ગાંધીનગર- Metro train in Gift City વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ સુગમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપી છે.(The Union Cabinet has approved the extension of the metro rail from GIFT City to Shahpur)
ગુજરાતે પીએમ મોદીનો આભાર માન્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના(PM Narendra Modi) વિઝનથી સ્થપાયેલા અને વિશ્વભરમાં ફિનટેક હબ(Fintech Hub in Gift City Gandhinagar) તરીકે ખ્યાતિ મેળવી રહેલા ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટીમાં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તથા અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને(Metro train in GIFT City) આ કનેક્ટિવિટીનો લાભ આપવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટનો ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Gujarat CM Bhupendra Patel) આભાર માન્યો છે.
હાઈલાઈટ્સ
- કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલ નોર્થ-સાઉથ કોરીડોરના વિસ્તરણને મંજૂરી આપી
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
- 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણ સાથે ત્રણ એલિવેટેડ સ્ટેશનો શરૂ થશે
- આગામી ચાર વર્ષમાં આ રૂટ પૂર્ણ કરવાનું આયોજન
- ગિફ્ટ સિટી સાથેની આ કનેક્ટિવિટીથી શૈક્ષણિક સંસ્થાઓ-વ્યાપારી કેન્દ્રો-મલ્ટી નેશનલ કંપનીઓને લાભ
- અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને સીધો લાભ થશે
બે ફેઝમાં મેટ્રો કાર્યરત છે
વર્તમાન સ્થિતિએ(Metro train in GIFT City) ગુજરાત મેટ્રોના 68.28-કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-I APMCથી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)} અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર અને GNLU થી ગિફ્ટ સિટી), કુલ 53 સ્ટેશનો સાથે સપ્ટેમ્બર-2022 (ફેઝ-I) અને જાન્યુઆરી-2026 (ફેઝ-II) થી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે તેનો લાભ દરરોજ અંદાજે 1.60 લાખ લોકોને સરળ અવર-જવર માટે મળે છે.

હવે, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી(Gift City in Gandhinagar) શાહપુર સુધીના 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણને જે મંજૂરી આપી છે. તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે અને અંદાજે 1067.35 કરોડનો આ પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
આધુનિક ઝડપી પરિવહન સેવા
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેટ્રો એ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં સેવા આપતી આધુનિક ઝડપી પરિવહન વ્યવસ્થા છે.(Metro train in GIFT City) શહેરી પરિવહન સુધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. મેટ્રોનો ઉદ્દેશ્ય ઝડપથી વિકસતા અમદાવાદ શહેરમાં ટ્રાફિક ભીડ અને પ્રદૂષણ ઘટાડવાનો છે. આ પ્રોજેક્ટમાં એલિવેટેડ અને ભૂગર્ભ કોરિડોર બંનેનો સમાવેશ થાય છે.
મુસાફરો માટે આરામદાયક
વધુમાં અમદાવાદ મેટ્રો ટ્રેનમાં(Metro Train in Ahmedabad) પ્રથમ તબક્કો વસ્ત્રાલ, થલતેજ અને મોટેરા જેવા મુખ્ય વિસ્તારોને જોડે છે. ટ્રેનો સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે અને આધુનિક સલામતી સુવિધાઓથી સજ્જ છે. મેટ્રો સ્ટેશનો સ્વચ્છ, સારી રીતે જાળવણી કરાયેલા અને દિવ્યાંગ મુસાફરો માટે સુલભ છે. તે મુસાફરો માટે દૈનિક મુસાફરીનો ઝડપી, સસ્તું અને આરામદાયક મોડ પૂરો પાડે છે. મેટ્રો શહેરના મહત્વપૂર્ણ સ્થળો અને વ્યવસાય કેન્દ્રોને પણ જોડે છે. અમદાવાદ મેટ્રો ગુજરાતમાં સ્માર્ટ અને ટકાઉ શહેરી વિકાસ તરફ એક મુખ્ય પગલું રજૂ કરે છે.
આ પણ વાંચો….
Stock Market India: શેરબજારના સેન્સેક્સમાં 1068 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલી પાછળ કયા કારણો?