અમદાવાદ- Budget 2026 નાણાંપ્રધાન નિર્મલા સીતારમન(Finance Minister Nirmala Sitharaman) પહેલી ફેબ્રુઆરી, 2026ને રવિવારે સવારે 11 વાગ્યે બજેટ 2026 રજૂ કરશે. આ બજેટ કેવું આવશે? મધ્યમવર્ગના લોકોને ખુશ કરનારું હશે? કે પછી સીનીયર સીટીઝનની માંગ પુરી કરશે? સીનીયર સીટીઝનની શું આશા અને અપેક્ષા છે?
જૂઓ વીડિયો….
નાણાંપ્રધાન રેકોર્ડની નજીક
નાણાંપ્રધાન નિર્મલા સીતારમન(Finance Minister Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ લોકસભામાં(Budget 2026) બજેટ રજૂ કરશે. તેઓ આ બજેટ નવમી વખત રજૂ કરશે. તેઓ ભારતના એવા નાણાંપ્રધાન બન્યા છે કે એક જ વડાપ્રધાનના કાર્યકાળમાં આટલા બજેટ રજૂ કર્યા છે. આ ઉપલબ્ધિની સાથે તેઓ પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ 10 બજેટ રજૂ કર્યાના સૌથી વધુ બજેટ રજૂ કર્યાની બિલકુલ નજીક પહોંચી ગયા છે. મોદી સરકારની ત્રીજી ટર્મમાં આ બીજુ પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ થશે.
12.75 લાખની આવક ટેક્સ ફ્રી
વર્ષ 2024-25ના બજેટમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમને(Finance Minister Nirmala Sitharaman) 12 લાખ રૂપિયાની આવકને ટેક્સ ફ્રી કરી નાંખી હતી. એટલે કે વ્યક્તિગત આવકવેરાના મર્યાદા 12 લાખ કરી હતી, જેથી મધ્યમવર્ગ અને નોકરી કરનાર લોકો ખૂબ જ ખુશ થયા હતા. તેમજ પગારદાર માટે સ્ટાર્ન્ડડ ડીડક્શન રૂપિયા 75,000 મળીને કુલ 12,75,000ની આવક પર કોઈ જ ટેક્સ ભરવાનો આવતો નથી. આ દરખાસ્ત પછી નાણાંપ્રધાન અને વડાપ્રધાનને ખૂબ વાહવાહી મળી હતી. કરદાતા અને સરકાર બન્ને ખુશ થયા હતા.
વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી
હવે નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ(Budget 2026) બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તે બજેટ ભારત@2047નો આર્થિક રોડમેપ હશે. જીડીપી ગ્રોથ વધારવાના પગલા હશે. ખર્ચ કેમ વધે અને ઈકોનોમીના નાણા કેમ ફરતાં થાય તેવા ઉપાયો હશે. ભારત વિશ્વમાં ત્રીજા નંબરની ઈકોનોમી બને તે માટેના પગલા હશે.

2026ના બજેટમાં(Budget 2026) ટેક્સ સ્લેબમાં કોઈ મોટા ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી. કે પછી વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે નહી. હા ટેક્સ રીફોર્મ્સ કરે તેવી જાહેરાત થશે. નવો ઈન્કમ ટેક્સ એક્ટ લાગુ થશે, તેમાં વધુ સરળીકરળ કરતી જાહેરાત કરશે. જેથી આ બજેટમાં મધ્યમ વર્ગના(Middle Class) લોકો માટે કોઈ નવી જાહેરાત થાય તેવી ધારણા નથી.
વ્યાજની આવકના ડીડક્શનમાં વધારો
સીનીયર સીટીઝનોને(Senior Citizens) આ બજેટમાં ખૂબ આશા અને અપેક્ષા છે. સરકાર સીનીયર સીટીઝનને ડીડક્શનમાં લાભ આપી શકે છે તેમજ હેલ્થ સંબધી કોઈ જાહેરાત કરી શકે છે. સીનીયર સીટીઝન મોંઘવારી સામે પોતાનું જીવન ખર્ચ નિભાવી શકે તે માટે ડીડક્શનની મર્યાદા વધારી શકે તેની આશા છે. 60 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝન બચત ખાતામાં, ફિક્સ્ડ ડીપોઝિટ, પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રોકાણ, કોઓપરેટિવ બેંકોમાં રોકાણ પર વ્યાજની આવક મળે છે તેમાં 50,000 રૂપિયા સુધીનું ડીડકશન મળે છે, તે વધારીને 75,000 કરાય અથવા વધુ વધારીને 1,00,000 કરી શકે છે.
Top Watched News
Budget 2026: નાણાંપ્રધાન ઈન્કમ ટેક્સ એક્ટમાં સુધારો કરશે? Tax Slabsમાં ફેરફાર થવાની આશા
આયુષ્યમાન ભારત કાર્ડમાં સીની. સીટી. ઉંમરની મર્યાદા ઘટે
બીજી તરફ સીનીયર સીટીઝનોની(Senior Citizens) માંગ છે કે 70 વર્ષથી ઉપરની ઉંમરના સુપર સીનીયર સીટીઝનોને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળે છે, જેનાથી તેઓ કોઈપણ દવાખાનામાં સારવાર મફત મેળવી શકે છે. હવે માંગ આવી છે કે 70 વર્ષની ઉંમર મર્યાદા ઘટાડીને 60 વર્ષ કરવી જોઈએ. કારણ કે 60થી 70ની વચ્ચેની ઉંમર ધરાવતા સીનીયર સીટીઝનોને સારવાર કરવી હોય તો તેઓને આ લાભ મળતો નથી. જેથી સરકારે 60 વર્ષ કે તેના ઉપરની ઉંમરના લોકોને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ આપવો જોઈએ. જોઈએ હવે પહેલી ફેબ્રુઆરીએ નાણાંપ્રધાન નિર્મલા સીતારમનનું બજેટ કેવું આવે છે?

