ગાંધીનગર- Skilled Professionals in Gujarat ગુજરાત સરકારે વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતના યુવાનોને ગ્લોબલ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા પિડિલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, NAMTECH, ટાટા IIS, જસ્ટ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો (વડનગર) અને IACE જેવા અગ્રણી ઉદ્યોગો સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.(Gujarat Government signs MoU with leading industries)
ગુજરાતના યુવાનો માટે ત્રિવેણી સંગમ
સરકાર, ઉદ્યોગો અને તાલીમ સંસ્થાઓ વચ્ચેનો આ ત્રિવેણી સંગમ ગુજરાતના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.(Skilled Professionals in Gujarat) એમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.

ગુજરાતના યુવાનોને આધુનિક અને વૈશ્વિક કક્ષાની તાલીમ પૂરી પાડવા માટે પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં ગાંધીનગર ખાતે દેશના અગ્રણી ઉદ્યોગ સમૂહો સાથે સમજૂતી કરાર-MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આધુનિક ટેકનિકલ માર્ગદર્શન
કુંવરજી બાવળીયાએ જણાવ્યું કહ્યું હતું કે, આ MoU અંતર્ગત 17 થી 25 વર્ષની વયના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય ધોરણો મુજબ તાલીમ, ક્ષમતાવર્ધક અને સ્પર્ધાત્મક તૈયારીઓ માટે સક્ષમ બનાવવામાં આવશે.(Skilled Professionals in Gujarat) આ ઉપરાંત ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યુવાનોને આધુનિક ટેકનિકલ માર્ગદર્શન અને ગુણવત્તાયુક્ત પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.
ખાસ ‘નર્ચરિંગ’ અને મેન્ટરશિપ
વધુમાં આ સમજૂતી કરાર અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારો માટે અદ્યતન તકનીકી, પ્રાયોગિક તાલીમ, નિષ્ણાત મેન્ટરશીપ, મોક એસેસમેન્ટ તેમજ ઉદ્યોગોની શ્રેષ્ઠ કામગીરીનો પરિચય કરાવવામાં આવશે.(Skilled Professionals in Gujarat) ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી યુવાનો ‘ઇન્ડિયા સ્કીલ્સ’, ‘વર્લ્ડ સ્કીલ્સ’ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરી શકે તે માટે તેમને ખાસ ‘નર્ચરિંગ’ અને મેન્ટરશિપ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો….
Mahashivratri 2026: શિવ પૂજા સાથે 12 રાશિના જાતકોએ કયો મંત્ર જાપ કરવો જોઈએ?
ઉદ્યોગોની ભાગીદારી વધુ સક્રિય
વર્ષ 2017થી કાર્યરત ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન-GSDM દ્વારા જિલ્લા અને રાજ્ય સ્તરે ઉદ્યોગો અને તાલીમ સંસ્થાઓના સહયોગથી વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ MoUથી ઉદ્યોગોની ભાગીદારી વધુ સક્રિય બનશે અને રાજ્યના પ્રતિભાશાળી યુવાનોને વૈશ્વિક મંચ પર પોતાની કૌશલ્ય પ્રતિભા પ્રદર્શિત કરવાની વધુ તકો મળશે.
ગુજરાતમાં વિદેશી રોકાણ
ગુજરાતમાં રીજનલ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી, જે પછી ગુજરાતમાં વિદેશી અને અન્ય રાજ્યોમાંથી રોકાણ આવી રહ્યું છે. ત્યારે આ ઉદ્યોગોને સ્કિલ્ડ પ્રોફેશનલ્સ મળી રહે તે માટે ગુજરાત સરકારે અગમચેતીના ભાગરૂપે યુવાનોને લેટેસ્ટ તાલીમ મળી રહે તે માટેનું આયોજન કર્યું છે. તેમજ ગુજરાતના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મળે તો તેઓ વધુ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ બની શકે તેમ છે. જે ઉદ્યોગો સાથે એમઓયુ થયા છે તેઓ ગુજરાતના યુવાનોને ગ્લોબલ કક્ષાની તાલીમ પુરી પાડશે.