અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી ભારે વધઘટ વચ્ચે બીજા દિવસે ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 487 પોઈન્ટ વધી 82,344 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 167 પોઈન્ટ વધી 25,342 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 393 પોઈન્ટ વધી 59,598 બંધ હતો. બજેટ 2026(Budget 2026) પહેલા ભારે વધઘટ નોંધાઈ રહી છે. બીજા દિવસે સુધારો કેમ આવ્યો? બજેટ આડે હવે માત્ર બે ટ્રેડિંગ સેશન બાકી રહ્યા છે. બજેટ પહેલા શેરબજાર(Share Market India) કેવું રહેશે? ટેકનિકલ વ્યૂ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 487 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 81,892ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઝડપી તૂટી 81,814 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 82,503 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,344.68 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 487.20નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 167 પોઈન્ટ પ્લસ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,258ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઝડપી ઘટી 25,187 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 25,372 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,342.75 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 167.35નો ઉછાળો દર્શાવે છે.
બજેટ અગાઉ સાવચેતી
આજે ફેબ્રુઆરી સીરીઝનો પ્રથમ દિવસ હતો. જેથી(Stock Market India) શેરબજાર મજબૂત મથાળે ખુલ્યું હતું. શરૂમાં નવી લેવાલી આવી હતી. જો કે ઊંચા મથાળે ભારે વેચવાલી ફરી વળતાં સવારે આવેલો ઉછાળો ધોવાઈ ગયો હતો. જો કે બજાર બંધ થવાના કલાક પહેલા નવી લેવાલીનો ટેકો આવતાં ફરી પાછો ઝડપી ઉછાળો આવ્યો હતો અને ઓવરઓલ સ્ટોકમાર્કેટ પ્લસ બંધ રહ્યું હતું. આજે બજારમાં તેજીવાળા ખેલાડીઓએની ભારે વેચવાલી હતી, તો સામે મંદીવાળા ખેલાડીઓની વેચાણકાપણી પણ આવી હતી. બજેટ પહેલા ઉભી પોઝિશન સ્કેવરઓફ કરવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા.
બે તરફી વધઘટના કારણ
(1) હવે બજેટ આડે માંડ બે ટ્રેડિંગ સેશન બચ્યા છે. ગુરુવાર અને શુક્રવાર, શનિવારે બજાર બંધ રહેશે. અને પહેલી ફેબ્રુઆરીને રવિવારે બજેટ 2026 રજૂ થશે. જે દિવસે એટલે રવિવારે શેરબજાર ટ્રેડિંગ માટે સત્તાવાર ખુલ્લા રહશે. બજેટ અગાઉ શેરબજારમાં ઉભી પોઝિશન સ્કેવરઓફ કરવારૂપી કામકાજ વિશેષ હતા. જેથી આજે બે તરફી ભારે વધઘટ નોંધાઈ હતી. મોટાભાગે બજેટ અગાઉ કોઈ ખેલાડી મોટી ઉભી પોઝિશન રાખવા માંગતા હોતા નથી.
(2) એફઆઈઆઈ નેટ સેલર રહી છે. 27 જાન્યુઆરીના રોજ એફઆઈઆઈએ રૂપિયા 3,068 કરોડનું નેટ સેલ કર્યું હતું અને જાન્યુઆરીમાં કુલ રૂપિયા 43,772 કરોડનું નેટ વેચાણ કર્યું છે. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ ડહોળાયેલું છે.
(3) યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ ડીલ થઈ છે, જેમાં ભારતના ઓટો સેકટરને કોઈ ફાયદો થતો નથી. યુરોપિયન કાર કંપનીઓને ભારતનું મોટુ બજાર મળશે. પાંચ વર્ષમાં યુરોપની કાર પર ડયુટી ઘટીને 10 ટકા થશે. ભારતની કારો સાથે યુરોપિયન કાર કંપનીઓ સાથે સીધી સ્પર્ધા થશે. આથી ભારતીય ઓટો શેરોમાં ભારે વેચવાલી નીકળી હતી.
(4) યુએસ ફેડરલ રીઝર્વની બેઠક મળનાર છે, જેમાં ફેડ રેટમાં કટ આવવાની કોઈ ધારણા નથી. પરંતુ યુએસ ઈકોનોમી માટે ફેડરલ રીઝર્વ શું નિવેદન કરે છે, તેના પર નજર છે. ફેડ મીટિંગ પહેલા ડૉલર ઘટીને 4 વર્ષના તળિયે પહોંચ્યો હતો.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ
આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ 954 પોઈન્ટ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 1050 પોઈન્ટ તૂટ્યો હતો. આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2452 શેરના ભાવ વધ્યા હતા અને 740 શેરના ભાવ ઘટ્યા હતા.
69 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 177 શેર બાવન વીક લો પર બંધ હતા.
119 શેરમાં તેજીની સર્કિટ અને 50 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
India-EU FTA: ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ઝીરો ટકા ડ્યુટીથી કોને થશે કેટલો જંગી ફાયદો? તમામ વિગત જાણો…
ટોપ ગેઈનર્સ
બીઈએલ(9.21 ટકા), ઓએનજીસી(8.18 ટકા), કૉલ ઈન્ડિયા(5.27 ટકા), ઈટરનલ(5.06 ટકા) અને હિન્દાલકો(4.28 ટકા)
ટોપ લુઝર્સ
તાતા કન્ઝ્યુમર(4.55 ટકા), એશિયન પેઈન્ટ(4.22 ટકા), મારૂતિ(2.39 ટકા), સન ફાર્મા(1.89 ટકા) અને મેક્સ હેલ્થકેર(1.59 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
બજેટ પહેલા(Stock Market India) સાવચેતીરૂપી કામકાજ જોવા મળી રહ્યા છે. નિફ્ટીમાં 25,000 અને સેન્સેક્સમાં 81,000 સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આવે છે. ઉપરમાં નિફ્ટી 25,500 અને 25,800 કૂદાવે નહી ત્યાં સુધી તેજી કરવી મુશ્કેલ લાગે છે. હાલ બેંક નિફ્ટી સ્ટ્રોંગ ચાલી રહી છે. જોકે મોટાભાગના લોકોને વ્યૂ એવો છે કે બજેટ જોયા પછી નવો ટ્રેડ કરીશું.