અમદાવાદ- Holi in Gujarat હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ગુજરાતના નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલનનું કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો કરીને કુલ 1,300 વધારાની બસો દ્વારા 7,500થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. (Gujarat ST Corporation will run 1300 additional buses, how many buses have been allocated for Dwarka and Dakor?)
એસટી નિગમની વિશેષ સુવિધા
હોળી અને ધૂળેટીના(Holi Dhuleti 2026) તહેવારો દરમિયાન અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જનારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.
દ્વારકા અને ડાકોર માટે 3500 ટ્રીપો
Holi in Gujarat હોળીના તહેવારમાં ડાકોરમાં(Dakor) ફૂલડોલોત્સવ તથા દ્વારકામાં(Dwarika) લાખો ભાવિભક્તો દર્શાનાર્થે જતા હોય છે. ભક્તોને પરીવહનમાં કોઈપણ અગવડ ન પડે તે હેતુથી દ્વારકા અને ડાકોર જનારા દર્શનાર્થીઓ માટે 450 બસો દ્વારા 3500 ટ્રીપો ફાળવવામાં આવી છે.
27 ફેબ્રુઆરીથી નવી એસટી મુકાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિશેષ સેવાઓ તારીખ 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2026 દરમિયાન કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા અને ભીડને ટાળવા માટે નિગમ દ્વારા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.
ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
આ સમગ્ર સંચાલન સંબંધિત કોઈપણ પૂછપરછ માટે મુસાફરો નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર 24 કલાક સંપર્ક કરી શકે છે. દરેક ડેપો ખાતેથી પણ આ વધારાની સર્વિસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે. રાજ્યના નાગરિકોને આ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અને મુસાફરી સુરક્ષિત બનાવવા એસટી નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં હોળીનું અનેરું મહત્ત્વ
હોળી એ ગુજરાતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતા સૌથી જીવંત અને આનંદદાયક તહેવારોમાંનો એક છે. આ તહેવાર બુરાઈ પર સારાના વિજયનું પ્રતીક છે, જેનું પ્રતીક હોળીના દિવસે સંધ્યા સમયે હોળીકા દહન થાય છે. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હાળીના બીજા દિવસને ધુળેટી તરીકે ઓળખવામાં આવે છે, લોકો રંગો, પાણીના ફુગ્ગાઓ અને ગુલાલથી હોળી અને ઘુળેટી રમે છે.
ભકતો દર્શન કરવા જાય છે
હોળી અને ધુળેટીના દિવસે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં મોટા જાહેર ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે છે. ગામડાઓમાં, હોળી પરંપરાગત લોકગીતો, નૃત્યો અને સમુદાયના તહેવારો સાથે ઉજવવામાં આવે છે. ભક્તો તહેવાર દરમિયાન દર્શન માટે દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયના મંદિર જેવા મંદિરોમાં જાય છે. શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ડાકોર પગપાળા જાય છે.
મતભેદ અને દુશ્મનાવટ ભૂલવાનો તહેવાર
હોળીના તહેવારમાં ગુજિયા અને ઠંડાઈ જેવી ખાસ ગુજરાતી મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે અને પરિવાર અને મિત્રો વચ્ચે વહેંચવામાં આવે છે. આ તહેવાર સામાજિક બંધનોને મજબૂત બનાવે છે કારણ કે લોકો મતભેદો ભૂલીને સાથે મળીને એક બીજાને રંગ લગાવીને ઉજવણી કરે છે. ગુજરાતમાં હોળી રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ, એકતા અને રંગોના ઉત્સવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો….
Gujarat News: ગુજરાતના વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય