ગાંધીનગર- Gujarat Assembly 2026 ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ-174 (1) હેઠળ પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું બજેટ સત્ર તારીખ 16 ફેબ્રુઆરી 2026 ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની મહત્વની વિગતો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
વિધાનસભા સત્રનુ મુખ્ય કામકાજ
* રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન: Gujarat Assembly 2026 સત્રના પ્રથમ દિવસે, તારીખ 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલશ્રી ગૃહને સંબોધિત કરશે.
* અંદાજપત્રની રજૂઆત: Gujarat Assembly 2026 નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવશે.
* વધારાના ખર્ચના પત્રકો: અંદાજપત્રની સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-2016 અને 2018-19 ના વધારાના ખર્ચના પત્રકો તેમજ વર્ષ 2025-26 ના પૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે.

આ Gujarat Assembly 2026 સત્ર તારીખ 16 ફેબ્રુઆરી, 2026 થી તારીખ 25 માર્ચ, 2026 સુધી કામકાજના કુલ 23 દિવસ ચાલશે, જેમાં કુલ 26 બેઠકો યોજાશે. વિધાનસભાના કામકાજની વહેંચણી નીચે મુજબ કરવામાં આવી છે:
* રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા: 3 બેઠકો.
* સરકારી કામકાજ અને વિધેયકો: 4 બેઠકો.
* નાણાકીય કામકાજ: કુલ 18 બેઠકો રહેશે, જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો, વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો અને પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન માટે 2 બેઠકો રહેશે.
* બિનસરકારી કામકાજ: 6 બેઠકમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે.
પ્રશ્નોત્તરી અને ટેકનોલોજીનો ઉપયોગ
* આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે, જેના માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ દ્વારા પ્રધાનોના પાંચ જૂથોની રચના કરવામાં આવી છે અને તારાંકિત પ્રશ્નોની સૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
* માનનીય સભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Top Trending News
વધુ વિગત વેબસાઈટ પર
Gujarat Assembly 2026 સત્રની શરૂઆત પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રમુખપદે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવશે, જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી તેની ભલામણો અનુસાર સભાગૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે. આ અંગેની વધુ વિગતો વિધાનસભાની નેવા વેબસાઈટ (www.gujarat.neva.gov.in) ઉપર ઉપલબ્ધ છે.
ઈતિહાસનું સૌથી મોટુ બજેટ
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ બજેટ રજૂ કરશે. આ બજેટ 2026-27 ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ બનવાની ધારણા છે, જેનો અંદાજિત ખર્ચ આશરે રૂપિયા 3.90 લાખ કરોડનો રહે તેવી ધારણા છે. જે પાછલા વર્ષ કરતાં લગભગ 15 વધુ હશે.