નવી દિલ્હી- ભારત અને પાકિસ્તાનની વચ્ચે ભલે યુદ્ધવિરામ (India Pakistan Ceasefire) જાહેર થઈ ગયું છે, પણ સરકારના કહેવા અનુસાર ઓપરેશન સિંદૂર ( Operation Sindoor) હજી ચાલુ છે. તો બીજી તરફ બોયકોટ પાકિસ્તાન (Boycott Pakistan) નો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. તે અનુસાર હવે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ (CCPA) ઈ-કોમર્સ (E-Commerce Websites) કંપનીઓ એમઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) સહિત અન્યને નોટિસ ઈસ્યૂ કરવાનો નિર્દેશ આપ્યો છે કે પાકિસ્તાન સાથે જોડાયેલા ઝંડા અને સામાન હટાવી લે. સરહદ પર પાકિસ્તાની હૂમલાનો આકરો જવાબ આપીને ભારત તેને ઘૂંટણિયે પાડી દીધું હતું. (India Pakistan War 2025) અને હવે આર્થિક રીતે તેને લપડાક મારીને મુસીબતોમાં વધારો કરી રહી છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ (CCPA) કહ્યું છે તે ઈ કોમર્સ સાઈટ્સ પર પાકિસ્તાની ઝંડા (Pakistani Flags) અને તેની સાથે જોડાયેલા અન્ય સામાન તથા ચીજવસ્તુઓનું વેચાણ નિયમોનું ચોખ્ખી રીતે ઉલ્લંઘન છે. તમામ કંપનીઓએ તેને તાત્કાલિક અસરથી હટાવી લેવું જોઈએ. અત્રે નોંધનીય છે કે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ કેન્દ્રીય પ્રધાન પીયૂલ ગોયલને (Union Minister Piyush Goyal) પત્ર લખીને આ ચિંતા વ્યક્ત કરી હતી, અને ધ્યાનમાં પર આ વાત રજૂ કરી હતી અને કહ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી છતાં દેશમાં ઈ-કોમર્સ વેબસાઈટ પર પાકિસ્તાની ઝંડા સહિત અન્ય સામાન બેરોકટોક વેચાઈ રહ્યો છે. તે પછી હવે સીસીપીએ તેના વેચાણ પર પ્રતિબંધ મુકતી નોટિસ ઈસ્યૂ કરી છે.

TOP NEWS
https://www.gujaratibiznews.com/national/pakistans-friends-turkey-and-azerbaijan-will-now-cry-there-will-be-a-blow-of-4000-crores-per-year/
22 એપ્રિલ, 2025ના રોજ કશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હૂમલા (Pahalgam Terror Attack) પછી ભારત તરફથી 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર અનુસાર આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઈક (AirStrike on Terror Camps) કરી હતી. જેમાં પાકિસ્તાન અને POK માં રહેલા 9 આતંકવાદી અડ્ડાને તબાહ કરી દીધા હતા. સરકાર તરફથી અપાયેલ જાણકારી મુજબ ઓપરેશન સિંદૂરમાં 100 આતંકીવાદીઓ માર્યા ગયા છે. તેની પહેલા ભારતે અનેક એક્શન લીધા હતા. સિંધુ જળ સમજૂતી રદ કરી હતી અને પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઈક કરી હતી. તેમજ અટારી બોર્ડર બંધ કરીને આર્થિક લપડાક મારી હતી. હજી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે. પણ ભારત તરફથી આતંકવાદી કેમ્પો પર કાર્યવાહી ચાલુ છે.
ભારતમાં ફકત પાકિસ્તાન વિરોધી લહેર નથી ચાલી રહી, પણ દેશવાસીઓએ પાકિસ્તાનની સાથે પાકિસ્તાનને સાથ આપનાર મિત્ર દેશો વિરુદ્ધ પર બોયકોટ ચાલી રહ્યો છે. આ મામલે સૌથી વધુ નિશાના પર તુર્કી અને અઝરબૈજાન છે. બોયકોટ તુર્કી અંતગર્ત વેપારીઓએ સફરજન ખરીદવાનું બંધ કરી દીધું છે. અને ટુરીઝમ પણ બંધ કરી દીધું છે. અનેક ટ્રાવેલ્સ એજન્સીઓએ ટ્રાવેલ પેકેજ રદ કરી દીધા છે. ફલાઈટથી માંડીને હોટલના બુકિંગ પણ રદ કરી દીધા છે. જેથી ભારત દેશની પ્રજાએ ઓપરેશન સિંદૂર-2 આર્થિક રીતે પાયમાલ કરવાનું નક્કી કરી દીધું છે.