Mahashivratri 2026: શું તમારે માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરવી છે?

by Gujarati biz news
Mahashivratri 2026

ભક્તોને મળશે પોસ્ટ મારફત નમન, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ

સોમનાથ- Mahashivratri 2026 શિવ ભક્તો માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ એ મહાશિવરાત્રીનું પર્વ છે. જે દિવસે ગુજરાતમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવ(First Jyotirlinga Somnath Mahadev) પર લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. આપેલ QR કોડ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરે બેઠા નોંધાવી શકશે અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકશે.

વિધિવત પ્રારંભ

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજ રોજ આ પૂજાનું લોન્ચીંગ શ્રી સોમનાથ મંદિરના(First Jyotirlinga Somnath Mahadev) મુખ્ય પુજારીના હસ્તે અભિજીત મુહૂર્તમાં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રથમ પૂજા નોંધાવી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રસ્ટના અધિકારીઓ તેમજ ભક્તો જોડાયા હતા. વિશેષમાં આ વર્ષ “સોમનાથ સ્વાભિમાન પર્વ ” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે આ બિલ્વ પૂજાનો લાભ લઇ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં જોડાવાનો લાભ લેવા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે.

બિલ્વ પૂજાની નોંધણી શરૂ

Mahashivratri 2026છેલ્લા ત્રણ વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા(Mahashivratri 2026) મહાશિવરાત્રી(First Jyotirlinga Somnath Mahadev) અને શ્રાવણ પર્વે ભક્તો માટે આ વિશેષ બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 12.65 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી છે અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા છે.

શાસ્ત્રોમાં શિવજીનેબિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતાં કહેવાયુ છે કે

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्म पापसंहारंएकबिल्वंशिवार्पणम्॥

શિવજીને ત્રણ પર્ણ વાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપ નાશ પામે છે.

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ

પવિત્ર મહાશિવરાત્રિ પર્વે(Mahashivratri 2026) પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને(First Jyotirlinga Somnath Mahadev) માત્ર 25 રૂપિયાની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા સરનામા પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલવામાં આવશે.

Top Trending News

Gujarat Assembly 2026: વિધાનસભા સત્ર 16 ફેબ્રુઆરીએ શરૂ, 17મીએ ઈતિહાસનું સૌથી મોટુ બજેટ રજૂ થવાની આશા

પૂજાના LIVE દર્શન કરાવાશે

શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ ભકતોને બિલ્વપુજાના યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી લાઈવ દર્શન કરાવશે. ત્યારે(Mahashivratri 2026) મહાશિવરાત્રિ 2026 પર શ્રી સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર 25 રૂપિયાની બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org અથવા સ્ક્રીન પર આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.

You will also like

Leave a Comment