નવી દિલ્હી- ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ (India Pakistan War 2025) દરમિયાન તુર્કી અને અઝરબૈજાન આ બન્ને દેશોએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો, અને લશ્કરી સંરજામ આપ્યો હતો. તુર્કી અને અઝરબૈજાનને પાઠ ભણાવવાનું ભારતની પ્રજાએ નક્કી કરી લીધું છે. (Turkey Azerbaijan Boycott) કેવી રીતે જાણો…
RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન (RPG Enterprises Chairman) હર્ષ ગોયેન્કાએ (Harsh Goenka) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે મુસાફરોને તુર્કી અને અઝરબૈજાન (Turkey and Azerbaijan) આ બે દેશોમાં મુસાફરી ન કરવા અપીલ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન, આ બંને દેશો દુશ્મન દેશની પડખે ઉભા રહ્યા હતા. પહેલગામ આતંકવાદી હૂમલા (Pahalgam Terror Attack) પછી ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. હર્ષ ગોયેન્કાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે ભારત અને વિદેશમાં ફરવા માટે ઘણી સુંદર જગ્યાઓ છે. તેથી પ્રવાસીઓએ એવા બે દેશોમાં મુસાફરી ન કરવી જોઈએ જે યુદ્ધના સમયે પાકિસ્તાનને ટેકો આપી રહ્યા છે.
હર્ષ ગોયેન્કાએ ટ્વીટ કર્યું હતું, અને તેમાં લખ્યું હતું કે, ‘ભારત અને દુનિયામાં ઘણી સુંદર જગ્યાઓ છે. કૃપા કરીને આ 2 સ્થાનો (તુર્કી અને અઝરબૈજાન) છોડી દો. જય હિન્દ. તેમણે વધુમાં કહ્યું, આજે પહેલગામ હૂમલા પછી આ બંને દેશો પાકિસ્તાનની સાથે ઉભા છે. ગોએન્કાએ કહ્યું કે ગત વર્ષે ભારતીય પ્રવાસીઓએ તુર્કી અને અઝરબૈજાનને રૂ. 4,000 કરોડથી વધુની આવક આપી હતી. આનાથી તે દેશોમાં નોકરીઓનું સર્જન થયું છે, અર્થતંત્રને વેગ મળ્યો છે, હોટેલ ઉદ્યોગનો વિકાસ થયો છે, લગ્નો થયા અને ફ્લાઇટ્સને પણ કમાણી થઈ છે.
Most Watched News
https://www.gujaratibiznews.com/national/know-about-the-s-400-air-defence-system-that-destroyed-all-pakistans-missiles/
હર્ષ ગોએન્કાએ પોસ્ટમાં કહ્યું છે કે, ભારતીયોએ ગત વર્ષે પ્રવાસન (Tourism) દ્વારા તુર્કી અને અઝરબૈજાનને રૂપિયા 4,000+ કરોડ આપ્યા હતા. નોકરીઓનું સર્જન થયું. તેમની અર્થવ્યવસ્થા, હોટલ, લગ્ન, ફ્લાઇટ્સને વેગ મળ્યો છે. 22 એપ્રિલના રોજ લશ્કર-એ-તૈયબાની એક શાખા, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધુ વધી હતી. અને તે યુદ્ધમાં પરિણમી હતી.
ઘણા બધા ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ્સે કેટલાક વિદેશી દેશો જેમ કે તુર્કી અને અઝરબૈજાનમાં તેમની હોટેલ અને ફ્લાઇટ બુકિંગ સેવાઓ બંધ કરી દીધી છે. પહેલગામ હૂમલા અને ઓપરેશન સિંદૂર (Operaion Sindoor) પછી ભારતને ટેકો આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કોક્સ એન્ડ કિંગ્સ (Cox and Kings), ઇઝમાયટ્રિપ (EaseMyTrip) અને ટ્રાવોમિન્ટ (Travomint) જેવા ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ્સે અઝરબૈજાન, ઉઝબેકિસ્તાન અને તુર્કીની તેમની મુસાફરી સેવાઓ બંધ કરી દીધી છે.
Gujarat Top News
https://www.gujaratibiznews.com/gujarat/astronomy-and-space-science-gallery-launched-at-gujarat-science-city-ahmedabad/
મોટાભાગના ટાવેર્લ્સ કંપની અને ટૂર ઓપરેટરોએ તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને અઝરબૈજાન, ઉઝબેકિસ્તાન અને તુર્કીની બધી નવી મુસાફરી ઓફરો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આપણા અને આપણા દેશના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંતોને જાળવી રાખવાની પ્રતિબદ્ધતાથી પ્રેરિત છે. ટ્રાવેર્લ્સ કંપનીઓએ ભારતીય પ્રવાસીઓને સલાહ આપી છે કે તેઓ સાવધાની રાખે અને તંગદિલી ઓછી ન થાય ત્યાં સુધી આ સ્થળોએ બિનજરૂરી મુસાફરી ટાળે.