નવી દિલ્હી- Small Savings Schemes બજેટ 2026માં નવી ટેક્સ રીજીમમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. તેમ છતાં રોકાણકારોને નાની બચત યોજના પર વિશ્વાસ અકબંધ રહ્યો છે. 10 જાન્યુઆરી, 2026 સુધીના આંકડા અનુસાર નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડમાં 2.17 લાખ કરોડ રૂપિયા જમા થઈ ચુક્યા છે. આ નાણાકીય વર્ષ માટે નક્કી કરેલ બજેટ અનુમાનનું અંદાજે બે તૃતિયાંશ હિસ્સો છે.
બજેટથી વધુ રોકાણ
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં(Small Savings Schemes) રોકાણકારોનું રોકાણ સતત વધતું જઈ રહ્યું છે. પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓમાં બજેટથી વધુ પૈસા આવતાં કેન્દ્ર સરકારને રાહત થઈ છે. જેમાં સરકાર પોતાની જરૂરિયાતો માટે બજારમાંથી લોન લેવી પડશે નહી.
ફિસ્કલ ડેફિસીટ ઘટવાનું લક્ષ્ય
સરકાર ફિસ્કલ ડેફિસીટને ઘટાડવા માટે 2025-26માં NSSF માંથી 3.43 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. વીતેલા નાણાકીય વર્ષ 2024-25માં તે 4.12 લાખ કરોડ રૂપિયા હતું. સરકારનું લક્ષ્ય હવે 2025-26માં નાણાકીય ખાદ્યને ઘટાડીને 4.3 ટકા(15.69 લાખ કરોડ રૂપિયા) લાવવાનું લક્ષ્ય મુક્યું છે.
ઓલ્ડ ટેક્સ રીજીમમાં રોકાણ બાદ મળે
વીતેલા વર્ષ 2025ના બજેટમાં ન્યૂ ટેક્સ રીજીમમાં વાર્ષિક 12 લાખ રૂપિયાની આવકને ટેક્સ ફ્રી કરતી જાહેરાત કરી હતી અને ન્યૂ ટેક્સ રીજીમને આકર્ષક બનાવવામાં આવી હતી. જો કે ન્યૂ ટેક્સ રીજીમમાં નવી બચત યોજનામાં રોકાણ પર કોઈ ટેક્સ છૂટ આપવામાં આવતી નથી. ઓલ્ડ ટેક્સ રીજીમમાં કલમ 80 સી હેઠળ વાર્ષિક 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ છે. જાણવા મળ્યા મુજબ લગભગ 75 ટકા કરદાતા ન્યૂ ટેક્સ રીજીમમાં શિફ્ટ થઈ ગયા છે. તેમ છતાં નાની બચત યોજનામાં(Small Savings Schemes) ખૂબ પૈસાનું રોકાણ આવી રહ્યું છે.
વધુ આકર્ષક વ્યાજ દર
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં(Small Savings Schemes) વધુ રોકાણ આવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વ્યાજ દર વધુ આકર્ષક છે. વીતેલા વર્ષ 2025માં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં 1.25 ટકાનો ઘટાડો કર્યો હતો. તેમ છતાં કેન્દ્ર સરકારે પોસ્ટની નાની બચત યોજનાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી.
Top Watched News
Post Office Savings Scheme: દર મહિને રોકાણ કરીને 25 લાખથી વધુ મોટુ ફંડ જમા કરી શકો છો
પીપીએફ
પીપીએફમાં(Public Provident Fund – PPF) હાલ 7.1 ટકાનો વાર્ષિક વ્યાજ દર છે. જે 15 વર્ષ સુધી તમે તેમાં રોકાણ કરી શકો છો. ખાતુ ખોલાવ્યા પછી 5 વર્ષ સુધી તમે પૈસા ઉપાડી શકતાં નથી. પણ તે પછી જમા રકમની અમુક રકમ ઉપાડી શકાય છે. ઓછામાં ઓછા રૂપિયા 500 અને વાર્ષિક રૂપિયા 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જે રોકાણ આવકવેરાની કલમ 80 સી હેઠળ બાદ મળે છે. પોસ્ટ ઓફિસ સહિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય બેંકોમાં પીપીએફ ખાતુ ખોલાવી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Yojana – SSY) વ્યાજ દર 8.2 ટકા છે. જે 10 વર્ષની નાની દીકરીના નામે ખાતુ ખોલાવી શકાય છે. કાયદેસર પુત્રીના માતાપિતાના નામના નામે ખાતુ ખોલાવી શકાય છે. જ્યારે પુત્રી 18 વર્ષની થાય પછી તે પુત્રી આ ખાતુ ઓપરેટ કરી શકે છે.