IPO News: નવા વર્ષ 2026નો પ્રથમ 1071 કરોડનો આઈપીઓ 9 જાન્યુઆરીએ ખૂલશે

by Investing A2Z
IPO News

મુંબઈ- IPO News વીતેલા વર્ષ 2025માં અનેક આઈપીઓ મૂડીબજારમાં આવ્યા હતા. જેમાં કેટલાય રોકાણકારોને સારો એવો નફો થયો છે, તો કેટલાક આઈપીઓમાં નિરાશા પણ મળી છે. હવે નવા વર્ષ 2026માં પ્રથમ આઈપીઓ આવી રહ્યો છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરતાં હોય તો રોકાણ કરવા માટે પૈસા તૈયાર રાખજો. ભારત કોકિંગ કોલ લિમિટેડ(Bharat Coking Coal LTD IPO)નો આઈપીઓ આ સપ્તાહના અંત ભાગમાં ખૂલી રહ્યો છે.(Bharat Coking Coal Limited’s Rs 1071 crore IPO to open on January 9)

આઈપીઓ 13 જાન્યુઆરીએ બંધ

આઈપીઓના(IPO News) રોકાણકારો માટે ગુડ ન્યૂઝ છે. વર્ષનો પહેલો ભારત કોકિંગ કોલનો આઈપીઓ આ સપ્તાહે ખૂલી રહ્યો છે. તેની તમામ વિગતો સામે આવી છે. ભારત કોંકિંગ કોલનો આઈપીઓ 9 જાન્યુઆરીએ સબ્સક્રિપ્શન માટે ખૂલી રહ્યો છે અને તે 13 જાન્યુઆરીએ બંધ થશે. ત્યાર બાદ તે આઈપીઓના નવા શેરમાં લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈમાં અંદાજે 16 જાન્યુઆરીએ થવાની તારીખ નક્કી કરાઈ છે.

પ્રાઈઝ બેન્ડ 21-23

2026ના નવા વર્ષનો પહેલો આઈપીઓ(IPO News) ભારત કોકિંગ કોલનો આવી રહ્યો છે, જે ઈશ્યૂ મૂડીબજારમાંથી રૂપિયા 1071 કરોડ રૂપિયા એકઠા કરશે. એટલે કે તેની ઈશ્યૂ સાઈઝ રૂપિયા 1071 કરોડ છે. આ એક બુક બિલ્ટ ઈશ્યૂ છે અને તે પુરી રીતે ઓફર ફોર સેલ છે. જેમાં કોલ ઈન્ડિયા લિમિટેડ 46.57 કરોડ સુધીની ઈક્વિટી વેચશે. આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઈશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. આ ઈશ્યૂની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 21થી 23 નિર્ધારિત કરાઈ છે.

કોલ ઉત્પાદનમાં 58.50 ટકા હિસ્સો

ભારત કોકિંગ કોલ ભારતના કોલસા અને ઈસ્પાત ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ક્રિસિલ અનુસાર નાણાકીય વર્ષ 2025માં કંપનીએ દેશના સ્થાનિક કોકિંગ કોલ ઉત્પાદનમાં લગભગ 58.50ટકાનો હિસ્સો હાંસલ કર્યો છે. જેથી તે ભારતમાં ઈસ્પાત નિર્માણના આ અગ્રણી કાચા માલનો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે. આ મોટી કંપનીના નફાના ભાગીદાર બનવાની તક આ આઈપીઓ દ્વારા મળી રહી છે.

Top Trending News

PM Modi to visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ રાજકોટમાં, જાણો કાર્યક્રમ

લોટ સાઈઝ 600 શેર

કંપની તરફથી(IPO News) આઈપીઓમાં લોટ સાઈઝ 600 શેરની નક્કી કરાઈ છે. તેનો અર્થ એ છે કે કોઈપણ રોકાણકાર ઓછામાં ઓછી સંખ્યાના આટલા શેરોની બોલી લગાવવાની રહેશે. હવે અપર પ્રાઈઝ બેન્ડના હિસાબે જોઈએ તો 600 શેર લેવા માટે રોકાણકારોએ રૂપિયા 13,800નું રોકાણ કરવાનું રહેશે.

ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે

વર્ષ 2026ના(IPO News) પ્રથમ આઈપીઓ તેની ઓપનિંગ પહેલા જ રોકાણકારોને નફો કરાવી આપવાનો સંકેત આપી રહ્યું છે. ગ્રે માર્કેટમાં અત્યારથી આ નવા આઈપીઓનું 16.50 રૂપિયાનું પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. અમે આ ગ્રે માર્કેટના પ્રિમિયમને સમર્થન આપતાં નથી.

(નોંધ- આ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.)

You will also like

Leave a Comment