મુંબઈ- PhonePe IPO આઈપીઓના રોકાણકારો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીમાંની એક ફોનપેના શેરહોલ્ડરો આગામી આઈપીઓમાં પોતાની કરોડોની હિસ્સેદારી ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. કંપનીના અપડેટેડ આઈપીઓ દસ્તાવેજો અનુસાર આ આઈપીઓ પુરી રીતે ઓફર ફોર સેલ(OFS) એટલે કે કંપની નવા શેર ઈસ્યૂ કરી રહી નથી.
સેબીની મંજૂરી
PhonePe IPOના આઈપીઓને સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. શેરહોલ્ડરો વૉલમાર્ટ, ટાઈગર ગ્લોબલ અને માઈક્રોસોફટ ગ્લોબલ ફાઈનાન્સ કંપની આગામી આઈપીઓમાં અંદાજે 10,115 કરોડ રૂપિયાની હિસ્સેદારી વેચશે.
ઓફર ફોર સેલ(OFS)
સમાચાર મળ્યા મુજબ (PhonePe IPO) કંપનીનો આઈપીઓ પુરી રીતે ઓફર ફોર સેલ પર આધારિત છે. એટલા માટે આઈપીઓના માધ્યમથી કંપની કોઈ વધારાની મૂડી ઉભી કરશે નહી. અન્ય સમાચાર મુજબ જો ફોનપે રૂપિયા 12,000 કરોડનો આઈપીઓ લાવશે તો તે કોઈ સ્ટાર્ટઅપ માટે શેરબજારમાં બીજા નંબરમાં સૌથી મોટુ ડેબ્યૂ હશે.

ફોનપેની પ્રમોટર ડબ્લ્યૂએમ ડિજિટલ કોમર્સ હોલ્ડિંગ પીટીઈ કંપનીમાં પોતાની પોતાની અંદાજે 0.12 ટકા હિસ્સેદારી એટલે કે 4,59,22,496 શેર વેચશે. સિંગાપુર સ્થિત ડબ્લ્યૂએમ ડિજિટલ કોમર્સ હોલ્ડિંગ પીટીઈ લિમિટેડ વૉલમાર્ટના નિયંત્રણવાળી ફોનપેના પ્રમોટર છે. તે ઉપરાંત ટાઈગર ગ્લોબલ પીઆઈપી 9-1 દ્વારા 10,39,160 શેર જ્યારે માઈક્રોસોફ્ટ ગ્લોબલ ફાઈનાન્સ અનલિમિટેડ કંપની દ્વારા 36,78,790 શેર વેચવાની ઓફર કરશે.
વેચાણ કરવાની ઓફર
PhonePe IPO આ રીતે વેચાણ કરવાની ઓફર દ્વારા અંદાજે 10,115.87 કરોડ રૂપિયાના મુલ્યના શેર વેચાણ કરશે. જેની ગણતરી પ્રતિ શેર ભારિત સરેરાશ સંપાદન કિંમતના આધારે કરવામાં આવી છે.
45 ટકાથી બજાર હિસ્સેદારી
ફોનપે યુપીઆઈ(PhonePe UPI) લેવડદેવડમાં 45 ટકાથી વધારે બજાર હિસ્સેદારીની સાથે ભારતના ડિજિટલ ચુકવણી બજારમાં અગ્રણી છે. એનપીસીઆઈના આંકડા અનુસાર ડિસેમ્બર 2025માં કંપનીના 9.8 અબજ લેવડદેવડના વ્યવહારો કરાયા છે. કંપનીના નાણાકીય વર્ષ 2024-25માં 7,115 કરોડ રૂપિયાની આવકની કમાણી કરી હતી. ફોનપેના શેરનું લિસ્ટિંગ થતાં ભારતની ડિજિટલ ચુકવણીના ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે. અને અન્ય નાણાકીય ટેકનોલોજી કંપનીઓ માટે પણ જાહેર બજારમાં પ્રવેશવાનો માર્ગ મોકળો થશે.
Top Trending News
Stock Market India: ત્રણ દિવસના કડાકા પછી શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો કેમ આવ્યો?
આઈપીઓ કયારે આવશે?
ફોનપે ભારતની સૌથી મોટો ડિજિટલ પેમેન્ટ કંપની છે. તેનો(PhonePe IPO) આઈપીઓ એપ્રિલમાં આવવાની ધારણા છે. આ કંપનીનું ભારતમાં ફિનટેક સેક્ટરમાં એક સૌથી મોટુ નામ છે. ફોનપેએ સિંગાપુરથી ભારતમાં પોતાનો બેઝ બદલ્યો છે. સાથે તેમણે ડિજિટલ પેમ્નટની સાથેસાથે વીમા, વેલ્થ મેનેજમેન્ટ, લોન અને સ્ટોક બ્રોકિંગ જેવા ક્ષેત્રોમાં વિસ્તાર કર્યો છે.
હરીફાઈનો મુકાબલો
ફોન પે ભારતમાં વધતાં ફિનટેક બજારમાં ગૂગલ પે અને પેટીએમ જેવા હરીફ ખેલાડીઓનો મુકાબલો કરી રહી છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટનું બજાર ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે. હજી પણ આ ક્ષેત્રમાં ખૂબ સંભાવનાઓ છે.
(નોંધ- આ સમાચાર રોકાણની સલાહ માટે નથી, માત્ર આપની જાણકારી માટે છે. આપ કોઈપણ રોકાણ કરવાનો નિર્ણય લો તે પહેલા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે)