોટુ અપડેટ આવ્યું છે. સુત્રોની જાણકારી મુજબ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ(EPFO) મેમ્બર્સ યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ(UPI) એટલે કે યુપીઆઈ દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે. તેમણે પીએફ એકાઉન્ટથી રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા અને મર્યાદા અંગે કહ્યું હતું.(Provident Fund money can be withdrawn through UPI)

8 કરોડથી વધુને લાભ મળશે

જાણકારી મળ્યા મુજબ કેન્દ્ર સરકાર હવે(EPFO News) યુપીઆઈ દ્વારા ઈપીએફ એકાઉન્ટમાં જમા પૈસા ઉપાડવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. આ સુવિધાથી ઈપીએફઓ સાથે જોડાયેલા અંદાજે 8 કરોડથી વધુ સભ્યોને લાભ થશે અને તેમાં કોઈ દસ્તાવેજ કે પુરાવા આપવાની જરૂર રહેશે નહી. યુપીઆઈ એપ દ્વારા તમારી રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકશો.

યુપીઆઈ સાથે લિંક

EPFO News ઈપીએફઓએ સ્પષ્ટ કર્યું હતું કે પીએફ એકાઉન્ટને પહેલા યુપીઆઈ સાથે લિંક કરવાનું રહેશે. જેમાં બેંક એકાઉન્ટ પહેલેથી જ આધાર લિંક હશે. ત્યાર પછી પીએફ ખાતામાં જમા રૂપિયા પહેલા યુપીઆઈ દ્વારા લિંક કરેલ સેવિંગ્સ ખાતામાં ફેરબદલ કરી શકાશે. જે પછી બેંકના ડેબિટ કાર્ડથી કે બેંક એટીએમ દ્વારા સરળતાથી તે રકમ ઉપાડી શકશો અથવા ખર્ચ કરી શકાશે.

એપ્લિકેશન લોન્ચ થશે

ઈપીએફઓ સભ્યો માટે યુપીઆઈ દ્વારા પીએફના ઉપાડની સુવિધા આપવા માટે શ્રમ મંત્રાલય એક એપ્લિકેશન પણ લોન્ચ કરવા દઈ રહ્યું છે. જેમાં યુપીઆઈ દ્વારા પીએફના રૂપિયા તમારા સેવિંગ્સ ખાતામાં ટ્રાન્સફર કરવાની સુવિધા રહેશે. તે ઉપરાંત(EPFO News) ઈપીએફઓની વેબસાઈટ પર મેમ્બર પોર્ટલમાં પણ યુપીઆઈથી બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાની સુવિધા આપવાની તૈયારી કરી રહ્યું છે.

Top Trending News

Budget 2026: મધ્યમ વર્ગ અને સીનીયર સીટીઝનને બજેટમાં શું મળશે?

આગામી નાણાકીય વર્ષથી શરૂ થઈ શકે છે

હવે તમને જણાવીએ કે ઈપીએફઓ સભ્યોને યુપીઆઈ દ્વારા પીએફના રૂપિયા ઉપાડી શકાય તેવી સુવિધા કયાં સુધીમાં શરૂ કરશે. તો આ સંદર્ભમાં સુત્રોના કહેવા પ્રમાણે આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં આ સુવિધા શરૂ કરાશે. તે દ્વારા યુપીઆઈને પીએફ એકાઉન્ટ સાથે લીંક કરતાની સાથે જ ખાતામાંથી ફંડ ટ્રાન્સફર કરવાની સર્વિસ એક્ટિવેટ થઈ જશે.

કોઈ દસ્તાવેજની જરૂર નથી

યુપીઆઈ દ્વારા(EPFO News) પીએફનો ઉપાડી ખાતામાં પુરા રૂપિયા ઉપાડી શકાશે? નિયમ અનુસાર 75 ટકા રકમ પીએફ ખાતામાંથી કોઈપણ દસ્તાવેજ વગર નવી સુવિધાથી ઉપાડી શકાશે. જો કે હાલમાં પ્રતિ મહિના, પ્રતિદિન ટ્રાન્ઝક્શનની મર્યાદાના સંદર્ભમાં ચર્ચાવિચારણા ચાલી રહી છે.

You will also like

Leave a Comment