Stock Market India: આઈટી સેકટરના શેરોમાં 6 વર્ષનો સૌથી મોટો કડાકો, માર્કેટ હજી પોઝિટિવ છે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. આજે ગુરુવારે આઈટી સેકટરના સ્ટોકમાં કડાકો રહ્યો હતો. આઈટી ઈન્ડેક્સમાં 6 વર્ષની સૌથી મોટો કડાકો હતો. પરિણામે બીએસઈ સેન્સેક્સ (BSE Sensex)558 પોઈન્ટ ઘટી 83,674 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty)146 પોઈન્ટ ઘટી 25,807 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty)5 પોઈન્ટ ઘટી 60,739 બંધ હતો. શેરબજાર ઘટવા પાછળ કયા કારણો? આઈટી સેકટરમાં કડાકો કેમ બોલી ગયો? ટેકનિકલી બજારનો(Share Market India) પોઝિટિવ મુડ છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 558 પોઈન્ટ ગબડ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,968ના મથાળે ખૂલી શરૂમાં સામાન્ય સુધરી 84,061 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 83,516 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,674.92 બંધ થયો હતો. જે 558.72નો ઘટાડો દર્શાવ છે.

નિફ્ટી 146 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,906 ખૂલ્યો હતો. તે જ દિવસનો હાઈ બન્યો હતો, ત્યાં જોરદાર વેચવાલી આવતાં ઝડપથી તૂટી 25,752 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,807.20 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 146.65નો ઘટાડો દર્શાવે છે.

આઈટી શેરોમાં ચિક્કાર વેચવાલી

આજે ગુરુવારે(Stock Market India) બજાર ખૂલતાની સાથે આઈટી સેકટરના શેરોની આગેવાની હેઠળ વેચવાલી આવી હતી. આઈટી સેકટરના શેરોમાં ગાબડા પડ્યા હતા, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. તેની સાથે રીયલિટી, કેમિકલ, કેપિટલ માર્કેટ સેગમેન્ટના શેરોમાં વેચવાલી હતી. જ્યારે ઓટો, મેટલ અને એનબીએફસીમાં સામાન્ય લેવાલીથી સુધારો રહ્યો હતો.

શેરબજાર ઘટવાના કારણ

(1) યુએસ સ્ટોક માર્કેટમાં એઆઈ સાથે જોડાયલ કંપનીઓના સ્ટોકમાં હેવી સેલીંગ પ્રેશર રહ્યું હતું. જેથી ભારતીય આઈટી કંપનીઓના એડીઆરમાં મોટો ઘટાડો આવ્યો હતો. એઆઈ સાથે જોડાયેલ આઈટી કંપનીઓની આઈટી સર્વિસીઝ અને ટેકનોલોજી માટે મોટો પડકાર છે. જેથી(Stock Market India) ભારતીય આઈટી શેરોમાં ભારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. આઈટી ઈન્ડેક્સ 2011 પોઈન્ટ(5.73 ટકા) તૂટ્યો હતો. જે 6 વર્ષનો સૌથી મોટો કડાકો દર્શાવે છે.

(2) અમેરિકામાં 1,30,000 નવી નોકરીઓનું સર્જન થયું છે. જે ધારણા કરતાં વધારે છે. તેમજ બેરોજગારીનો દર 4.3 ટકા સુધી ઘટ્યો હતો. આથી હવે એવું મનાય છે કે ફેડ રેટ કટ આવવાની સંભાવનાઓ ઘટી ગઈ છે.

(3) અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ 69.12 ડૉલર અને ક્રૂડ 64.43 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. જે ભારત માટે નેેગેટિવ ફેકટર હતું.

(4)  યુએસ સ્ટોક માર્કેટમાં નરમાઈ હતી. નેસ્ડક અને ડાઉ જોન્સ ઘટ્યા હતા. જેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ હતા. આમ ગ્લોબલ સંકેત સામાન્ય નેેગેટિવ હતા.

એફઆઈઆઈ નેટ બાયર

એફઆઈઆઈએ 11 ફેબ્રુઆરીએ 943 કરોડની નવી ખરીદી કરી હતી. ફેબ્રુઆરી મહિનાની કુલ 7 ટ્રેડિંગ સેશનમાંથી એક જ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ નેટ સેલર હતી. બાકી ફેબ્રુઆરીમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 5,913 કરોડની નેટ ખરીદી કરી છે. સાથે ડીઆઈઆઈએ કુલ રૂપિયા 3,945 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે ગુરુવારે(Stock Market India) એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ હતો. નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ 283 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 110 પોઈન્ટ માઈનસ હતો. આજે 1151 શેરના ભાવ વધ્યા હતા અને 2008 સ્ટોકના ભાવ ઘટ્યા હતા.

77 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 77 શેર બાવન વીક લો પર બંધ હતા.

70 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 48 સ્ટોકમાં લોઅર સર્કિટ હતી.

ટોપ ગેઈનર્સ

બજાજ ફાઈનાન્સ(3.31 ટકા), શ્રી રામ ફાઈનાન્સ(2.48 ટકા), આઈશર મોટર(2.13 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.84 ટકા) અને બીઈએલ(1.47 ટકા)

આ પણ વાંચો….

Rolls Royce in India: રોલ્સ રોયસના સીઈઓએ PM મોદીને મળીને ભારતમાં બિઝનેસ વધારવા યોજના શેર કરી

ટોપ લુઝર્સ

ટેક મહિન્દ્રા(6.40 ટકા), ઈન્ફોસીસ(5.97 ટકા), ટીસીએસ(5.77 ટકા), એચસીએલ ટેકનોલોજી(5.20 ટકા) અને વિપ્રો(4.79 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

ટેકનિકલી જોવા જઈએ તો(Stock Market India) શેરબજાર પોઝિટિવ મૂડમાં આવ્યું છે. નિફ્ટી 25,800 ઉપર અને નિફ્ટી 60,000 ઉપર બંધ છે, ત્યાં તેજીની આગેકૂચ રહેશે. હવે સેન્સેક્સ 83,810 ઉપર બંધ આવશે તો તેજી આગળ વધશે. બેંક નિફ્ટી અને નિફ્ટી50 તેજીમાં પડી ચુક્યા છે. જેથી કાલે કદાચ ઘટાડો આવે તો ઘટાડે નવી લેવાલી જોવા મળી શકે છે.

You will also like

Leave a Comment